એરપોર્ટ લુક માટે સૈફ સાથે નીકળી કરીના કપૂરે પહેર્યા એટલા મોંઘા કપડા, તસવીરો કરી દેશે હેરાન
બોલિવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને હાલમાં જ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી અને જોતજોતામાં જ વાયરલ થઇ ગઇ હતી. આ દરમિયાન બંને ઘણા જ સ્ટાઇલિશ લાગી રહ્યાં હતાં. સૈફે ટ્રેડિશનલ લુક કેરી કર્યો હતો, ત્યાં કરીના તેના કમ્ફર્ટ પ્રમાણે ક્લાસી દેખાતી હતી.
જણાવી દઇએ કે, બેબો હંમેશા તેના કમ્ફર્ટને પહેલા જુએ છે અને તે મુજબ તેનો લુક કેરી કરે છે. કરીના કપૂરે તેના એરપોર્ટ લુક માટે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ સાથે સ્લીવલેસ ટોપ પહેર્યું હતું, જેની સાથે તેણે મેચિંગ પેન્ટ પહેર્યું હતું. તેણે ઇટાલિયન કપડાં લેબલ Marniથી આ કો-ઓર્ડ સેટ પસંદ કર્યો, જે ખૂબ જ આરામદાયક હતો. આ સાથે તેણે બ્લેક લેધર જેકેટ પણ પહેર્યું હતું.
કરીનાએ તેના મોનોક્રોમ આઉટફિટ, ઓરેન્જ ટોટ બેગ, ગોલ્ડ વોચ સાથે પિંક લિપ શેડ, ગ્લોઈંગ સ્કિન સાથે બ્લેક હીલવાળા બૂટ પહેર્યા હતા અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. બીજી તરફ, જો તમે આ આઉટફિટની કિંમત પર નજર નાખો તો, સત્તાવાર વેબસાઇટ પર, ડોટ પ્રિન્ટ ટોપની કિંમત 31,675 રૂપિયા અને પાયજામા પેન્ટની કિંમત 37,521 રૂપિયા આપવામાં આવી છે.
સૈફ અલી ખાનના લૂક વિશે વાત કરીએ તો, તે સફેદ કુર્તા અને પાયજામા પહેરેલો જોવા મળ્યો હતો, જેની સાથે તેણે નહેરુ જેકેટ કેરી કર્યું હતું, આમાં તે ઘણો હેન્ડસમ લાગી રહ્યો હતો. આ તસવીરોમાં કરીના અને સૈફ પોતાના લુક અને સ્ટાઈલથી ફેન્સનું ધ્યાન આકર્ષિત કરતા જોવા મળ્યા હતા. બંને સ્ટાર્સે નવાબી અંદાજમાં એરપોર્ટ પર એન્ટ્રી કરી હતી.
રસપ્રદ વાત એ છે કે આ સ્ટાર્સ એકબીજા સાથે ટ્વીન થતા પણ જોવા મળ્યા હતા. એરપોર્ટ પર એન્ટ્રી સમયે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન એકસાથે હાથ પકડેલા જોવા મળ્યા હતા. જેને જોઈને ચાહકો પણ ખુશીથી નાચવા લાગ્યા હતા.
View this post on Instagram