જ્યોતિષ શાસ્ત્ર

વિક્રમ સંવત 2077 તમારા માટે કેવું રહેશે? કઈ રાશિ માથે આવી રહી છે મુશ્કેલીઓ? અને કઈ રાશિને થશે લાભ? ક્લિક કરીને વાંચો

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય મહત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. માર્ચ મહિના બાદ આ રાશિના જાતકોએ જમવા પર ધ્યાન આપવું પડશે. આ રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન આર્થિક ઉતાર-ચડાવ આવશે. નોકરી કરતા લોકોને પરેશાની રહેશે. માતાના સ્વાસ્થ્યને લઈને પરેશાની રહેશે. આ વર્ષ દરમિયાન વિદેશ યાત્રા થઇ શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિનું આવનારું વર્ષ ઘણું સારું રહેશે. આ રાશિના જાતકો આ વર્ષ દરમિયાન નવી સફળતા અને નવી ઉપલબ્ધી થશે. આ વર્ષના અંત સુધીમાં ધન, કેરિયર અને સ્વાસ્થ્ય સંબંધિત ઉતાર-ચડાવ જોવા મળશે. આ સમયે, તમે તમારી ક્ષમતાઓને ઓળખી શકો છો અને તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકો છો જેના માટે તમે પ્રશંસા અને એવોર્ડ બંને મેળવી શકો છો. તમને સ્થાવર મિલકત, ખાસ કરીને પૂર્વજોની સંપત્તિનો આનંદ પણ મળી શકે છે. તમારા માટે અચાનક એક સંબંધ બનાવવામાં આવશે અને જે સંબંધ અચાનક રચાયો હોય તે તૂટી પણ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોનું આ વર્ષે કેરિયર માટે સારું રહેશે. ધન મામલે કરવામાં આવેલા પ્રયાસ સફળ રહેશે. આ વર્ષ દરમિયાન નાની-મોટી પરેશાની આવી શકે છે. કામને લઈને વિરોધીઓ હેરાન કરી શકે છે. સામાજિક જીવનમાં માન-સમ્માન પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય મામલે આ વર્ષ સારું રહી શકે છે. નવી યોજના બનાવી શકો છો. ઘર પરિવારમાં કોઈ માંગલિક કામ થઇ શકે છે. કોઈ પણ સ્પર્ધામાં જીત મેળવી શકાય છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકોને વર્ષ દરમિયાન ઘણા ખર્ચ થઇ શકે છે. દાંમ્પત્ય જીવનમાં પણ તનાવ આવી શકે છે. માતા-પિતાજીના આશીર્વાદથી કોઈ કામ માં સફલતા મળશે. આ વર્ષ દરમિયાન કોઈ વાતને લઈને નારાજગી મળી શકે છે. આ વર્ષના પ્રારંભમાં આપની ચિંતા દૂર થાય. આર્થિક બાબતે આ વર્ષ ખૂબ શ્રેષ્ઠ રહી શકે તેમ છે. વર્ષ દરમ્યાન હાડકાં તેમ જ કમરની બીમારીઓથી સાવધાન રહેવું. સંતાનોની પ્રગતિથી આ વર્ષે ગર્વ લઈ શકો છો.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે વર્ષ સામાન્ય રહેશે. શનિદેવની પનોતીના કારણે ગયા વર્ષે ચાલી આવતી કેટલીક સમસ્યાઓ આ વર્ષે પણ તમને હેરાન કરી શકે છે. જોકે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી આ સમસ્યાઓ દૂર જરૂર થશે. આ વર્ષે બૃહસ્પતિ દેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર જરૂર આવશે સાથે ઘરમાં કોઈ સારું કાર્ય પણ થઇ શકશે. આ વર્ષે તમે તમારી જાતને આધ્યાત્મ તરફ લઇ જશો અને જેના કારણે તમને વડીલોના આશીર્વાદ પણ મળશે. આ વર્ષે આ રાશિના જાતકોને સંતાન સુખ પ્રાપ્ત થઇ શકે છે. નવા વર્ષનો છેલ્લો સમય તમારા માટે સુખદ હોવાની પૂર્ણ શક્યતા છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ વર્ષ આ રાશિ માટે મધ્યમ ફળદાયી રહેશે. કારણ કે વર્ષની શરૂઆતમાં જ શનિ તમારા સાતમા સ્થાનમાં બિરાજમાન રહશે અને જાન્યુઆરીના અંતથી આખું વર્ષ આઠમા ભાવમાં રહેશે માટે તમે માનિસક તાણના શિકાર બની શકો છો અને સાથે જ કોઈ લાંબી યાત્રા ઉપર પણ જઈ શકો છો. આ વર્ષે તમારા જીવન સાથીની સંભાળ રાખવી કારણ કે આ વર્ષે તેમની તબિયત બગડી શકે છે. કાયર્ક્ષેત્રની અંદર કોઈ સાથે અણબનાવ બની શકે છે માટે જેમ બને તેમ પોતાની જાતને શાંત રાખવાનો પ્રયત્ન કરવો. આ વર્ષે સંતાનોનું સ્વાસ્થ્ય અને શિક્ષણ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ વર્ષે તમને કોઈપણ રોકાણ કરતા પહેલા ઊંડું ચિંતન કરવાની સલાહ આપવામાં આવે છે.

7. તુલા – ર, ત (Libra):
નવું વર્ષ આ રાશિના જાતકો માટે ફળદાયી નિવળશે. આ વર્ષે તમારા રોકાયેલા કામ પૂર્ણ થવા લાગશે સાથે જ જીવનમાં આવનાર કેટલીક મુશ્કેલીઓ પણ આ વર્ષે દૂર થઇ જશે. આ રાશિના જાતકો માટે આ વર્ષે લગ્ન માટે સારા માંગા આવી શકે છે. વ્યાપાર ક્ષેત્રમાં પણ આ વર્ષે આ રાશિના જાતકો કમાલ કરી શકે છે. જે લોકો નોકરીમાં જોડાયેલા છે તેમને પણ પ્રમોશન મળવાની સંભાવના છે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે પણ આ વર્ષ સારું રહેશે. વૈવાહિક જીવનમાં થોડી સમસ્યાઓ આવી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ વર્ષ આ રાશિ માટે સારું રહેશે. આ વર્ષે તમારા શત્રુઓનો પરાજય થશે, કોર્ટ કચેરીના મામલામાં પણ તમને સફળતા મળશે. વર્ષના માધ્યમ આવકના નવા રસ્તા ઉઘડવાની પૂર્ણ શક્યતા છે. આ વર્ષે કોઈ લાંબી યાત્રા દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે કારણ કે કોઈ દુર્ઘટના પણ થઇ શકે છે. આ વર્ષે ક્યાંક રોકાયેલું ધન પણ તમને પ્રાપ્ત થવાની સંભાવના છે. આ રાશિના જે જાતકો લગ્ન યોગ્ય થઇ ગયા છે તે લોકો પણ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જો કે આ વર્ષ તમારા માટે એકંદરે સારું જ રહેશે છતાં પણ કેટલાક નિર્ણયો વિચારીને લેવાની જરૂર છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિ માટે આ વર્ષ શુભ રહેશે. ખાસ કરીને તમારા કાર્યક્ષેત્રમાં તમને સારીસફળતા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ આ વર્ષે મધુરતા બનેલી રહેશે અને તમારા પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકશો. વર્ષના માધ્યમ શનિદેવની પનોતીના કારણે કેટલીક મુશ્કેલીઓ આવી શેક છે માટે આ સમય દરમિયાન લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે નહિતર નુકશાન થવાનો ખતરો રહે છે.વાહન ચલાવતી વખતે પણ સાવધાન રહેવું, આ વર્ષે કોઈ જુના મિત્ર સાથે પણ મુલાકત થઇ શકે છે. વૈવાહિક જીવન આ સમય દરમિયાન સારું રહેશે કારણ કે તમારું જીવનસાથી તમને સમજી શકશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિ માટે વર્ષની શરૂઆતના સમયમાં માનસિક તણાવમાંથી પસાર થવું પડી શકે છે. નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કામના કારણે ક્યાંક બહાર જવાનું પણ થઇ શકે છે. આ વર્ષે તમારા દુશ્મનો પણ વધી શકે છે. આ વર્ષે પારિવારિક જીવનમાં પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે તમે જેટલું કામ કરશો તેના અનુરૂપ તમને ફળ પ્રાપ્ત નહીં થાય. વર્ષના મધ્યમાં તમારી તબિયત બગડી શકે છે માટે પોતાનું ધ્યાન રાખવું. તમારા જીવનસાથી સાથે વાદ વિવાદ ના કરવો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ વર્ષ આ રાશિના જાતકો માટે શુભ રહેશે. એક તરફ જ્યાં તમે પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા ઉપર જઈ શકો છો ત્યારે બીજી તરફ તમને પૈતૃક સંપત્તિનો પણ લાભ મળી શકે છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ આ વર્ષ તમારા માટે શુભ રહેશે. બસ વર્ષના મધ્યમાં તમારે તમારા સ્વાસ્થ્ય માટે થોડા સાવચેત રહેવાની જરૂર છે. આ વર્ષે વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવવાની સંભાવના છે અને જીવનસાથીનો પણ પૂરતો સહકાર મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ વર્ષની શરૂઆત આ રાશિ માટે માનિસક તાણ સાથ રહેશે કારણ કે આ વર્ષે શનિની પનોતી આ રાશિના ના જાતકોને હેરાન કરશે. પરિવારમાં ઝગડા પણ થઇ શકે છે. જોકે નવું કામ શોધતા વ્યક્તિઓને આ વર્ષે સફળતા મળી શકે છે. આર્થિક દૃષ્ટિએ પણ આ વર્ષ સારું નથી. માટે તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું. જે લોકો વિદેશ જવાની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા પુરી થવાની સંભાવના છે. આ વર્ષે પ્રમોશન થવાની પણ પૂર્ણ સંભાવના છે.