ટૂંક સમયમાં જ માતા બનનારી દીપિકા પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ કરી રહી છે કામ, અમિતાભ અને પ્રભાસમાં હેલ્પ કરવા જામી હોડ.. જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

પ્રેગ્નેન્ટ દીપિકાની ખાતિરદારીમાં લાગ્યા સિતારાઓ, અમિતાભ બચ્ચને દોડીને લંબાવ્યો હાથ, તો પ્રભાસ પણ પાછળ ના રહ્યો

Deepika Padukone also works in pregnancy : ચાહકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ખુશ ખબરી હવે ટૂંક સમયમાં તેમને મળવાની છે. બોલીવુડના સ્ટાર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જલ્દી જ માતા પિતા બનવાના છે. ત્યારે આ દરમિયાન દીપિકાની પ્રેગ્નેન્સીની ખબરો પણ સતત ચર્ચામાં છે. તેનો બેબી બમ્પ પણ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, પ્રેગ્નેન્સીમાં પણ દીપિકા કામ કરતી જોવા મળી રહી છે. ત્યારે આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દીપિકાની મદદ માટે અમિતાભ બચ્ચન અને પ્રભાસમાં પણ હરીફાઈ જોવા મળી રહી છે.

દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ છે પરંતુ તેમ છતાં તેણે કામમાંથી બ્રેક લીધો નથી. હાલમાં જ તે પોતાની આગામી ફિલ્મ ‘કલ્કી’ના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ ઈવેન્ટમાં કંઈક એવું થયું જેના કારણે ઈન્ટરનેટ યુઝર્સ પોતાના કો-સ્ટારના સહકારી વર્તનના વખાણ કરતા થાકતા નથી. સામે આવેલા પહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી દીપિકા પાદુકોણ સ્ટેજ પર આવવા માટે આગળ વધે છે, જેવી તે સીડીની નજીક પહોંચે છે, અમિતાભ બચ્ચન તેની પાસે દોડી જાય છે અને તેનો હાથ લંબાવીને તેને ટેકો આપે છે.

ત્યારબાદ દીપિકા પાદુકોણ ઉપર જાય છે. તે આવીને પ્રભાસની બાજુમાં ઉભી રહે છે. અભિનેત્રી થોડીવાર રાહ જુએ છે અને ઝડપથી ખુરશી પર બેસી જાય છે અને આ દરમિયાન પ્રભાસ તેની સાથે વાત કરે છે. આ વીડિયો જોયા બાદ લોકો અમિતાભ બચ્ચનના વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ફરી એકવાર પીકુ અને પાપાની જોડી જોવા મળી છે. ફિલ્મમાં જે રીતે દીપિકા તેના પિતાની સંભાળ લેતી હતી, તે જ રીતે અમિતાભ બચ્ચન પણ તેની મદદ કરતા જોવા મળ્યા હતા. લોકોનું કહેવું છે કે આવી બાબતો જ અમિતાભ બચ્ચનને લિજેન્ડ બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

તો અન્ય એક વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે સ્ટેજ પર વાત કરતી વખતે દીપિકા નીચે આવે છે અને તેને નીચે આવતો જોઈને પ્રભાસ તેની મદદ કરવા દોડી આવે છે. તેની પાછળ અમિતાભ બચ્ચન પણ દોડે છે. પરંતુ અહીં પ્રભાસ જીતે છે અને દીપિકાનો હાથ પકડીને તેને સીડીઓ નીચે આવવામાં મદદ કરે છે. હવે જ્યારે પ્રભાસ આગળ વધે છે ત્યારે બિગ બી તેને ચીડવતા જોવા મળે છે. આનો અંદાજો એટલા માટે લગાવી શકાય છે કારણ કે બધા હસી રહ્યા હતા, પ્રભાસ પોતાની સ્ટાઈલમાં શરમાઈને હસી રહ્યો હતો અને દીપિકા પણ બિગ બીના જોક પર હસી રહી હતી. તેથી, એવું કહી શકાય કે બિગ બીએ અહીં મજાક કરી હશે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel