ભાઇના લગ્નમાં સામેલ થવા ઉર્વશી રૌતેલા પહોંચી ગામડે, લગ્નમાં પહેર્યો એટલો હેવી લહેંગો કે જોઇને તમારી પણ આંખો પહોળી થઇ જશે

ભાઇના લગ્ન માટે ગામડે પહોંચી ઉર્વશી રૌતેલા, પ્રી-વેડિંગ સેરેમનીમાં અભિનેત્રી પર અટકી બધાની નજર

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેની ફિલ્મો કરતાં તેના રિલેશનશિપ સ્ટેટસને કારણે વધુ ચર્ચામાં રહે છે. ઉર્વશી રૌતેલા આ દિવસોમાં શહેરની ધમાલથી દૂર ઉત્તરાખંડની પહાડીઓમાં એન્જોય કરી રહી છે. અભિનેત્રી તેના ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે તેના ગામડે ગઈ હોવાના અહેવાલ છે. એટલું જ નહીં, ઉર્વશીએ પોતાના પૈતૃક ઘર સકમુંડા ગામમાં જતા પહેલા સિદ્ધબલી મંદિરની મુલાકાત પણ લીધી હતી.

તે તેની ફોઇના પુત્રના લગ્ન સમારોહમાં ખુશીથી ઝૂમતી જોવા મળે છે. 5 ડિસેમ્બર 2022ના રોજ ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટા સ્ટોરી પર ભાઈના લગ્નના પહેલાના ફંક્શનની એક ઝલક શેર કરી હતી. તસવીરોમાં એક્ટ્રેસ મેચિંગ બ્લાઉઝ સાથે હાથીદાંત રંગના હેવી લહેંગામાં અદભૂત દેખાતી હતી. તેણે તેના લુકને દુપટ્ટા સાથે સ્ટાઈલ કર્યો હતો, જેમાં બોર્ડર પર એમ્બ્રોઈડરી કરેલ સ્ટોન અને સિક્વિન્સ હતા.

ઉર્વશીએ ગ્રીન ડ્રોપ બીડ્સ સાથે ભારે સ્ટોનથી જડેલી જ્વેલરી પસંદ કરી હતી. ઉર્વશી રૌતેલાના ભાઈની હલ્દી સેરેમનીની પણ કેટલીક તસવીરો સામે આવી છે. એક તસવીરમાં તે વરરાજાને હલ્દી લગાવતી જોવા મળી રહી છે. તેણે હલ્દી માટે યલો સૂટ પહેર્યો હતો અને જ્વેલરી સાથે લાઇટ મેકઅપ પણ કર્યો હતો. ઉર્વશીએ એક વિડિયો પોસ્ટ કરતાં લોકેશનમાં લેન્સડાઉન હિલ સ્ટેશન લખ્યું હતુ. ઉર્વશી ટ્રેડિશનલ લુકમાં ઘણી જ સુંદર લાગી રહી હતી.

જણાવી દઇએ કે, ઉર્વશી છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટર ઋષભ પંતને લઈને ચર્ચામાં છે. બંને વચ્ચે અફેર હોવાના સમાચાર આવ્યા હતા, જે બાદમાં બંનેએ નકારી કાઢ્યા હતા. એટલું જ નહીં, બંનેએ નામ લીધા વિના સોશિયલ મીડિયા પર એકબીજા પર ઉગ્ર નિશાન સાધ્યું હતુ. ઉર્વશી રૌતેલાના કરિયરની વાત કરીએ તો તેણે ‘સિંહ સાબ ધ ગ્રેટ’, ‘પાગલપંતી’, ‘વર્જિન ભાનુપ્રિયા’, ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ 

અને ‘હેટ સ્ટોરી 4’ જેવી ફિલ્મોમાં અભિનય કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. આ દિવસોમાં તે સાઉથ ફિલ્મોમાં વ્યસ્ત છે. તે રામ પોથિનેનીની બિગ બજેટ ફિલ્મ ઇન્સ્પેક્ટર અવિનાશમાં તેની પત્નીની ભૂમિકા ભજવે છે. આમાં તે એક સામાન્ય મહિલાના રોલમાં જોવા મળશે.

Shah Jina