કોમેડિયન રાજપાલ યાદવે કરાવ્યું હેર ટ્રાન્સપ્લાન્ટ, અનુભવ શેર કરતા કહ્યું, “લોકો કહેતા હતા કે બહુ દુઃખાવો થાય છે અને મને…”

કોમેડિયન અભિનેતા રાજપાલ યાદવનો નવો લુક આવ્યો સામે, કરાવ્યું હેર ટ્રાન્સપ્લાન્ટ, સાથે જ જણાવ્યો પોતાનો અનુભવ, જુઓ શું કહ્યું ?

બોલીવુડના કલાકારો હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. કોઈ તેના અભિનયના કારણે ચર્ચામાં રહેતા હોય છે તો કોઈ તેના અંગત જીવનને લઈને, તો કોઈ પોતાના લુકને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ચાહકોને પણ પોતાના ગમતા સેલેબ્સ વિશે જાણવામાં સતત રસ જાગતો હોય છે. હાલ એવો જ એક કોમેડિયન અભિનેતા રાજપાલ યાદવ ચર્ચામાં આવ્યો છે અને તે પણ તેના અભિનયના કારણે નહિ પરંતુ બદલાયેલા લુકના કારણે.

તમે ઘણા લોકોના માથાના વાળ ખરતા જોયા હશે. ખાસ કરીને આવું વાતાવરણ અને પ્રદુષણના કારણે થતું હોય છે. સામાન્ય માણસની જેમ સેલેબ્સને પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તે આવી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હોય છે અને પોતાના માથા પર ફરીથી વાળ ઉગાવતાં હોય છે. હાલ કોમેડિયન રાજપાલ યાદવે પણ એવું જ કર્યું અને આ વિશેનો તેનો અનુભવ પણ તેને જણાવ્યો હતો.

અભિનેતા રાજપાલ યાદવે તાજેતરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. જોકે કપાળની બાજુના ભાગોમાં ઓછા વાળ હોવાને કારણે તેણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. અભિનેતાએ તેના નવા લૂકમાં તસવીરો પણ શેર કરી છે, જેમાં તે ડેશિંગ દેખાઈ રહ્યો છે. રાજપાલ યાદવ પણ આનાથી ખૂબ જ ખુશ છે અને તેણે પોતાનો અનુભવ પણ શેર કર્યો છે.

પોતાના હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે વાત કરતા રાજપાલ યાદવે કહ્યું કે જો કે એવું કહેવામાં આવે છે કે આ પ્રક્રિયામાં દુખાવો થાય છે, પરંતુ મને એવું કઈ ના લાગ્યું અને ફક્ત કીડીઓ આસપાસ ફરતી હોય તેવું જ મહેસુસ થયું. રાજપાલ યાદવે આગળ જણાવ્યું કે જ્યારે શૂટ શરૂ થયું ત્યારે મારે વાળ કાપવા પડ્યા, આવી સ્થિતિમાં મને ડર હતો કે ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ ફરી ઉગશે કે નહીં, પરંતુ જ્યારે મારા વાળ આવ્યા ત્યારે લોકોને ખબર પણ ના પડી કે મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે.

Niraj Patel