...
   

શાહરૂખના ‘બાજીગર’વાળા અંદાજ પર ફિદા થઇ પ્રિયંકા ચોપરા, ‘કિંગ ખાન’ને મળ્યો એવોર્ડ તો ‘દેસી ગર્લે’ વગાડી તાળીઓ

શાહરૂખને મળ્યો એવોર્ડ તો ઓડિયન્સમાં બેઠેલી પ્રિયંકા ચોપરાએ વગાડી તાળીઓ, જોવા મળ્યો બાજીગર વાળો અંદાજ

સાઉદી અરબમાં ફિલ્મ ‘ડંકી’નું શુટિંગ કરી રહેલા શાહરૂખ ખાન હાલમાં જ રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (Red Sea IFF)નો ભાગ બન્યો હતો. આ દરમિયાન તેની મિત્ર અને ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની કો-સ્ટાર કાજોલ પણ જોવા મળી હતી. આ ઇવેન્ટમાં શાહરૂખે આ પોપ્યુલર ફિલ્મનું ગીત પણ ગાયુ. આ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકા ચોપરા પણ સામેલ થઇ હતી. જ્યારે શાહરૂખે તુજે’ દેખા તો યે જાના સનમ’ ગીત ગાયુ ત્યારે દેસી ગર્લ ચીયર કરતી જોવા મળી હતી.

શાહરૂખને એવોર્ડ મળવા પર પ્રિયંકાએ તેના માટે ઘણી તાળીઓ વગાડી હતી. સ્ટેજ પર પ્રિયંકા સાથે કાજોલ પણ પહોંચી હતી, જ્યાં શાહરૂખે ફરી એકવાર તેની આઇકોનિક ફિલ્મ યાદ કરી. શાહરૂખ ખાન આ સ્ટેજ પર પોતાની ફિલ્મ ‘બાજીગર’ના ડાયલોગ બોલતો જોવા મળ્યો હતો. શાહરૂખે જ્યારે ડાયલોગ બોલ્યો ત્યારે લોકોએ તાળીઓ પાડી અને ખૂબ સીટીઓ વગાડી. આ વર્ષે એવોર્ડમાં ત્રણ વિજેતાઓ છે અને શાહરૂખ તેમાંથી એક છે.

આ એવોર્ડ દરમિયાનની ઘણી વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે, શાહરૂખ લોકોને તેની ફિલ્મ પઠાણ જોવાની અપીલ કરી રહ્યો છે. આ સાથે તેણે ચાહકોને તેની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા પણ જોવા કહ્યું. શાહરૂખે કહ્યું કે તેના 25, 21 અને 9 વર્ષના ત્રણ બાળકો પણ તેની ફિલ્મ ખૂબ પસંદ કરે છે. તેથી જ દરેક વ્યક્તિએ આ ફિલ્મ એકવાર જોવી જ જોઈએ. શાહરૂખ પાસે હજુ પણ કેટલાક મોટા પ્રોજેક્ટ છે.

એવોર્ડ મેળવ્યા બાદ શાહરૂખે કહ્યું, ‘રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તરફથી આ એવોર્ડ મેળવીને હું ખરેખર સન્માનિત છું. અહીં સાઉદી અને આ ક્ષેત્રના મારા ચાહકો વચ્ચે હોવું અદ્ભૂત છે. જેઓ હંમેશા મારી ફિલ્મોના મોટા સમર્થકો રહ્યા છે. ‘હું આ ક્ષેત્રમાં પ્રતિભાનો જશ્ન મનાવવા અને આ રોમાંચક ફિલ્મ સોસાયટીનો ભાગ બનવા માટે આતુર છું,’

ફિલ્મ વિવિધ સંસ્કૃતિઓમાં માનવ અનુભવોને પ્રસારિત કરે છે. તમને મૂવી ગમે છે કારણ કે તે તમારી લાગણીઓને સ્પર્શે છે, પછી તે કોઈપણ ભાષા કે સંસ્કૃતિની હોય. તે માનવીય છે તે બધું જ સામે લાવે છે અને કદાચ અન્ય કોઈપણ કળા કરતાં વધુ સારી બતાવે છે કે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેની વિશાળ વિવિધતા હોવા છતાં, આપણા મૂળભૂત વ્યવસાયો અને લાગણીઓ સમાન છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ‘ડંકી’ સિવાય, તે પઠાણમાં પણ જોવા મળશે, જેમાં તે દીપિકા પાદુકોણની સાથે જોવા મળશે. આ સિવાય તેની પાસે ‘જવાન’ પણ છે. આમાં તે વિજયસેતુપતિ અને નયનતારા સાથે કામ કરી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ આવતા વર્ષે 2 જૂને રિલીઝ થશે.

Shah Jina