ટીવીની ફેમસ હિરોઇનનું ઘર ભાંગવા જઈ રહ્યું છે, સુસ્મિતા સેના ભાઈએ હિરોઈન પત્ની વિશે એવું એવું બોલી દીધું કે ફેન્સ ખળભળી ઉઠવાના છે
ચારુ આસોપા અને રાજીવ સેને ફાઇનલી અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. છૂટાછેડાના પેપર્સ પણ રેડી થઇ ચૂક્યા છે. કેટલાક દિવસોમાં કપલ ઓફિશિયલી અલગ થઇ જશે. જો કે, આ દરમિયાન બંનેનો એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો જારી છે. કેટલાક સમય પહેલા જ ચારુએ કહ્યુ હતુ કે રાજીવ દીકરી જિયાનાનું નામ યૂઝ કરી રહ્યા છે. ત્યાં હવે રાજીવે ચારુ પર પલટવાર કરતા કહ્યુ કે, તે જિયાનાના નામનો ઉપયોગ કરી રહી છે.
થોડા સમયમાં જ ચારુ અને રાજીવ છૂટાછેડા લઇને હંમેશા માટે પોતાની રાહ અલગ કરી દેશે, પણ આ પહેલા રાજીવ સેને પત્ની ચારુને લઇને કહ્યુ કે, ચારુ જ્યારે સવારે ઉઠે છે ત્યારે તે પહેલા એ જ વસ્તુ વિચારે છે કે આજે શું આરોપ લગાવું. તેણે કહ્યુ કે, હું વ્યુઝ મેળવવા ચારુ અને જિયાનાનું નામ લઉં છું, જિયાના મારી દીકરી તો મારી પાસે છે જ નહિ. હકિકત તો એ છે કે ચારુએ વ્યુઝ મેળવવા તેનો ઉપયોગ કર્યો છે.
તમે કદાચ સમજી શકો છો કે હું શેમાંથી ગુજરી રહ્યો છું, હું બસ એટલું જ કહીશ કે અમારા બંનેના રસ્તા અલગ થઇ ચૂક્યા છે. છૂટાછેડા માટે પેપર તૈયાર છે, સાઇન થઇ ચૂકી છે. બસ એક તારીખ નીકળી ગઇ હતી. બધુ જલ્દી ફાઇનલ થઇ જશે. અમે સાથે નથી આવીએ. મને જ્યારે પણ એ વાતો સાંભળવા મળે છે કે દીકરીના નામનો ઉપયોગ કરુ છુ તો એ વાત સમજ નથી આવતી કે જીવન બહુ નાનુ છે, આટલા નાના વિચાર ના રાખો.
મારી પાસે તો મારી દીકરી પણ નથી. અમે અલગ થઇ રહ્યા છીએ બસ એ વિચારીને અજીબ લાગે છે. મેં ચારુને પહેલા કહ્યુ હતુ કે દીકરી સાથે પ્રેમ છે, તો 6 મહિનાનો બ્રેક લઇએ. દર વખતે કેમેરો લઇ લાઇફ જીવવી સરળ નથી. હું તો ચારુને કહીશ કે જિયાના વગર તુ વ્લોગ બનાવ, વ્યુઝ આવશે કે નહિ. હું કહુ છુ કે નહિ આવે. મોટી વાતો કરવાનો આરોપ લાગે છે મારા પર, પણ સાચુ તો એ છે કે ઇન્ટરવ્યુ હું નથી આપતો,
બસ મારી દીકરી માટે ફિક્ર છે.તેણે કહ્યુ કે, હું ઇચ્છુ છુ કે અમે બંને અમારી દીકરી જિયાના માટે હંમેશા હાજર રહીએ. જણાવી દઇએ કે, રાજીવ સેન સાથે ચારુ આસોપાએ વર્ષ 2019માં લગ્ન કર્યા હતા. જુલાઇ 2022થી જ બંને વચ્ચે તણાવની ખબરો સામે આવવા લાગી હતી. ત્યારે હવે ફાઇનલી બંનેએ એકબીજાથી પોતાનો રસ્તો અલગ કરવાનો નિર્ણય લીધો છે.