ફેમસ સેલિબ્રિટીના ઘરમાં લગ્નના 18 વર્ષ બાદ ગુંજી કિલકારી, 50 વર્ષની ઉંમરે એક્ટરે બન્યો પિતા- શું નામ રાખ્યું જાણો
અનુપમા ફેમ અને શાહરૂખ ખાન-મહિમા ચૌધરી સ્ટારર ફિલ્મ ‘પરદેસ’ ફેમ એક્ટર અપૂર્વ અગ્નિહોત્રી અને પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા સકલાનીના ઘરે જશ્નનો માહોલ છે. લગ્નના 18 વર્ષ બાદ અપૂર્વ અને શિલ્પા બેબી ગર્લના પેરેન્ટ્સ બન્યા છે. કપલે વીડિયો શેર કરીને ફેન્સને ખુશખબર આપી છે. આ સાથે તેમણે નાની ઢીંગલીનું ક્યૂટ નામ પણ જાહેર કર્યું છે. ટીવી સેલેબ્સ સહિત સોશિયલ મીડિયા યુઝર્સ સ્ટાર કપલને પુત્રીના જન્મ પર અભિનંદન આપી રહ્યા છે.
અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રીએ પત્ની શિલ્પા સકલાની અને દીકરી સાથેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે અભિનેત્રી શિલ્પાએ નાની ઢીંગલીને પોતાના ખોળામાં લીધી છે અને તે બાળકને કિસ કરતી જોવા મળી રહી છે. અપૂર્વએ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને કેપ્શન લખ્યું, ‘કંઈક આવી રીતે મારો આ વખતનો જન્મદિવસ સૌથી ખાસ બની ગયો કારણ કે ભગવાને મને અત્યાર સુધીની સૌથી અનોખી અને સુંદર ભેટ આપી. તમામ આભાર અને ખુશીઓ સાથે,
અમે અમારી પુત્રી ‘ઈશાની કાનૂ અગ્નિહોત્રી’ નો પરિચય કરાવવા માંગીએ છીએ. અમારી દીકરીને ખૂબ પ્રેમ આપો. અપૂર્વ અગ્નિહોત્રી થોડા સમય પહેલા ટીવી શો અનુપમા સિરિયલમાં અનુના ડૉક્ટર તરીકે જોવા મળ્યો હતો. આ સિરિયલમાં અપૂર્વના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તેનો રોલ ભલે નાનો હતો પરંતુ તેણે દર્શકોના મનમાં ઘર કરી લીધું હતું. ત્યાં શિલ્પા સકલાની છેલ્લા ઘણા સમયથી ટીવી સ્ક્રીન પર ભાગ્યે જ જોવા મળે છે. લગ્નના 18 વર્ષ બાદ દંપતીના ઘરમાં પારણુ બંધાયુ છે, જેથી તેઓ ઘણા ખુશ છે.
તમને જણાવી દઈએ કે, અપૂર્વ અને શિલ્પા વર્ષ 2004માં લગ્નના બંધનમાં બંધાયા હતા અને લગ્નના 18 વર્ષ બાદ તેમને માતા-પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું છે, જેને લઈને તેઓ ખૂબ જ ખુશ છે. બોલિવૂડની વાત કરીએ તો, અપૂર્વએ ફિલ્મ પરદેસથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે છેલ્લી વખત પ્રખ્યાત ટીવી શો અનુપમામાં જોવા મળ્યો હતો. પરંતુ તેને ‘જસ્સી જૈસી કોઈ નહીં’માં અરમાન સૂરીના પાત્રથી ઘણી લોકપ્રિયતા મળી હતી.
View this post on Instagram