ભરી મહેફિલમાં ટીવીની સંસ્કારી અભિનેત્રી સાથે આ એક્ટરે કરી ગંદી હરકત, વારંવાર હાથ હટાવવા લાગી એક્ટ્રેસ
શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની એક જાણિતી અભિનેત્રી છે. શ્વેતાએ ઘણી હિટ સીરિયલમાં કામ કર્યુ છે. 42 વર્ષની ઉંમરે પણ તે એટલી ફિટ અને હોટ છે કે તેને જોઇ લોકો તેની ઉંમર વિશે વિચારવા માટે મજબૂર થઇ જાય છે. બોલિવૂડ અભિનેત્રીઓની જેમ શ્વેતા તિવારી પણ ઘણી ફેમસ છે. એટલું જ નહીં અભિનેત્રી શ્વેતા તિવારીની જેમ તેની પુત્રી પલક તિવારી પણ ઘણી ફેમસ છે. શ્વેતા નાના પડદાની અભિનેત્રી રહી છે,
પરંતુ પલક તિવારીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. શ્વેતા તિવારી પોતાના હોટ લુકને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. તે અવારનવાર પોતાની સુંદર તસવીરોથી ઈન્સ્ટાગ્રામ પર ચાહકોનું દિલ જીતી લે છે. એ જ રીતે પલક તિવારી પણ બોલીવુડની ઘણી અભિનેત્રીઓને હોટનેસના મામલે માત આપે છે. આ દિવસોમાં શ્વેતા તિવારીનો એક જૂનો વીડિયો ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ શ્વેતા તિવારીને ખોટી રીતે સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં અભિનેત્રીએ રોયલ બ્લૂ ઓફ શોલ્ડર વન પીસ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ ડ્રેસ પહેરીને તેણે ટીવી એક્ટર સૌરભ રાજ જૈન સાથે મસ્તીભરી રીતે ડાન્સ કર્યો હતો. જો કે સૌરભ રાજ જૈને ડાન્સ કરતી વખતે વારંવાર શ્વેતા તિવારીને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. આ વીડિયો જોયા બાદ શ્વેતાના ફેન્સ ખૂબ જ ગુસ્સામાં છે. આ બાબતે કેટલાક લોકો સૌરભની ક્લાસ પણ લઇ રહ્યા છે.
યુઝરે કહ્યું કે બે બાળકોની માતા માટે આવું કૃત્ય સારું નથી. એક પ્રમોશન દરમિયાન સૌરભે શ્વેતા સાથે ડાન્સ કર્યો હતો અને ડાન્સ કરતી વખતે જ્યારે સૌરભે કેટલીક હરકતો કરી તો તે લોકોને પસંદ ન આવી. જણાવી દઈએ કે શ્વેતા તિવારીએ બે લગ્ન કર્યા હતા અને બંને લગ્ન નિષ્ફળ ગયા હતા. શ્વેતા તિવારીને તેના પહેલા પતિ રાજા ચૌધરીથી પલક તિવારી નામની એક પુત્રી છે, જે તેની સાથે જ રહે છે. આ ઉપરાંત તેને બીજા લગ્નથી એક દીકરો પણ છે, તે પણ તેની સાથે જ રહે છે.