છૂટાછેડા બાદ આ મોડલ પર આવ્યુ હની સિંગનું દિલ, ઇવેન્ટમાં ગર્લફ્રેન્ડનો હાથ થામેલો જોવા મળ્યો, વીડિયો થયો વાયરલ
રેપર હની સિંગ અવારનવાર તેના ગીતો માટે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે તેના લેડી લવને કારણે ચર્ચામાં આવ્યો છે. હની સિંગના જીવનમાં ફરી એકવાર પ્રેમે દસ્તક દીધી છે. શાલિની તલવાર સાથે છૂટાછેડા બાદ રેપરનું દિલ મોડલ ટીના થડાની પર આવ્યુ છે. હની સિંગ તાજેતરમાં જ એક ઇવેન્ટમાં નવી ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો હતો. ઈવેન્ટમાં હની ટીનાનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. હની સિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. હની સિંગ દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં તેની નવી ગર્લફ્રેન્ડ ટીના થડાની સાથે જાહેરમાં હાથ પકડી ચાલતો જોવા મળ્યો હતો.
બંને પહેલીવાર સાર્વજનિક રીતે સાથે જોવા મળ્યા છે, તેથી લાગે છે કે રેપરે તેના રિલેશનને ઓફિશિયલ કરી દીધુ છે. આ દરમિયાન હની સિંગ વ્હાઈટ શર્ટ, બ્લેક પેન્ટ અને બ્લેઝરમાં હેન્ડસમ લાગી રહ્યો હતો, જ્યારે ટીના બ્લેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં અદભૂત લાગી રહી હતી. યુઝર્સે ટીનાના હાથમાં એક મોંઘી બ્રાન્ડનું પર્સ જોયું, જેની કિંમત 2.5 લાખ હોવાનું મીડિયા અહેવાલો પ્રમાણે સામે આવ્યુ છે. સોશિયલ મીડિયા પર હની સિંગ અને ટીના થડાનીના આ વીડિયો પર ફેન્સ કોમેન્ટ કરીને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એકે લખ્યુ, એટલા માટે તેણે છૂટાછેડા લીધા, તેની નવી ગર્લફ્રેન્ડને જો મળવાની હતી. લોકો એવું પણ માને છે કે હની સિંગ હવે પહેલા જેવો ન થઇ શકે. તેણે તેનું આકર્ષણ ગુમાવ્યું છે. એક અન્યએ લખ્યું- મતલબ કે પત્ની સાચું બોલી રહી હતી. કેટલાક લોકો ટીના થડાનીની મોંઘી બેગ પર પણ ધ્યાન આપી રહ્યા છે. હની સિંગને સારી સ્થિતિમાં અને ફરીથી ફિટ જોઈને કેટલાક લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહે છે કે જૂનો યો યો હની સિંગ પાછો ફર્યો છે. સમાચાર અનુસાર, વીડિયોમાં હની સિંગ જે છોકરી સાથે જોવા મળે છે તે મોડલ ટીના થડાની છે.
ટીના હની સિંગ સાથે પેરિસ કા ટ્રિપ ગીતમાં જોવા મળી હતી. ટીનાએ ફિલ્મ ધ લેફ્ટઓવર્સને ડિરેક્ટ કરી છે. ટીના વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે. ટીના ઈન્સ્ટા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહકો ટીનાના ટોન્ડ ફિગર અને કિલર લુકના દિવાના છે. જણાવી દઇએ કે, હની સિંગના છૂટાછેડા વિવાદોમાં રહ્યા હતા. સપ્ટેમ્બર 2022માં હની સિંગ અને શાલિનીના લગ્ન 20 વર્ષ પછી તૂટી ગયા. શાલિનીએ ભરણપોષણ પેટે 20 કરોડની માંગણી કરી હતી. પરંતુ છૂટાછેડા સમયે હની સિંગે શાલિનીને માત્ર 1 કરોડ આપ્યા હતા.
View this post on Instagram
મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે, શાલિની હની સિંગના આ નિર્ણય સાથે સહમત છે. શાલિનીએ હની સિંગ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. શાલિનીએ કહ્યું કે હની સિંગે તેની સાથે મારપીટ કરી હતી. રેપરે તેને ભાવનાત્મક અને માનસિક રીતે તોડી નાખી. શાલિનીએ હની પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો. જો કે, પોતાના બચાવમાં હની સિંગે શાલિનીના તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા.