વેડિંગ આઉટફિટમાં પ્રેમાળ લાગ્યુ કપલ, ‘મેરી ભાભી’ ફેમ ઇશા કંસારાએ મ્યુઝિશિયન સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નની ના જોયેલી તસવીરો
એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે. ગુજરાતી અભિનેત્રી ઇશા કંસારા પણ મ્યુઝિશિયન સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે લગ્ન કર્યા છે. બંનેએ તેમના સોશિયલ મીડિયા પર લગ્નની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. ઇશા અને સિદ્ધાર્થના લગ્નમાં તેમના પરિવારના લોકો સિવાય નજીકના મિત્રો પણ સામેલ થયા હતા.
બંનેના ચાહકો જસ્ટ મેરિડ કપલને શુભકામનાઓ આપી રહ્યા છે. પોતાના બ્રાઇડલ લુકને ઇશાએ હેવી જ્વેલરી સાથે પેરઅપ કર્યો હતો. તેણે રેડ અને વ્હાઇટ ખૂબસુરત લહેંગો પહેર્યો હતો. ગુજરાતી દુલ્હન બનેલી ઇશા કંસારા બ્રાઇડલ લુકમાં પ્રેમાળ અને ક્યુટ લાગી રહી હતી. દુલ્હેરાજાની વાત કરીએ તો, સિદ્ધાર્થે હેવી શેરવાની પહેરી હતી.
લોકો ઇશા અને સિદ્ધાર્થની લગ્નની તસવીરને ઘણી પસંદ કરી રહ્યા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઇ હતી. ઈશા કંસારાએ તેના સપનાના રાજકુમાર સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે 2 ડિસેમ્બર 2022ના રોજ લગ્ન કર્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં ઈશા અને સિદ્ધાર્થ શાહી ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપતા જોવા મળે છે. 30 નવેમ્બર 2022ના રોજ ઈશા અને અમિતની હલ્દી અને મહેંદીની વિધિ ગુપ્ત રીતે કરવામાં આવી હતી. ઇશાએ લગ્ન બાદ પણ ગઇકાલના રોજ તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે જીન્સ અને ટોપમાં જોવા મળી હતી.
તેણે આ સાથે હાથમાં લગ્નનો ચૂડો, ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદૂર પણ ભર્યુ હતુ. આ લુકમાં નવી નવેલી દુલ્હન ઇશા ઘણી સુંદર લાગી રહી હતી. આ દરમિયાન તેના બાથ-પગમાં મહેંદી પણ જોવા મળી રહી હતી. તેણે તેના પતિની બેડમાં સૂતા તસવીર પણ શેર કરી હતી. જેમાં સિદ્ધાર્થ અમિત ભાવસારના હાથમાં મહેંદી જોવા મળી રહી હતી.
જેમાં ઇશાનું નામ લખેલુ હતુ.જણાવી દઇએ કે, ઈશા અને સિદ્ધાર્થે માર્ચ 2022માં સગાઈ કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્ટાર પ્લસ સીરિયલ મેરી ભાભી બાદ ઇશા કંસારા લાઇમલાઇટમાં આવી હતી. હિંદી સાથે સાથે તેણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ સારુ કામ કર્યુ છે.
ઈશાએ ઘણી ટીવી સિરિયલો અને ‘દુનિયાદારી’ અને ‘મિડનાઈટ્સ વિથ મેનકા’ ‘પ્રેમ પ્રકરણ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. બીજી તરફ સિદ્ધાર્થ અમિત ભાવસારે ઘણી ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું છે અને ઘણા ગીતો પણ ગાયા છે.