રામ ગોપાલ વર્માએ પાર કરી અશ્લીલતાની બધી હદો, આ અભિનેત્રીના ચંપલ ઉતારી ચાટવા લાગ્યા પગ, વીડિયો થયો વાયરલ

એક સમયે બોલિવૂડના ટોચના દિગ્દર્શક રહી ચૂકેલા રામ ગોપાલ વર્મા હવે તેલુગુ સિનેમા પૂરતા મર્યાદિત છે. રામ ગોપાલ વર્મા વિશે એવું કહેવાય છે કે તેઓ પોતાની ફિલ્મોને હિટ બનાવવા માટે ગમે તે હદ સુધી જઇ શકે છે. જેના કારણે તે અવારનવાર કોઈને કોઈ વિવાદનો ભાગ બની જાય છે. હાલમાં જ ટ્વિટર પર કેટલાક ફોટોઝ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જે જોઇને દરેક લોકો ચોંકી ઉઠ્યા છે.

રામ ગોપાલ વર્મા પોતાની આગામી ફિલ્મ ડેન્જરસનું એવી રીતે પ્રમોશન કરી રહ્યા છે કે બધા આશ્ચર્યમાં પડી ગયા. ફિલ્મની અભિનેત્રી સાથે રામ ગોપાલ વર્માની અજીબોગરીબ હરકતના ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. રામ ગોપાલ વર્માએ પોતાની ફિલ્મના પ્રમોશન માટે એવું કર્યું કે સોશિયલ મીડિયા પર લોકો તેની ટીકા કરી રહ્યા છે. વીડિયોમાં રામ ગોપાલ વર્મા ડેન્જરસ ફિલ્મની એક્ટ્રેસ નૈના ગાંગુલીને પગની મસાજ આપી રહ્યા છે અને પછી કિસ કરી રહ્યા છે,

આ ઉપરાંત તે અભિનેત્રીના પગને મોઢામાં પણ નાખી દે છે. અભિનેત્રી સોફા પર બેઠી છે અને તેની સામે જમીન પર રામ બેઠો છે. ડિરેક્ટરે પોતે આ વીડિયોનો ફોટો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. રામુએ ફોટો શેર કરીને લખ્યું કે આશુ રેડ્ડીમાં ડેન્જરસ માર્ક ક્યાં છે, ફુલ વીડિયો 30 મિનિટમાં 9:30 વાગ્યે. આ ફોટામાં રામ પોતાના હાથમાં અભિનેત્રીના પગ પકડીને જમીન પર બેઠો છે. જણાવી દઈએ કે વીડિયોમાં રામુએ પહેલા એક્ટ્રેસનું સેન્ડલ ઉતાર્યું,

પછી તેના પગને ચુંબન કર્યું અને થોડી વાર પછી તેના પગ ચાટવા લાગ્યો.આ રીતે ફિલ્મને પ્રમોટ કરવા બદલ રામ ગોપાલ વર્માને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું- રામુ સરને આ રીતે જોઈને મને ખરાબ લાગે છે. તેઓ એક સમયે ભારતીય સિનેમાના ટોચના દિગ્દર્શક હતા. તમામ મોટા કલાકારો તેની સાથે કામ કરવા માંગતા હતા. અન્ય યુઝરે કહ્યું- રામુ આ શું છે. તમે અહીં ન હતા. તમે તમારી સ્થિતિ ક્યાં ઓછી કરી છે ?

ઉઠો અને કંઈક સાચું કરો. રામ ગોપાલ વર્માની ફિલ્મ ડેન્જરસની વાત કરીએ તો તે લેસ્બિયન ક્રાઈમ સ્ટોરી છે. આ ફિલ્મમાં અપ્સરા રાની અને નૈના ગાંગુલી લીડ રોલમાં છે. આ ફિલ્મ 9 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની વાર્તા બે છોકરીઓ પર આધારિત છે જેઓ એકબીજાના પ્રેમમાં છે, ફિલ્મમાં રાજપાલ યાદવ પણ છે.

Shah Jina