પત્ની નતાશા પાસે ડાન્સ શીખતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, વીડિયો જોઈને ચાહકો બોલ્યા, “સર તમે ખોટી લાઈનમાં આવી ગયા.”
ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા હંમેશા તેની રમતના કારણે ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં જ યોજાયેલી ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાં તે કપ્તાન તરીકે પણ જોવા મળ્યો અને ન્યુઝીલેન્ડ સામે આ શ્રેણી 1-0થી જીતીને ભારતને વધુ એક ટ્રોફી અપાવી હતી. જેના બાદ થોડા દિવસ પહેલા જ દુબઇમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને કપ્તાન મહેન્દ્ર ધોની સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
ત્યારે હવે હાર્દિક પંડ્યા ડાન્સ શીખતો જોવા મળ્યો અને આ ડાન્સ તે કોઈ કોરિયોગ્રાફર પાસે નહિ પરંતુ તેની પત્ની નતાશા પાસેથી શીખતો જોવા મળ્યો હતો. આ વીડિયોને હાર્દિક પંડ્યા અને નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં નતાશા હાર્દિકને ડાન્સના સ્ટેપ શીખવતી જોવા મળી રહી છે. પરંતુ ક્રિકેટના મેદાનમાં પોતાના બેટથી ચોગ્ગા-છક્કા વરસાવનારા હાર્દિક પંડ્યા માટે ડાન્સ શીખવો એટલો સરળ નહોતો.
હાર્દિકે આ વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે “ડાન્સના લેશન અહિયાંથી જ આવે છે.” ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ મોટી સંખ્યામાં કોમેન્ટ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું, ‘પંડ્યા ચંપક ચાચાની જેમ ડાન્સ કરી રહ્યો છે. એક ચાહકે કોમેન્ટ કરી છે કે તે હાર્દિક પંડ્યાને બોલિવૂડ ફિલ્મમાં જોવા માંગે છે.
તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને નતાશા એક સ્ટાર કપલ છે, તેમના જીવન પર ચાહકોની સતત નજર રહે છે. આ ઉપરાંત તેમનો દીકરો અગત્સ્ય પણ સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ સ્ટાર કપલ તેમના સોશિયલ મીડિયા દ્વારા તેમની તસવીરો પણ સતત શેર કરતા રહે છે અને ચાહકો પણ તમેની તસવીરો પર સતત પ્રેમ વરસાવતા જોવા મળતા હોય છે.
View this post on Instagram