નાના એવા ગામડામાંથી નીકળીને આ દીકરી બની IAS ઓફિસર, રોજના આટલા કલાક સુધી કરતી હતી સતત અભ્યાસ, જાણો સફળતાની કહાની

પોતાના ગામની પહેલી IAS બની આ દીકરી, પિતાનું નામ કર્યું રોશન, જાણો કેવી રીતે મેળવી આ સફળતા

સરકારી નોકરી મેળવવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, એ પછી કોઈ ગામડાનું વ્યક્તિ હોય કે પછી શહેરનું. પરંતુ સરકારી નોકરી મેળવવી એ કોઈ સહેલું કામ નથી, તેના માટે દિવસ રાત મહેનત કરવી પડે છે. ત્યારે એમાં પણ જે યુવાનો IAS અને IPS બનવાના સપના જોવે છે અને UPSC પાસ કરવાના પ્રયાસ કરે છે તેમને કેટલી મહેનત કરવી પડતી હોય છે તે વિચારી શકો છો.

સિવિલ સર્વિસની પરીક્ષા આપણા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક છે, તેમાં સફળતા મેળવવા માટે ઘણા યુવાનો દિવસ રાત ચોટલી બાંધીને મહેનત કરતા હોય છે, પરંતુ ઘણા ઓછા લોકો જ તેમાં સફળતા મેળવે છે, ત્યારે સફળ થયેલા લોકોની કહાની પણ અન્ય લોકો માટે પ્રેરણાદાયક હોય છે અને તેમની આ પ્રેરણા અને મહેનતની રીત જોઈને કેટલાય યુવાનો પણ સફળતા મેળવતા હોય છે.

આજે અમે તમને એક એવી જ દેશની દીકરીની કહાની જણાવીશું. જેને ગામડામાંથી આવીને IAS ઓફિસર બનવા સુધીની સફર પાર કરી. અમે વાત કરી રહ્યા છે રાજસ્થાનના ટોકસી ગામમાં રહેતી વંદના મીનાની. વંદનાના પિતા પૃથ્વીરાજ મીના દિલ્હી પોલીસમાં નોકરી કરે છે અને તેની માતા ગૃહિણી છે. જેના કારણે આખો પરિવાર દિલ્હીમાં શિફ્ટ થઇ ગયો છે.

વંદનાએ પોતાના શરૂઆતનો અભ્યાસ સવાઈ માધોપુરમાંથી કર્યો હતો. જેના બાદ તે આગળ અભ્યાસ કરવા માટે દિલ્હીના સેન્ટ કોલંબસ સ્કૂલમાં ગઈ. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેને દિલ્હી યુનિવર્સીટીના આચાર્ય નરેન્દ્ર જૈન કોલેજમાં મેથ ઓનર્સની ડિગ્રી મેળવી હતી. જેના બાદથી જ વંદનાએ યુપીએસસીની તૈયારી કરવાનું શરૂ કરી દીધું હતું.

જયારે યુપીએસસીની પરીક્ષા નજીક આવતી ગઈ ત્યારે તે રોજ 15-16 કલાક સુધી અભ્યાસ કરતી હતી. આ ઉપરાંત પણ તે બાકીના દિવસોમાં પણ રોજના 10 કલાક સુધી અભ્યાસ તો કરતી જ હતી. વંદના 2021ના બેચની આઈએએસ ઓફિસર છે. તેને ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 331 ક્રમાંક મેળવ્યો હતો.

વંદના તેના ગામની પહેલી આઈએએસ ઓફિસર બની છે. આઈએએસ બન્યા બાદ તે જયારે પોતાના ઘરે પહોંચી ત્યારે તેના ગામમાં તેના પરિવારજનો અને ગામના લોકોએ તેના વજન બરાબરની મીઠાઈ અને ફળથી તેને તોલીને આખા ગામમાં વહેંચ્યા હતા. વંદનાની આ સફળતા બાદ આખા ગામમાં ખુશીઓનો માહોલ ફરી વળ્યો હતો.

Niraj Patel