ખબર

ભારતીય જવાને ગાયું ‘સંદેશે આતે હૈં’ ગીત, ભાવુક થઇ ગયા દેશવાસીઓ… કેટલી લાઈક આપશો?

સૈનિક હોવા માટે એક અલગ જ પ્રકારની બહાદુરીની બેહદ જરૂર હોય છે. ફક્ત બોર્ડર પર દેશની રક્ષા જ કરવાની નથી હોતી પણ પરિવાર, મિત્રો, અને પોતાના કરીબી લોકોથી મહિનાઓ સુધી દૂર રહેવું પડતું હોય છે. આ બહાદુરી માટે તેમને સલામી આપવી જ પડે.

આર્મીના જવાનો ઘરેથી દૂર જ રહેતા હોય છે, તેઓ પોતાનું ઘર પોતાના ઘરથી અલગ અને ક્યાંક દૂર બનાવી લેતા હોય છે, ફૌજ જ તેનો પરિવાર, અને ફૌજ જ તેનું ઘર. આ જ વસ્તુઓ દર્શાવતું એક ગીત છે, ‘સંદેશે આતે હૈ’, જે આવી જ અચોકસાઈમાં જીવતા સૈનિકોની ભાવના દર્શાવે છે. આ ગીતને સાંભળતા જ આપણી આંખો ભણી થઇ જાય છે, એવામાં થોડા વખત પહેલા જ એક વિડીયો વાઇરલ થયો હતો.

Image Source

બીએસએફ (સીમા સુરક્ષા બળ) ના એક યુવાને ‘સંદેશે આતે હૈં’ ગીત ગાઈને દરેક કોઈને ભાવુક કરી દીધા હતા. આ વિડીયોને સાંભળીને માત્ર ભારતીય સૈન્યના જવાનો જ નહીં પણ આખા દેશના દેશવાસીઓ પણ ભાવુક થઇ ગયા છે. જેને જોઈને તેઓને સલામી આપવી તો બને જ છે.

લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો હતો. લોકોએ આ વિડીયો ખૂબ જ શેર પણ કર્યો હતો. વીડિયોમાં ગીત ગાતા આ જવાને સૌના દિલ જીતી લીધા હતા. આ વીડિયોમાં આ જવાનના અવાજમાં આ ગીત સાંભળીને રૂંવાડા ઉભા થઇ જાય છે. તેના અવાજના પણ ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks