રેડિયો પર પોતાના અવાજથી ચાહકોના દિલો પર રાજ કરનારી ગુજરાતની આ ખ્યાતનામ RJ બંધાઈ ગઈ લગ્નના બંધનમાં, લગ્નની તસવીરોએ જીત્યા દિલ

ગુજરાતની આ પ્રખ્યાત RJએ પોતાના એક ચાહક સાથે કર્યા લગ્ન, તસવીરો શેર કરીને કહી દિલ જીતી લેનારી વાત, જુઓ રજવાડી ઠાઠ માઠ સાથેના લગ્નની શાનદાર તસવીરો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. સામાન્ય માણસ સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે અને પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. ત્યારે પોતાના મનગમતા સેલેબના લગ્નને લઈને ચાહકો વચ્ચે પણ અનેરી ખુશી વ્યાપી જતી હોય છે. (તમામ તસવીરો સાભાર: ઇન્સ્ટાગ્રામ)

ત્યારે હાલ એવી જ એક વ્યક્ત લગ્નના બંધનમાં બંધાઈ છે. જેણે રેડિયો પર પોતાના અવાજથી ગુજરાતીઓને અનોખું ઘેલું લગાવ્યું હતું. તેના લગ્નની તસવીરો સામે આવતા જ ચાહકો સાથે તેના મિત્રો પણ તેને શુભકામનાઓ આપવા લાગી ગયા છે. લગ્નની શાનદાર તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

હાલ લગ્નના બંધનમાં બંધાઈ છે ખ્યાતનામ RJ ઇશિતા શાહ. ઇશિતાએ મીત ભટ્ટ સાથે પ્રભુતામાં પગલાં મંડ્યા છે, મીત સાથે ચોરીના ફેરા ફરીને તે હવે ભવભવનાં બંધનમાં બંધાઈ ગઈ છે. ઇશિતાએ જ તેના સોશિયલ મીડિયામાં તેના લગ્નની તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યા છે.

આ તસવીરો પોસ્ટ કરવાની સાથે ઇશિતાએ ખુબ જ સુંદર કેપશન પણ આપ્યું છે. તેણે લખ્યું છે, “રેડિયો પર જે હું બોલું છું તેને રેકોર્ડ કરે છે એ, ગીતો જે હું વગાડું છું, તેને શેર કરે છે એ, જે કોઈનું નથી સાંભળતો એ સાંભળે છે મારો શો, મેસેજ કરીને લખે છે, “આઈ એમ યોર ફેન બ્રો”

ઇશિતાએ મીત સાથેની મુલાકાતને લઈને આગળ કહ્યું, “આ રીતે શરૂ થયું, અને આજે અમે અહીંયા છીએ જેમને કાયમ માટે સેન્ડવીચ બનાવવાનું નક્કી કર્યું. હા હું એક ફેન સાથે લગ્ન કરી રહી છું. એક શ્રેષ્ઠ મિત્ર, એક પ્રેમી, ક્રાઇમમાં ભાગીદાર, એક સ્માર્ટ કુકી, એક સમજદાર ચોકલેટ કેક અને એક તેજસ્વી હેરાન કરનાર પેનકેક.”

આ ઉપરાંત ઇશિતાએ લગ્નમાં જેને જેને પણ યોગદાન આપ્યું છે તે બધાનો આભાર પણ માન્યો છે. ઇશિતાની આ પોસ્ટ પર ચાહકો સાથે સાથે અભિનેત્રી પૂજા જોશી, RJ આકાશ અને બીજા ઘણા બધા આરજે દ્વારા શુભકામનાઓ પણ આપવામાં આવી છે, લગ્નની તસ્વીરોમાં આ કપલ ખુબ જ ખુશ દેખાઈ રહ્યું છે.

Niraj Patel