ભારતના 4 એવા સમલૈંગિક કપલ, જે એકબીજા સાથે લગ્ન કરીને આવી ગયા ચર્ચામાં, સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ તેમની તસવીરો, જુઓ કોણ છે એ

દુનિયા અને સમાજની ચિંતા કર્યા વગર આ 4 સમલૈંગિક જોડાઓ બંધાયા હતા એકબીજા સાથે લગ્નના બંધનમાં, તસવીરો જોઈને મચી ગયો હતો ઉહાપો.. જુઓ

છેલ્લા થોડા સમયમાં ઘણા પ્રેમની એવી એવી કહાનીઓ સામે આવી છે જેને આખું સોશિયલ મીડિયા ગજવી દીધું છે અને તેમના પ્રેમની ચર્ચાઓ પણ ચારેય તરફ થતી જોવા મળી છે. અત્યાર સુધી એમ કહેવાતું હતું કે પ્રેમમાં, નાત, જાત અને ઊંચ નીચના બંધનો નથી જોવામાં આવતા, પરંતુ હવે તો એમ પણ કહેવું ખોટું નહિ ગણાય કે પ્રેમમાં જેન્ડરના બંધનો પણ નથી જોવામાં આવતા. કારણ કે થોડા જ સમયમાં કેટલાય એવા કપલ છે જેમનું જેન્ડર એક હોવા છતાં પણ તે લગ્નના બંધનમાં બંધાયા છે. આજે અમે તમને એવા જ 4 કપલ વિશે જણાવીશું, જેઓ લગ્ન બાદ અને તેમની પ્રેમ કહાનીને લઈને ઇન્ટરનેટ પર છવાઈ ગયા.

1. મીરા (આરવ) અને કલ્પના:
થોડા દિવસ પહેલા જ એક સ્કૂલની શિક્ષિકા અને તેની વિદ્યાર્થીનીના લગ્નની તસવીરો અને વીડિયો ખુબ જ વાયરલ થયા હતા. આ ઘટના સામે આવી હતી રાજસ્થાનનાભ ભરતપૂરમાંથી. જ્યાંની ફિઝિકલ શિક્ષિકા મીરાએ તેની વિદ્યાર્થીની કલ્પનાનો પ્રેમ પામવા માટે પોતાનું જેન્ડર ચેન્જ કરાવ્યું અને આરવ બની ગઈ. જેના બાદ બંનેએ એકબીજા સાથે લગ્ન પણ કર્યા હતા.

2. પાયલ અને યશ્વીકા:
ગયા મહિને ઓક્ટોબરમાં એક સમલૈગિંક છોકરીઓએ એક બીજા સાથે જ લગ્ન કર્યા હતા. જેના નામ પાયલ અને યશ્વીકા હતા. આ બંનેની લવ સ્ટોરી પણ ખુબ જ ચર્ચામાં રહી હતી. આ બંનેએ એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે તમે જો પ્રેમની નજરથી જોશો તો તમને ફક્ત પ્રેમ જ નજર આવશે. બસ જરૂર છે તમારે તમારો નજરીયો બદલવાની. આ બંનેની મુલાકાત વર્ષ 2017માં ટિક્ટોક પર થઇ હતી.

3. દૂતી ચંદ અને મોનાલીસા:
ભારતના સ્ટાર સ્પ્રિંટર દુતી ચંદે સોશિયલ મીડિયામાં પર તેની ગર્લફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતા જ તહેલકો મચી ગયો હતો. દૂતી સમલૈંગિક છે. તેણે તેની ગર્લફ્રેન્ડ મોનાલિસા સાથેની તસવીરો શેર કરી હતી. આ ફોટામાં દુતી ચંદ સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે. જ્યારે તેની ગર્લફ્રેન્ડ મોનાલિસાએ લહેંગા પહેર્યો છે. ફોટામાં બંને લગ્ન માટેના ડ્રેસમાં સ્ટેજ પર વર-કન્યાની જેમ ખુરશી પર બેઠેલા જોવા મળ્યા હતા. આ ફોટો જોઈને લોકોએ અનુમાન લગાવ્યું હતું કે બંનેના લગ્ન થઇ ગયા છે, પરંતુ હજુ સત્તાવાર તેની પુષ્ટિ નથી થઇ.

4. અભય અને સુપ્રિયો:
દિલ્હીના અભય ડાંગે અને પશ્ચિમ બંગાળના સુપ્રિયો ચક્રવર્તી 8 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી ગયા વર્ષે તેલંગાણામાં લગ્ન કર્યા. આ સમલૈંગિક લગ્નમાં પીઠી, મહેંદીથી લઈને સંગીત સુધીની દરેક વિધિ કરવામાં આવી હતી, જેમાં બંને પક્ષના પરિવારોએ ભાગ લીધો હતો. આ લગ્ન બાદ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. પરંતુ જ્યારથી સમલૈંગિક લગ્નો સતત થઈ રહ્યા છે, ત્યારથી બંનેની તસવીરો ફરી એકવાર વાયરલ થવા લાગી છે.

Niraj Patel