ગામડાની અંદર દેશી ઢોલના ધમકારે ઝૂમી ઉઠી કિંજલ દવે, પિતા લલિત દવેએ વીડિયો શેર કરીને કહ્યું એવું કે… જુઓ વીડિયો

દેશી ઢોલના ધમકારે ઝૂમી ઉઠી કિંજલ દવે, અનોખા અંદાજમાં કર્યો ડાન્સ, પહેલીવાર કિંજલ દવેને આ રીતે જોઈને ચાહકો પણ થઇ ગયા ખુશ ખુશાલ, જુઓ વીડિયો

કિંજલ દવે આજે ગુજરાતનું નહિ દુનિયાભરમાં એક જાણીતું નામ બની ગયું છે, પોતાના સુમધુર અવાજના કારણે કરોડો હૈયાઓ પર કિંજલ દવેએ રાજ કરી લીધું છે અને એટલે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર જ 27 લાખ કરતા વધુ ફોલોઅર્સ થઇ ગયા છે. ચાહકો કિંજલના સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખતા હોય છે.

કિંજલ દવે ઉપરાંત તેનો પરિવાર પણ હંમેશા ચાહકોની નજર પર રહેતો હોય છે. કિંજલનો ભાઈ આકાશ અને તેનો મંગેતર પવન જોશી પણ કિંજલ વિશેની ઘણી માહિતી અવાર નવાર શેર કરતા હોય છે. તો કિંજલના પિતા લલિત દવે પણ તેમના સોશિયલ મીડિયા પર દીકરીની કેટલીક તસવીરો અને વીડિયો શેર કરતા હોય છે.

ત્યારે હાલમાં જ કિંજલ દવેના પિતા લલિત દવેએ કિંજલ દવેનો એક વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં કિંજલ દવે દેશી ઢોલીના ઢોલના ધમકારે ઝૂમતી જોવા મળી રહી છે. કિંજલ દવેને આ રીતે ઝૂમતી જોવાનો પણ ચાહકો માટે એક અનેરો લ્હાવો છે. ત્યારે આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

કિંજલ દવે જયારે કોઈપણ સ્ટેજ પ્રોગ્રામ કરતી હોય છે ત્યારે લાખોની સંખ્યમાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે, ત્યારે ઘણીવાર કિંજલ ગાવા ઉપરાંત ડાન્સ પણ કરતી જોવા મળે છે અને ચાહકો પણ આ જોઈને ખુબ જ ખુશ થતા હોય છે, પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તે કોઈ સ્ટેજ પ્રોગ્રામનો નહિ પરંતુ એક લગ્ન પ્રસંગનો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોઈ લગ્નમાં માંડવાની બહાર કેટલાક લોકો ઢોલના ધમકારે નાચી રહ્યા છે. એક ઢોલી ઢોલ વગાડી રહ્યો છે, ત્યારે જ તેમાં કિંજલ દવે પણ ઝૂમતી જોવા મળે છે. પિતા લલિત દવેએ આ વીડિયોને કેમેરામાં કેદ કરીને તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સાથે જ લલિત દવેએ એક ખાસ કેપ્શન પણ આપ્યું છે, તેમણે લખ્યું છે, “મને વાલો બનાસનો કાંઠો, પીયોર મારૂં મેવાસી, મલક મારો માયાળુ ને રૂડો, દેશી ઢોલ મટચી રમતા માનવી મુખે મીઠા બોલ.” કિંજલ દવેને આ રીતે દેશી ઢોલના ધમકારે નાચતી જોવી એ ચાહકો માટે પણ કોઈ પ્રસંગથી કમ નથી. વીડિયો અને કેપ્શન પરથી લાગી રહ્યું છે કે આ લગ્ન તેમના પરિવારના કોઈ નજીકના સંબંધીના હોઈ શકે છે. જો કે આ લગ્ન કોના છે તેના વિશેની કોઈ જાણકારી હજુ સામે નથી આવી.

Niraj Patel