દોસ્ત દોસ્ત ના રહા…રાજકોટમાં મિત્રની મંગેતરને ફસાવી યુવક ભગાડી ગયો, વારંવાર હવસ સંતોષી અને છેલ્લે….

ગુજરાતમાંથી આજકાલ સગીર છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી યુવકો કે આધેડ પોતાની હવસ સંતોષતા હોય છે, આવા કિસ્સાઓમાં છેલ્લા ઘણા સમયમાં વધારો થયો છે. ત્યારે હાલ રાજકોટમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જે મિત્રતાના સંબંધને શર્મશાર કરે છે. એક મિત્ર દ્વારા બીજા મિત્ર સાથે દગાબાજી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. ચોટીલામાં રહેતા એક યુવકે મિત્રની મંગેતરને પ્રેમજાળમાં ફસાવી અને પછી તેને લગ્નની લાલચ આપી.

પ્રતિકાત્મક તસવીર

જે બાદ તે મિત્રની મંગેતરને ભગાડી ગયો અને પછી અલગ અલગ જગ્યાએ લઈ જઈ હવસ સંતોષી. આ મામલે છોકરીના પિતા દ્વારા આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, રાજકોટના ચોટીલામાં ભેટસુડા ગામનો 24 વર્ષનો કિશન કુકડીયા સોલાર ફીટીંગના વ્યવસાયનું કામકાજ કરે છે. અહીં રહેતા એક યુવકના એક સગીર છોકરી સાથે લગ્ન નક્કી થયા હતા અને કિશન આ યુવકનો મિત્ર હતો.

પ્રતિકાત્મક તસવીર

કિશને મિત્રની સગીર વયની મંગેતર પર નજર બગાડી અને તેણે પ્રેમજાળમાં ફસાવી હતી, જે બાદ બંને એકબીજાને મળવા લાગ્યા. કિશને મિત્રની મંગેતરને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી 23 ઓગસ્ટના રોજ ભગાડી ગયો અને તે બાદ કિશને અમદાવાદ સહિતના સ્થળોએ લઈ ગયો હતો અને વારંવાર દુષ્કર્મ આચર્યુ હતુ. આ મામલે છોકરીના પિતા દ્વારા આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલિસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Shah Jina