પહેલા આ પોલીસકર્મીની બોડી જોઈને લોકો ઉડાવતા હતા મજાક, પછી શુદ્ધ શાકાહારી ખોરાક અને કસરત કરી બનાવી દીધી એવી બોડી કે આંખો ચાર થઇ જશે, જુઓ

આ પોલીસકર્મી પહેલવાનની આગળ ભલભલા બોડી બિલ્ડરો પણ પાણી ભરતા દેખાશે, જુઓ કેવી રીતે શુદ્ધ શાકાહારી ખોરાક લઈને 6 પેક બનાવ્યા…

આજના સમયમાં બોડી બનાવવાનો એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. જેના કારણે ઘણા યુવાનો મહેનત પણ કરે છે, પરંતુ રિયલ બોડી થોડા દિવસ કે મહિનાઓથી નહિ પરંતુ સતત પરિશ્રમ અને એકધારી કસરતના કારણે બનતી હોય છે. ઇન્ટરનેટ પર એવા ઘણા લોકો છે જેમની બોડી જોઈને આપણી આંખો પણ ચાર થઇ જાય. ત્યારે આજે અમે તમને એક એવા જ બોડી બિલ્ડર પોલીસવાળા વિશે જણાવીશું, જેના 6 પેક્સ જોઈને તમે પણ આંખો ચોળતા રહી જશો.

આ પોલીસકર્મીનું નામ રોહિત જાંગીડ છે. રોહિત જયપુરનો રહેવાસી છે અને રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે. રોહિત એક આંતરરાષ્ટ્રીય વુશુ પ્લેયર (ચાઈનીઝ માર્શલ આર્ટ) ખેલાડી છે અને તેણે ઘણા આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય મેડલ પણ જીત્યા છે. રોહિતની વાર્તા એટલી સરળ પણ નથી. તે કહે છે કે “શાળાના સમયમાં હું ખૂબ જ પાતળો હતો. જ્યારે હું 9મા ધોરણમાં હતો ત્યારે મારું વજન 35 કિલોની આસપાસ હતું.”

તેને જણાવ્યું કે “મારા ઓછા વજનને કારણે વર્ગમાં બધા મારી મજાક ઉડાવતા. હું ઘણી વાર પરેશાન થતો હતો, પરંતુ આ દરમિયાન હું એક સિનિયરને મળ્યો, જેમની ફિટનેસ ઘણી સારી હતી. તે મારા ઘરની નજીક રહેતો હતો, તેથી હું તેની સાથે જોડાયો. મેં સવારે તેની સાથે સ્ટેડિયમ જવાનું શરૂ કર્યું. ત્યાં તેની સાથે કસરત કરતો.

રોહિત કહે છે કે ‘મેં સિનિયર્સ સાથે એક્સરસાઇઝ કરતી વખતે ડિફેન્સ માટે વુશુ શીખવાની યોજના બનાવી હતી. આ પછી સિનિયરે મારું વજન વધારવા માટે મારો આહાર તૈયાર કરવામાં મદદ કરી. ધીરે ધીરે મારું વજન વધવા લાગ્યું અને 16 વર્ષની ઉંમરે મારું વજન 45 કિલો સુધી પહોંચી ગયું. આ પછી મારી પસંદગી ભોપાલમાં વેસ્ટ ઝોન વુશુ સ્પર્ધા માટે થઈ. ત્યાં મેં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ મેડલ પછી મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો અને મેં સ્પોર્ટ્સ અને ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.

રોહિતે ચાર વખત ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભારત માટે મેડલ જીત્યા છે. આ સિદ્ધિ બાદ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે રોહિતને બેસ્ટ પ્લેયર સ્ટેટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ સિવાય તેને વીર તેજા એવોર્ડ, રાઇઝિંગ સ્ટાર એવોર્ડ પણ મળ્યો છે. 2018માં રોહિતને રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી મળી.

રોહિત હવે પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખે છે. આ ફિટનેસ માટે તે ચોક્કસપણે ડાયટમાં માને છે. તે કહે છે કે હવે મારું વજન 75-78 કિલોની વચ્ચે રહી ગયું છે. હું સ્પર્ધા દરમિયાન કાર્બોહાઇડ્રેટનું સેવન ઓછું કરું છું. હું શાકાહારી છું, તેથી મારે પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે પ્રોટીન પાવડર લેવો પડે છે. હું દિવસમાં ત્રણ વખત બે ચમચી વ્હે પ્રોટીન લઉં છું. આ સિવાય હું છાશ લઉં છું, જે શરીરને હાઈડ્રેટ રાખે છે અને પ્રોટીનની ઉણપ પણ પૂરી કરે છે. હું ફાઈબર માટે લીલા શાકભાજી ખાઉં છું. રોહિતનું કહેવું છે કે તે ફક્ત ઘરે બનાવેલું ભોજન જ ખાય છે.

Niraj Patel