ખેલ જગત

BREAKING : આર્યન ખાન પછી વધુ એક દિગ્ગજ ક્રિકેટરની થઇ ધરપકડ, કારણ જાણીને ક્રિકેટ પ્રેમીઓ દુઃખી દુઃખી થઇ જશે

બોલિવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની NCBએ ક્રૂઝ ડગ પાર્ટી કેસમાં ધરપકડ કરી હતી અને તે બાદ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. આર્યન ખાન હાલ જેલમાં છે ત્યારે હવે વધુ એક સેલિબ્રિટીની  ધરપકડ કરવામાં આવી છે. આ સેલિબ્રિટી ક્રિકેટર બીજુ કોઇ નહિ પરંતુ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ છે. અનુસૂચિત જાતિને લઇને સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરવાના આરોપમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની હરિયાણા પોલિસે ધરપકડ કરી હતી. જો કે, તેમને થોડીવારમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

યુવરાજ સિંહે છેલ્લા વર્ષો લોકડાઉનના સમયે ઇન્સ્ટાગ્રામ પર ક્રિકેટર રોહિત શર્મા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુઝવેન્દ્ર ચહલ માટે આપત્તિજનક શબ્દનો પ્રયોગ કર્યો હતો. તે બાદ યુવી વિરૂદ્ધ એસસી/એસટી એક્ટ અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો હતો.કોરોના મહામારીને કારણે વર્ષ 2020માં સમગ્ર દેશમાં લોકડાઉન હતુ. ખેલાડી વીડિયો ચેટથી વાત કરતા હતા.  આ  ક્રમમાં યુવરાજ સિંહે ટીમ ઇન્ડિયાના સલામી બલ્લેબાજ રોહિત શર્મા સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ પર વાત કરી હતી અને ત્યારે બંને વચ્ચે ચહલને લઇને વાત થઇ, યુવરાજે આ દરમિયાન કથિત રીતે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ટૂંક સમયમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં યુવરાજ જાતિવાદી ટિપ્પણી કરતા સાંભળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘આ (જાતિસૂચક શબ્દ) લોકો માટે કોઈ કામના નથી. યુજીએ જોયું છે કે તેમણે કેવો વિડિયો મુક્યો છે. તમને જણાવી દઈએ કે, ચહલ ટિકટોક પર પોતાના ડાન્સના વીડિયો અપલોડ કરતો હતો. યુવરાજે આ અંગે આ ટિપ્પણી કરી હતી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ યુવરાજ સિંહે પણ નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટર પર કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું કોઈપણ પ્રકારના ભેદભાવમાં માનતો નથી. તે જાતિ, રંગ, લિંગ અથવા ધર્મના આધારે હોય. મેં મારું જીવન લોકોની સુખાકારી માટે સમર્પિત કર્યું છે અને ભવિષ્યમાં પણ આવું કરવાનું ચાલુ રાખીશ. તેમણે વધુમાં કહ્યું કે મેં મારા મિત્રો સાથે વાતચીત દરમિયાન જે કહ્યું તે ગેરસમજ છે. જો કે, એક જવાબદાર ભારતીય નાગરિક તરીકે, હું કહું છું કે જો મેં કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો તે માટે હું માફી માંગુ છું.

તે જ સમયે, ફરિયાદકર્તાએ યુવરાજ સિંહ પર હરિયાણા પોલીસ દ્વારા વીઆઇપી સારવાર આપવાનો આરોપ લગાવ્યો છે. રજતે કહ્યું કે અમે યુવરાજ સિંહને વચગાળાના જામીન આપવાના પંજાબ-હરિયાણા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આગામી સુનાવણી કોર્ટમાં થશે.

હવે હંસી પોલીસ યુવરાજ સિંહ વિરુદ્ધ કોર્ટમાં ચલણ રજૂ કરશે. જણાવી દઈએ કે જૂન 2020માં આ મામલે ફરિયાદ કર્તાએ હંસી પોલીસને ફરિયાદ આપી હતી, ત્યારબાદ ફેબ્રુઆરી 2021માં કેસ નોંધવામાં આવ્યો હતો. હંસી પોલીસના પીઆરઓએ જણાવ્યું કે યુવરાજ સિંહની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તપાસમાં તેમના સહિત નિવેદનો પણ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. ડીએસપી વિનોદ શંકરે યુવરાજ સિંહની પૂછપરછ કરી છે. પૂછપરછમાં જોડાયા બાદ યુવરાજ સિંહ ચંદીગઢ ગયા હતા.