કાંખઘોડીના સહારે ચાલતા પોલિયોગ્રસ્ત યુવકને મેટ્રોમોનિયલ સાઈટ પર મળી શ્વેતા, પહેલા 2 છોકરીઓએ રીઝેક્ટ કર્યો અને પછી શ્વેતા સાથે જે થયું તે કહાની આંસુઓ લાવી દેશે

પોલિયોગ્રસ્ત યુવકે શેર કરી પોતાના લગ્નની કહાની, વાંચીને લોકો પણ થઇ રહ્યાં છે ભાવુક, કહ્યું, “કંઈક તો વાત હતી શ્વેતામાં…”, જુઓ

સોશિયલ મીડિયા આજે એક એવું માધ્યમ બની ગયું છે જ્યાં કોઈપણ ઘટના કે કોઈની પણ કહાની રાતો રાત વાયરલ થઇ જતી હોય છે, કેટલાક લોકોની એવી એવી કહાની પણ સામે આવે છે જે આપણી આંખોમાં પણ આંસુઓ લાવી દેતી હોય છે, ત્યારે હાલ એવા જ એક વ્યક્તિની કહાનીએ સોશિયલ મીડિયામાં લોકોના દિલ જીત્યા છે અને આ કહાની લોકોને ભાવુક પણ કરી રહી છે.

હ્યુમન્સ ઓફ બોમ્બે નામના ફેસબુક પેજ પર એક પોલિયોગ્રસ્ત વ્યક્તિની કહાની પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં પોતાના લગ્ન અને પહેલાના જીવનને યાદ કરતાં તેણે જણાવ્યું કે કેવી રીતે તે શ્વેતા નામની છોકરીને મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યો અને પછી તેના પરિવારના સભ્યોને તૈયાર કર્યા. ફેસબુક પોસ્ટમાં યુવકે જણાવ્યું કે “શ્વેતા મેટ્રિમોનિયલ સાઇટ પર મળેલી ત્રીજી છોકરી હતી. હું બાળપણથી જ પોલિયોથી પ્રભાવિત હતો અને તેના કારણે મારા પક્ષમાં કંઈ જ નહોતું રહ્યું.”

પોતાની કહાનીમાં આગળ તેણે કહ્યું, “મને યાદ છે એકવાર હું લગ્ન માટે છોકરીના ઘરે ગયો હતો. તેના પિતા મારી તરફ ખૂબ ખરાબ રીતે જોતા હતા. બીજી વાર એક વખત બીજી છોકરીએ મને સ્પષ્ટ કહ્યું કે હું તારી સાથે લગ્ન કરી શકીશ નહીં કારણ કે તારા પગમાં તકલીફ છે. મને લાગી આવ્યું કે હું લગ્ન કરવા માટે કોઈને શોધી શકીશ નહીં.”  આ પછી શ્વેતાનો ઉલ્લેખ કરતાં તે કહે છે કે “તે એક NGO ચલાવતી હતી. તે પણ પોલિયોથી પીડિત હતી. જ્યારે હું કાંખઘોડીની મદદથી ચાલી શકતો હતો, ત્યારે શ્વેતાને વ્હીલચેરની જરૂર પડતી હતી.”

યુવકે આગળ જણાવ્યું કે “મેં મારા માતા-પિતાને તેના વિશે જણાવ્યું. માતા સંપૂર્ણપણે વિરુદ્ધ હતી. પણ શ્વેતામાં કંઈક હતું. હું તેણીને ખૂબ પસંદ કરતો હતો અને તે પણ મને પસંદ કરતી હતી. પછીના દસ મહિના સુધી અમે વાત કરી અને પછી એક કાફેમાં લંચ માટે મળ્યા. આ પછી પણ મારો પરિવાર શ્વેતાની વિરુદ્ધ હતો. આ કારણે અમે ત્રણ મહિના સુધી વાત કરી ન હતી. હું તેના વિશે વિચારતો રહ્યો. આ કારણે હું મારી જાતને રોકી શક્યો નહીં.”

તેણે આગળ કહ્યું, “વર્ષ 2020 માં, મેં શ્વેતાને ફરીથી ફોન કર્યો, પરંતુ આ વખતે તે તૈયાર નહોતી. તેને ડર હતો કે હું ફરીથી પાછો હટી જઈશ. આ વખતે મેં કેટલાંક અઠવાડિયાં સુધી મારી માતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તે સંમત થઈ ગઈ. મેં તેને માત્ર એક જ વાત કહી કે હું શ્વેતાને પ્રેમ કરું છું અને અમે ખુશ રહીશું. આ પછી બંનેએ વર્ષ 2021માં લોનાવલામાં લગ્ન કર્યા. હવે બંનેને એક પુત્ર છે, જેનું નામ બંનેએ અગસ્ત્ય રાખ્યું છે.”

Niraj Patel