4 વર્ષ પહેલા ઘરના અને ખાવાના પણ ઠેકાણા નહોતા, પછી પંચર વાળાના દીકરાએ કર્યું એવું કામ કે આજે આલીશાન ઘર અને 25 લાખની ગાડીમાં ફરે છે, જુઓ કેવી રીતે

ITI પાસ કરીને ગુજરાતની ફેક્ટરીમાં કામ કરવા આવ્યો હતો, પરંતુ પછી ઘરે જઈને કર્યું એવું કામ કે આજે કરે છે લાખો રૂપિયાની કમાણી, જાણો આ યુવાનની સફળતાની કહાની

કોની કિસ્મત ક્યારે બદલાઈ જાય એ કોઈ નથી જાણતું. ઘણા લોકો ગરીબીમાં જન્મે છે અને ગરીબીમાં જ મૃત્યુ પામે છે, તો ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાની મહેનતથી પોતાની કિસ્મત બદલે છે, તે ગરીબ જન્મ્યા જરૂર હોય છે, પરંતુ પોતાના સંઘર્ષ અને મહેનતથી નામ અને પૈસા બંને કમાતા હોય છે. આવા ઘણા લોકોની સફળતાની કહાનીઓ તમે જોઈ હશે.

ત્યારે હાલ એવા જ એક વ્યક્તિની સફળતાની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેની પાસે ચાર વર્ષ પહેલા કઈ જ નહોતું. પરંતુ આજે તેનું જીવન ખુબ જ વૈભવી બની ગયું છે. એક સમયે તે ઝુંપડા જેવા ઘરમાં રહેતો હતો અને આજે તેની પાસે પોતાનું આલીશાન ઘર છે. તો ચાલો જાણીએ કેવી રીતે તેને પોતાની કિસ્મત બદલી.

અમે વાત કરી રહ્યા છે યુટ્યુબર મનોજ ડેની. જેની કહાની હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. તેણે એક વીડિયોમાં જણાવ્યું છે કે તેના પિતા સાયકલ રીપેરીંગનું કામ કરે છે. તેના પિતાની રોજની કમાણી ફક્ત 250 રૂપિયા જ હતી અને તે લોકો એક ઝૂંપડી જેવા ઘરમાં રહેતા હતા. પરંતુ હવે મનોજ યુટ્યુબ દ્વારા સારી એવી કમાણી કરી રહ્યો છે.

આજે મનોજ 25 લાખ રૂપિયાની ગાડીમાં ફરે છે અને આલીશાન ઘરમાં રહે છે, સાથે જ તે હવે એક નવું ઘર પણ બનાવી રહ્યો છે. તેની યુટ્યુબ ચેનલ પર લગભગ 36 લાખ જેટલા ફોલોઅર્સ છે. જેના દ્વારા તે મહિને લાખો રૂપિયાની કમાણી પણ કરે છે. આ ઉપરાંત તેના ફેસબુકમાં 4 લાખ અને ઇન્સ્ટાગ્રામમાં પણ 4 લાખ 85 હજાર જેટલા ફોલોઅર્સ છે.

મનોજનો જન્મ ઝારખંડના ધનબાદ જિલ્લાના એક નાના ગામમાં થયો હતો. તેના પરિવારમાં 6 લોકો છે અને બધા જ એક કાચા મકાનમાં રહેતા હતા. મનોજે સરકારી શાળામાં પોતાનો સ્કૂલનો અભ્યાસ કર્યો અને પછી તેને આઈટીઆઈ પૂર્ણ કર્યુ. જેના બાદ તે ગુજરાતની એક ફેકટરીમાં નોકરી કરવા માટે ગયો. પરંતુ થોડા સમયમાં જ તેને નોકરી છોડી દીધી અને પછી તેના ઘરે પરત આવી ગયો.

ઘરે આવ્યા બાદ મનોજે ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું અને સાથે જ એક સાયબર કાફેમાં કામ કરવાનું પણ શરૂ કર્યું. એક દિવસ સાયબર કેફેમાં બેસીને કામ કરતા સમયે મનોજે એક વીડિયો જોયો. જેના થમનેલમાં લખ્યું હતું કે “યુટ્યુબથી પૈસા કેવી રીતે કમાવવા?” મનોજે આ વીડિયો જોઈને જ યુટ્યુબથી પૈસા કમાવવાનું નક્કી કર્યું દીધું. શરૂઆતમાં તેને આ કામમાં ઘણી જ તકલીફોનો પણ સામનો કરવો પાડ્યો.

મનોજના પ્રથમ ત્રણ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. તેણે શરૂઆતમાં એક સિંગિંગ ચેનલ શરૂ કરી, જે ચાલી નહીં. પછી તેણે કોમેડી ચેનલ શરૂ કરી. પણ એ વિચાર પણ કામ ન આવ્યો. ત્યારબાદ મનોજે ટેક ચેનલ શરૂ કરી. આ વખતે 100-150 વીડિયો અપલોડ કર્યા બાદ તેની કમાણી $80 સુધી પહોંચી ગઈ છે. પરંતુ પછી અચાનક તેનું એડસેન્સ એકાઉન્ટ ડિસેબલ થઈ ગયું.

મનોજે કહ્યું કે તે સમયે તેને યુટ્યુબની ગાઈડલાઈન્સ વિશે વધારે ખબર નહોતી. ત્યારે તેને ખબર ન હતી કે તેનું એડસેન્સ એકાઉન્ટ કેમ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું. મનોજે જણાવ્યું કે તે આ ઘટનાથી ભાંગી પડ્યો હતો. તે ડિપ્રેશનમાં ગયો હતો. પરંતુ થોડા મહિનાઓ પછી, તેણે ફરીથી એક નવી YouTube ચેનલ શરૂ કરવાની યોજના બનાવી.

આ વખતે મનોજે પોતાના નામ ‘મનોજ ડે’ સાથે યુટ્યુબ ચેનલ શરૂ કરી. ત્યારે તેની પાસે સસ્તો સ્માર્ટફોન હતો. તેનો ઉપયોગ તેણે વીડિયો બનાવવા માટે કર્યો હતો. તે પાડોશીના ઘરના પગથિયાં પર બેસીને વીડિયો બનાવતો હતો. મનોજે જણાવ્યું કે જ્યારે યુટ્યુબે તેની ચેનલનું મોનિટાઇઝેશન થયું ત્યારે તેની ચેનલ પર 33 હજાર સબસ્ક્રાઇબર્સ હતા. તેને યુટ્યુબ પરથી પહેલીવાર 14 હજાર રૂપિયા મળ્યા.

Niraj Patel