ખેલ જગત જીવનશૈલી

યુવરાજ સિંહે ખરીદ્યું અધધ….. કિંમતનું ઘર, કિંમત જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો

હાલ ક્રિકેટરમાં લકઝરીયસ કાર અને લકઝરીયસ મકાનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે ભારતને બે વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ વિરાટની બિલ્ડિંગમાં જ ઘર ખરીદ્યું છે. યુવરાજે મુંબઈના વર્લીમાં આવેલ ઓમકાર 1973 ટાવર્સમાં ઘર ખરીદ્યું છે.

હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો પાડોશી બનવાનો છે. વિરાટનું મકાન 35માં ફ્લોર પર છે. જ્યારે યુવરાજે 29માં ફ્લોર પર ઘર ખરીદ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે તેનું ઘર 16 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલું છે.

યુવરાજ સિંહનું ઘર વિરાટના ઘરથી લગભગ ડબલ મોંઘું છે. એક રિપોર્ટ અનુસાર, યુવીએ આ ઘરને 64 કરોડ રુપિયામાં ખરીદ્યું છે. યુવરાજે એપાર્ટમેન્ટના પ્રતિ સ્ક્વેર ફૂટ માટે 40 હજાર રુપિયા આપ્યા છે. કોહલીએ 34 કરોડ રુપિયામાં ઓમકાર એપાર્ટમેન્ટ્સમાં ઘર ખરીદ્યું હતું.

ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ મુંબઈના વર્લી વિસ્તારમાં જ રહે છે. રોહિતે 2017માં ઘર ખરીદ્યું હતું. તેનો ફ્લેટ 6 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલો છે. જ્યાંથી અરબ સાગરનો 270 ડિગ્રીનો નજારો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) on

કહેવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષ સુધી યુવરાજ સિંહ પત્ની હેઝલ કીચ સાથે વર્લીના પોતોના આલીશાન એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે. ક્રિકેટર યુવરાજ સિંહનું નામ જ ક્રિકેટ પ્રેમીઓ માટે પૂરતું છે. આજે એ ક્રિકેટની દુનિયામાં નજર નથી આવતો પરંતુ તેને જે ભારતીય ટીમ માટે યોગદાન આપ્યું છે તેને લોકો આજે પણ યાદ કરે છે. યુવરાજ સિંહ કેન્સરની બીમારીથી પીડાયો હતો જેના બાદ તે ક્રિકેટમાં પાર્ટ પણ ફર્યો છતાં પહેલા જેવી ભૂમિકા ના અદા કર શક્યો, પરંતુ તે તેના અંગત જીવનમાં ખુબ જ ખુશ જોવા મળે છે.

બોલીવુડની અભિનેત્રી હેજલ કીચ સાથે યુવરાજ સિંહે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પોતાનું જીવન ખુબ જ ખુશીથી જીવી રહ્યા છે. હેજલે પોતાના કેરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, તેને બ્રિટિશની પણ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ત્યારબાદ હેજલ બોલીવુડની બિલ્લા અને બોડીગાર્ડ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. યુવરાજ સિંહ સાથે લગ્ન થયા બાદ બંને અત્યારે મુંબઈમાં એક આલીશાન ઘરની અંદર રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.