આ છોકરીએ તમામ ને ચોંકાવ્યા, એક બે નહિ પરંતુ 3-3 સિંહોને પાલતુ શ્વાનની જેમ લઈને લટાર મરાવવા નીકળી, જુઓ વીડિયો

સામાન્ય લાકડી લઈને ત્રણ ત્રણ સિંહોને લઈને ચાલી રહી છે મહિલા, વીડિયો જોઈને એક ક્ષણ માટે તમારા શ્વાસ પણ અઘ્ધર થઇ જશે, જુઓ

ઇન્ટરનેટ પર ઘણા બધા વીડિયો એવા વાયરલ થતા હોય છે જેને જોઈને કોઈપણ વ્યક્તિ હેરાન રહી જાય. ઘણીવાર કેટલાક વીડિયોમાં આપણી કલ્પના બહારની પણ વસ્તુઓ જોવા મળતી હોય છે. કોઈ વ્યક્તિ જંગલી પ્રાણીઓ સાથે મસ્તી કરતું જોવા મળે છે તો કોઈ તેને પ્રેમથી પંપારતું જોવા મળે છે. હાલ એવી જ એક મહિલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે સિંહોને લટાર મારવા લઈને જઈ રહી છે.

જંગલનો સિંહ જેના નામથી જ લોકો ડરથી ધ્રૂજી જાય છે. વિચારો કે સામે આવશે તો શું થશે, પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક મહિલા ત્રણ ખતરનાક સિંહોને કોઈ પણ ડર વગર ફરવા લઈ જતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર girlfromparadise9 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘કેમેરામેનની હિંમતની પણ પ્રશંસા થવી જોઈએ, કારણ કે તે બબ્બર સિંહોની સામે ઉભા રહીને વીડિયો બનાવી રહ્યો છે.’

 

View this post on Instagram

 

A post shared by Jen (@girlfromparadise9)

અન્ય એક યુઝરે લખ્યું, ‘તમારી પોતાની સુરક્ષા માટે શ્વાન કેમ રાખવા, જ્યારે તમારી પાસે આવા વિકરાળ સિંહો છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘જાણે સિંહે મહિલાને કહ્યું હોય કે કોણ હતો એ વ્યક્તિ જેણે તને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘જો તેઓ પાછળ જુએ તો તેમને દોષ ન આપો.’

 

View this post on Instagram

 

A post shared by Jen (@girlfromparadise9)

આ વાયરલ વીડિયો પર આ સિવાય પણ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોને આ વીડિયો ખુબ જ ભયાનક પણ લાગી રહ્યો છે. કારણ કે જે રીતે મહિલા સિંહોને લઈને નીડરતાથી ચાલી રહી છે તે પણ જોવા જેવું છે. મહિલાના ચહેરા પર સહેજ પણ ડર જોવા નથી મળી રહ્યો.

Niraj Patel