નશામાં ધૂત દેખાઇ ખાનની એક્સ વાઇફ સીમા ! ઠીકથી ઊભી રહેવા માટે પણ લીધો દિવાલનો સહારો, જુઓ વીડિયો

લથડિયાં ખાવા લાગી ફેમસ ખાનની બૈરું સીમા…યુઝર્સે કરી ટ્રોલ, કહ્યુ- ઘણી વધારે પી રાખી છે

સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા ભલે સિલ્વર સ્ક્રીનથી દૂર હોય, પરંતુ તે ઘણી વખત તેના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ તેને ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સથી ખ્યાતિ મળી છે. સીમાનો એક હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં સીમા લડખડાતી જોવા મળી રહી છે. નતાશા પૂનાવાલાની બર્થડે પાર્ટીમાં સીમા જોવા મળી હતી. આ દરમિયાન તેની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી હતી.

પરંતુ જ્યારે તે પાર્ટીમાંથી બહાર નીકળી ત્યારે તે બરાબર ચાલી પણ શકતી ન હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. વીડિયોમાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે એટલી પી રાખી છે કે ઠીકથી ચાલી પણ શકતી નથી. અન્ય યુઝરે લખ્યું- તેણે એટલી પીધુ છે કે તેના માટે ચાલવું પણ મુશ્કેલ થઇ ગયુ છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘આને એટલો દારૂ પીધો છે કે તેનાથી ચલાઇ પણ નથી રહ્યુ. બીજાએ લખ્યું, ‘આંટી કંઇક બોલો તો ખરી ફોન આયો તો.. ઓહ સોરી, ફોન તો આવ્યો જ નથી, મીડિયા સામે કુલ બની રહી છે.’

અન્ય એકે કમેન્ટ કરી, ‘નશે સી ચઢ ગઇ હૈ.’ બીજાએ લખ્યું, ‘ઝરા સા ઝૂમ લું મેં… જો કે, ઘણા એવા યુઝર્સ પણ છે જે સીમાને સપોર્ટ કરી રહ્યા છે. તે કહે છે કે જો સીમા પાર્ટીમાં થોડું પણ પીવે છે તો તેમાં ખોટું શું છે. એક યુઝરે કમેન્ટ કરી, ‘તેમનો પીછો કરવાનું બંધ કરો, શું તેમને પાર્ટી માણવાનો અધિકાર નથી. એક યુઝરે બધાને ઠપકો આપતા લખ્યું કે, ‘જે લોકો કોમેન્ટમાં જ્ઞાન આપી રહ્યા છે, લાગે છે કે તેમના પૂરા ખાનદાનમાં લોકો દૂધ સિવાય કંઇ પીતા નથી. હિપોક્રેટ કહીં કે…

ઉલ્લેખનીય છે કે, સીમા વેબ સિરીઝ ‘ફેબલ્સ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’માં સાથે જોવા મળી હતી. આ શોમાં તેના અને સોહેલ ખાનના છૂટાછેડાનો પણ ખુલાસો થયો હતો. શોની બીજી સીઝનમાં સીમાને પૂછવામાં આવ્યું કે સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન સાથેના તેના 22 વર્ષ જૂના લગ્ન કેમ ખતમ થઈ ગયા. તેના પર સીમાએ કહ્યું હતું કે તેમના વિચારો મળતા નહોતા. સીમાએ એમ પણ કહ્યું હતું કે તે પાંચ વર્ષ પહેલા જ સોહેલ ખાનથી અલગ થઈ ગઈ હતી. જણાવી દઇએ કે, સીમા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina