પ્રેમ એક નંબરનો આંધળો હોય! સુરતમાં નરાધમે સતત 6 વર્ષ સુધી યુવતી સાથે માણ્યું સુખ, હોશિયારીથી 60 લાખથી વધુ…જાણો સમગ્ર મામલો
ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓ અને મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સા સામે આવતા હોય છે. ઘણીવાર એવું પણ સામે આવે છે કે, પ્રેમજાળમાં યુવતિને ફસાવી તેની પાસેથી લાખો રૂપિયા અથવા દાગીના પડાવી લેવામાં આવતા હોય છે. ત્યારે હાલ સુરતમાંથી ચકચારી કેસ સામે આવ્યો છે, જેમાં પુણા વિસ્તારમાં રહેતી યુવતિને યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી અને વારંવાર તેની સાથે સુખ માણ્યુ હતુ. વર્ષ 2016થી પ્રેમમાં હોવાનું કહી યુવતિ પાસે કાર લેવાના નામે 60 લાખ રૂપિયાની કિંમતના સોના અને ચાંદીના દાગીના પડાવી લીધા હતા. યુવતિ અને આરોપી યુવકને સાથે જોયેલા મિત્રએ પણ યુવતિ પર દુષ્કર્મ આચર્યુ હતુ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
હાલ તો યુવતિએ આ મામલે ફરિયાદ દાખલ કરાવી છે અને ફરિયાદ નોંધાયા બાદ પુણા પોલિસે વધુ તપાસ પણ હાથ ધરી છે. ઘટનાની વિગત તપાસીએ તો, પુણા વિસ્તારમાં આવેલ રેશ્મા રો હાઉસમાં રહેતી યુવતીના પિતા કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા છે. યુવતી શાળામાં અભ્યાસ કરતી ત્યારે રાજ ઉર્ફે વિકાસ લાલારામ પટેલ કે જે બેંગ્લોર ખાતે રહેતો હતો તે તેની સાથે જ અભ્યાસ કરતો હતો. બંને વચ્ચે 2016 પહેલા મિત્રતા થઇ હતી.
અભ્યાસ પૂર્ણ થયા બાદ રાજ બેંગ્લોર જતો રહ્યો હતો. જ્યાં યુવતિ રહે છે તે સોસાયટીમાં રાજના મામા પણ રહે છે અને જેના કારણે તે અવાર નવાર સુરત આવતો રહેતો હતો. આ દરમિયાન યુવતીને પ્રેમસંબંધમાં ફસાવી અને લગ્ન કરવાના વાયદાઓ આપી તેણે ઘણીવાર અલગ અલગ ફાર્મ હાઉસ અને હોટલોમાં લઇ જઇ મરજી વિરુદ્ધ સબંધો બાંધ્યા હતા.
ત્રણ મહિના પહેલા પણ રાજે તેની પોતાની પાસે મકાન અને કાર નથી. જેથી યુવતીને મકાન અને ગાડી લેવા માટે પૈસાની માંગણી કરી હતી. પ્રેમમાં અંધ યુવતીએ 60 લાખની કિંમતના દાગીના ઘરમાંથી ટુકડે ટુકડે કાઢી રાજને આપી દીધા હતા. આ વાતની જાણ તેના માતા-પિતાને ન હતી. રાજે તેની સાથે લગ્ન ન કરી વધુ પૈસાની માંગણી કરતો હતો.
જેથી યુવતીને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાની જાણ થતા તેણે આ મામલે પુણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ આદરી છે.ઉલ્લેખનીય છે કે, લચ્છારામ ઉર્ફે લક્ષ્મણ ચૌધરીએ યુવતિ અને રાજને જોઈ લેતા લચ્છારામ યુવતિને આ અંગે તેના માતા પિતાને જાણ કરી દેવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. રૂપિયા અને દાગીના સહિતનો મુદ્દામાલ મળી જતાં રાજે પોતાનો અસલી રંગ બતાવ્યો અને યુવતિને દગો આપ્યો. હિનાએ રાજ અને લચ્છારામ સામે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.