લગ્ન પહેલા મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ હંસિકા મોટવાની, આ હેન્ડસમ બિઝનેસમેનને પરણવા જઈ રહી છે

એ દિવસ આવી જ ગયો, જે દિવસની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. બોલિવુડ અભિનેત્રી હંસિકા મોટવાની અને સોહેલ કથૂરિયાના વેડિંગ ફેસ્ટિવિટીઝની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. કપલ તેમના લગ્નના જશ્નમાં ડૂબવા જઇ રહ્યુ છે. લગ્ન માટે બધવારે હંસિકા તેના પરિવાર સાથે મુંબઇ એરપોર્ટથી જયપુર રવાના થઇ. સોશિયલ મીડિયા પર આ દરમિયાનનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં હંસિકા મુંબઇ એરપોર્ટ પર તેની માતા અને ભાઇ સાથે જોવા મળી રહી છે.

આ દરમિયાન અભિનેત્રી કલરફુલ આઉટફિટ અને હાઇ બુટ્સ સાથે હેન્ડબેગમાં જોવા મળી હતી. તેણે તેના પરિવાર સાથે પેપરાજીને પોઝ પણ આપ્યા હતા.અભિનેત્રીના ચહેરા પર લગ્નનો ગ્લો સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. છેલ્લા દિવસોમાં કપલના લગ્નનું જશ્ન મુંબઇમાં માતાની ચોકી સાથે શરૂ થયુ હતુ. જેની કેટલીક તસવીરો સામે આવી હતી. આ દરમિયાન હંસિકા રેડ સાડીમાં ઘણી ખૂબસુરત લાગી રહી હતી. આ દરમિયાન પૂરો પરિવાર સામેલ થયો હતો. થવાવાળી પત્ની સાથે ટ્વિનિંગ કરતા સોહેલે મિરર વર્કવાળો રેડ કુર્તો અને પાયજામો પહેર્યો હતો.

રીપોર્ટનું માનીએ તો આ કપલના લગ્ન જયપુરના મુંડોતા કિલ્લામાં થવા જઇ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આ લગ્ન ઘણા રોયલ હશે. કપલના લગ્નના ફંક્શન આવતીકાલથી એટલે કે 2 ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહ્યા છે. 4 ડિસેમ્બરે સોહેલ અને હંસિકા સાત ફેરા લેશે. આ લગ્નમાં પરિવારના લોકો અને મિત્રો સામેલ થશે. સાંજે લગ્ન થશે અને તે બાદ કસીનો થીમવાળી પાર્ટી. હાલમાં જ હંસિકાએ એક વીડિયો શેર કર્યો હતો, જે તેની બેચલર પાર્ટીનો હતો. બેચલર પાર્ટીમાં હંસિકાએ તેની ગર્લ ગેંગ સાથે ઘણી મસ્તી કરી હતી.

જયપુરમાં લગ્ન બાદ હંસિકા-સોહેલ મુંબઇમાં એક ગ્રેન્ડ વેડિંગ રિસેપ્શન કરશે. જણાવી દઇએ કે, હંસિકા અને સોહેલના સંબંધની શરૂઆત મિત્રતાથી થઇ હતી. બંને બિઝનેસ પાર્ટનર પણ છે. 2 નવેમ્બરના રોજ એફિલ ટાવર પાસે સોહેલે હંસિકાને રિંગ પહેરાવી પ્રપોઝ કર્યુ હતુ, જેની તસવીરો અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સોહેલ કથૂરિયા મુંબઇનો એક બિઝનેસમેન છે. તે અને હંસિકા બિઝનેસ પાર્ટનર્સ છે અને સાથે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે.

સોહેલનો ટેક્સટાઇલનો બિઝનેસ પણ છે, જે 1985થી ગારમેન્ટ્સનું એક્સપોર્ટ કરતો આવી રહ્યો છે. એકસાથે કામ કરવા દરમિયાન હંસિકા અને સોહેલ વચ્ચે નજીકતા વધી હતી અને બંનેએ બિઝનેસ પાર્ટનરથી લાઇફ પાર્ટનર બનવા સુધીની સફર કરી. કરિયરની વાત કરીએ તો, હંસિકા મોટવાનીએ તેના કરિયરની શરૂઆત હિંદી ટેલિવિઝનથી કરી હતી. તે દેશ મેં નિકલા હોગા ચાંદ, શાકા લાકા બૂમ બૂમ, ક્યોકિ સાસ ભી કભી બહુ થી જેવા શોમાં નજર આવી ચૂકી છે.

સિનેમામાં તેણે એક બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી. કોઇ મિલ ગયા અને આપ કા સુરુ ફિલ્મમાં પણ તે નજર આવી ચૂકી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંસિકા ઘણી ફેમસ છે. તેણે તમિલ અને તેલુગુ સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina