બોલિવુડ અભિનેત્રીઓ પોતાને બધા સ્ટેજમાં ફિટ રાખવાનું સારી રીતે જાણે છે. ફિટ રહેવા માટે અભિનેત્રીઓ તેમના ડાયટિંગથી લઇને એક્સરસાઇઝનું પૂરુ ધ્યાન રાખે છે. હવે હાલમાં જ ન્યુ મોમ આલિયા ભટ્ટને દીકરીને જન્મ આપ્યાના કેટલાક દિવસો બાદ ફિટ રહેવાની તલબ લાગી ગઇ છે. તેણે હવે યોગા ક્લાસ પણ જોઇન કરી લીધા છે અને હાલમાં જ તેને ત્યાં સ્પોટ પણ કરવામાં આવી.
યોગા ક્લાસ બહાર આલિયાને જોતા જ પેપરાજીઓ પણ તેની તસવીરો અને વીડિયો લેવા લાગી ગયા હતા. આલિયાની સામે આવેલી તસવીરોમાં તે ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે. બ્લેક ટોપ અને જેગિંગ સાથે આલિયાએ બ્લેક જેકેટ મેચ કર્યુ છે. નો મેકઅપ લુક અને લો બનમાં આલિયાનો કેઝ્યુઅલ લુક જોવા મળ્યો હતો. યોગા ક્લાસથી બહાર નીકળ્યા બાદ આલિયા તેની ગાડી તરફ આગળ વધી અને બેસીને ચાલી ગઇ.
આલિયાની આ તસવીરો હાલ ઘણી વાયરલ થઇ રહી છે. જણાવી દઇએ કે, આલિયાએ આ વર્ષે 13 એપ્રિલના રોજ લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પ્રાઇવેટ સેરેમનીમાં યોજાયા હતા. ત્યાં લગ્નના 7 મહિના બાદ અભિનેત્રીએ નવેમ્બરમાં એક ક્યુટ દીકરીને જન્મ આપ્યો, જેનું નામ કપલે રાહા રાખ્યુ છે.આલિયાનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તેની ફિટનેસ જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
કેટલાક લોકો આલિયાનું આટલી જલ્દી બાળકને છોડીને જવાનું પસંદ નથી કરી રહ્યા. લોકોએ પૂછ્યું – બાળક ક્યાં છે ? કેટલાક લોકોએ તેને દીકરી સાથે રહેવાની સલાહ આપી છે. યુઝરે કહ્યું, ‘તમારે બંનેને એકબીજાની જરૂર છે, નેનીની નહીં. તમે પછીથી પણ વર્ક અને વર્કઆઉટ કરી શકો છો. એક ચાહકે કહ્યું, ‘વેઇટ, મને લાગ્યું કે આ એક જૂનો વિડિયો છે. આલિયા ખૂબ જ ઝડપથી શેપમાં આવી ગઈ. હું ખરેખર તેના પ્રેગ્નેંસી વર્ઝનને ચૂકી રહ્યો છું.
અન્ય એકે લખ્યું, ‘લોકોની તબિયત કેટલી જલ્દી સુધરે છે, અહીં ડિલિવરી પછી તો અમને 3-4 મહિના સુધી બેડમાંથી ઉતરતા પણ નથી દેતા અને જ્યાં સુધી બધા ટાંકા ઠીક ન થાય ત્યાં સુધી અમે ફુલીને વજન 20 કિલો વધુ વધારી દઇએ છીએ. આવી સ્થિતિમાં વજન ઘટાડવામાં 2 વર્ષથી વધુ સમય લાગે છે.
View this post on Instagram