ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબા બંને છે ઘોડાના શોખીન, ઘોડા સાથે પ્રેમ વ્યક્ત કરતી તસવીરો જોઈને તમે પણ વંદન કરશો

જાડેજા બાપુ અને તેમના પત્ની રીવાબાનો ઘોડા પ્રત્યેનો આવો પ્રેમ તમે આજ સુધી નહિ જોયો હોય, જુઓ તસવીરોમાં વ્યક્ત થતી કહાની

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને આજે કોઈ ઓળખની જરૂર નથી. રવિન્દ્ર જાડેજાએ પોતાની મહેનતથી પોતાનું એક મોટું નામ બનાવ્યું છે. જાડેજાએ એકલા હાથે ભારતને ઘણી મેચમાં જીત પણ અપાવી છે અને આખી દુનિયામાં પોતાનું આગવું નામ ગુંજતું કરી દીધું છે.

રવિન્દ્ર જાડેજાનું સોશિયલ મીડિયામાં પણ સારું એવું ફેન ફોલોઇંગ છે અને લોકો પણ જાડેજાના અંગત જીવન પર નજર આખીને બેઠા હોય છે. ત્યારે ટી-20 વર્લ્ડ કપ પહેલા જ જાડેજાને ઇજા થઇ હતી અને તેના કારણે તે ટીમનો ભાગ ના બની શક્યો, મેદાન પર પણ ચાહકો તેને મિસ કરી રહ્યા હતા અને સોશિયલ મીડિયામાં તેની તસવીરો આવતા જ જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરવા લાગ્યા હતા.

ત્યારે હવે રવિન્દ્ર જાડેજા એકદમ સ્વસ્થ થઇ ગયો છે અને હાલ જામનગરમાં પોતાના ઘરે જ સમય વિતાવે છે. સાથે જ સોશિયલ મીડિયામાં પણ તે સક્રિય જોવા મળે છે. હાલ તે થોડા દિવસથી તેના ધર્મપત્ની રીવાબા જાડેજાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતો. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો અને તસવીરો પણ શેર કરી હતી.

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા સોલંકી પણ એક જાણીતું નામ બની ગયા છે. રીવાબા રાજકારણ સાથે જોડાયેલા છે અને આ વર્ષે ચૂંટણી પણ લડી રહ્યા છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ સક્રિય રહે છે. તે સોશિયલ મીડિયા પર તેમના ઘણા સેવાકીય કામોની ઝણક પણ શેર કરતા રહે છે. તેમના ઘરમાં કોઈપણ શુભ પ્રસંગ હોય તે સેવાકીય કાર્યો કરીને સૌના દિલ જીતી લે છે.

એક સમયે સામાન્ય પરિવારમાં જીવતો રવિન્દ્ર જાડેજા આજે લક્ઝુરિયસ લાઈફ જીવે છે. આજે તે જે વસ્તુ પર આંગળી રાખે તે તેની બની જાય છે. રવિન્દ્ર જાડેજાના પિતા એક પ્રાઈવેટ કંપનીમાં ગાર્ડ હતા અને તે દીકરાને એક આર્મી ઓફિસર બનાવવા માંગતા હતા પણ ક્રિકેટ તરફ રવિન્દ્રનો લગાવ અને ટેલેન્ટ વધુ હતું અને માતાની પણ ઇચ્છા હતી કે તેમનો દીકરો ક્રિકેટર બને.

જમીનથી લઈને આકાશ સુધીની સફર કરનાર રવિન્દ્ર જાડેજા આજે વૈભવી જીવન જીવે છે. તેમનો ગુજરાતના જામનગરમાં લક્ઝરી ડિઝાઈનર બંગલો છે. આ ચાર માળના બંગલામાં સુંદર મોટા દરવાજાથી લઈને વિન્ટેજ ડિઝાઈનનું ફર્નિચર અને ઝુમ્મર એક ભવ્ય વાતાવરણ બનાવે છે. તેમના રહેઠાણનું નામ રોયલ નવઘણ છે.

આ બંગલા સિવાય જાડેજાનું એક ફાર્મ હાઉસ પણ છે. તેમના ફાર્મ હાઉસનું નામ ‘મિસ્ટર જડ્ડુ ફાર્મ હાઉસ’ છે. જાડેજાને ઘોડેસવારીનો પણ શોખ છે. જાડેજા અવારનવાર આ ફાર્મ હાઉસમાં ઘોડેસવારી માટે જાય છે. રવિન્દ્ર જાડેજા ઉપરાંત તેમના પત્ની રિવાબા પણ અહીંયા ઘોડેસવારી કરવા માટે જતા હોય છે.

રીવાબા અને રવિન્દ્ર જાડેજા બંનેને જયારે પણ સમય મળે તેઓ આ ફાર્મ હાઉસ પર પહોંચી જતા હોય છે અને ત્યાં જઈને તેઓ ઘોડે સવારીનો આનંદ પણ માણતા હોય છે. આ ઉપરાંત તે બંને પોતાના ઘોડાઓને ખુબ જ પ્રેમ પણ કરે છે. થોડા સમય પહેલા જ રવિન્દ્ર જાડેજાના વીર નામના ઘોડાનું નિધન થયું હતું. જેની જાણકારી જાડેજાએ સોશિયલ મીડિયામાં ખુબ જ ભાવુક પોસ્ટ કરીને આપી હતી.

Niraj Patel