પતિના મોત બાદ 25 વર્ષ સુધી માતાએ દીકરીને એકલા હાથે ઉછેરી, હવે 50 વર્ષની ઉંમરમાં દીકરીએ માતાના કરાવ્યા બીજા લગ્ન, કહાની આંખોમાં આંસુઓ લાવી દેશે
હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ દરમિયાન લગ્નની ઘણી બધી ખબરો પણ સામે આવી રહી છે, જેમાં ઘણા એવા લગ્ન પણ યોજાઈ રહ્યા છે જે સમાજ માટે પણ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ત્યારે હાલ એવા જ એક લગ્ન ખુબ જ ચર્ચામાં છે, જેમાં એક દીકરીએ પોતાની 50 વર્ષની મમ્મીના બીજા લગ્ન કરાવીને સમાજને એક મોટું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.
આ અનોખા લગ્ન યોજાયા છે મેઘાલયની રાજધાની શિલોન્ગમાં. જ્યાં રહેવાવાળી દેબાર્તી ચક્રવર્તીએ તેની 50 વર્ષની મમ્મી મૌશુમી ચક્રવર્તીના લગ્ન કરાવ્યા છે. દેબાર્તીના પિતા શિલોન્ગના એક ખ્યાતનામ ડોક્ટર હતા, પરંતુ ઓછી ઉંમરમાં જ હેમરેજના કારણે તેમનું મોત થયું હતું. ત્યારે તેની માતાની ઉંમર ફક્ત 25 વર્ષની જ હતી. આ સમયે દેબાર્તી 2 વર્ષની હતી.
તેના પિતાના મૃત્યુ પછી, દેબાર્તિ અને તેની માતા શિલોંગમાં તેના મામાના ઘરે રહેવા લાગ્યા. દેબાર્તિએ કહ્યું “હું હંમેશા ઇચ્છતી હતી કે તે જીવનસાથી શોધે. પણ તે કહેતી હતી ‘જો હું લગ્ન કરીશ તો તારું શું થશે.?” દેબાર્તિએ કહ્યું “પિતાના નિધન બાદ ઘરમાં કાકા સાથે પ્રોપર્ટીને લઈને વિવાદ થયો હતો. તે કાનૂની લડાઈ સુધી પણ પહોંચ્યો હતો. તે પણ આ બધી બાબતોમાં અટવાઈ ગઈ હતી.”
દેબાર્તિ હવે મુંબઈમાં રહે છે. તે ફ્રીલાન્સ ટેલેન્ટ મેનેજર તરીકે કામ કરે છે. માતાના બીજા લગ્ન વિશે જણાવતા દેબાર્તીએ કહ્યું “માતાને લગ્નની ઉજવણી કરવામાં ઘણો સમય લાગ્યો. પહેલા મેં તેને કોઈની સાથે મિત્રતા કરવા કહ્યું. શરૂઆતમાં મેં એટલું જ કહ્યું હતું કે કમ સે કમ વાત કરો. મિત્રો બનાવો ત્યારે મેં કહ્યું કે અહીંયા સુધી થઇ ગયું, હવે લગ્ન કરી લો.”
આ વર્ષે માર્ચમાં દેબાર્તીની માતાએ પશ્ચિમ બંગાળના સ્વપન સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની ઉંમર 50 વર્ષ છે. દેબાર્તિ કહે છે કે સ્વપનના આ પહેલા લગ્ન છે. તેણે કહ્યું કે લગ્ન પછી માતાનું જીવન ઘણું બદલાઈ ગયું છે. તે હવે ખૂબ ખુશ છે. પહેલા તે દરેક વાત પર ચિડાઈ જતી. પરંતુ હવે તે ખૂબ જ મજા કરી રહી છે.