જ્યોતિષ શાસ્ત્ર

વાર્ષિક રાશિ ભવિષ્ય 2021: જાણો કેવું રહેશે તમારું 2021નું વર્ષ, કઈ રાશિને થશે લાભ

નવું વર્ષ હંમેશા માટે નવી ઈચ્છાઓ લઈને જ આવે છે. 2021નો પ્રારંભ થઇ ચુક્યો છે લોકોને આ વર્ષને લઈને ઘણી ઉમ્મીદ છે. ઘણા લોકોના મનમાં એ સવાલ રહે છે કે, વર્ષ 2021 આપણા માટે કેવું રહેશે ? આ વર્ષે આપના જીવનમાં શું-શું પરિવર્તન આવશે ? આ વાર્ષિક રાશિફળ દ્વારા અમે તમને આખા વર્ષનું રાશિફળ બતાવવા જઈ રહ્યા છીએ. આ વાર્ષિકફળ તમારા જીવનમાં વર્ષ દરમિયાન શું ઘટના ઘટશે તે વિષે માહિતગાર કરવામાં આવશે. આવો જાણીએ 2021નું રાશિફળ:

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો જે લવલાઇફમાં છે તે નજીક આવી શકે છે. મનમાં ઘણા પ્રકારના વિચાર આવી શકે છે. શારીરિક પરેશાની આવી શકે છે પરંતુ આળસ રહેશે. આ રાશિના જાતકો હંમેશા કામને ટાળવા વિષે પ્રયાસ કરશે. સમય રહેતા તેની ભૂલો સુધારવાનો પ્રયાસ કરશો. આ વર્ષ પૈસાને મામલે સમજી વિચારીને ચાલવાની જરૂર છે. ઘણા લોકો તમારા વિરુદ્ધ ષડયંત્ર રચશે. તેથી સમય અનુસાર આંખ મીંચીને કોઈ પર વિશ્વાસ ના કરો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન મહેનત અને ધૈર્યથી કામ કરવું પડશે. તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા ગુસ્સા પર કાબુ કરો અને સમજી વિચારીને કંઈક બોલો. આ વર્ષ શિક્ષણ ક્ષેત્રે પ્રતિભા સાબિત કરવાનો મોકો આપશે. વિધાર્થીઓને આ વર્ષ તનતોડ મહેનત કરવી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામ માટે થોડો સમય રાહ જોવી પડશે. લવ લાઈફ જીવતા લોકો માટે આ વર્ષ સારું રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન આવેશમાં આવીને કે કોઈ જલ્દબાજીમાં નિર્ણય ના લો નહીં તો હાનિ થઇ શકે છે. આ વર્ષ દરમિયાન આ રાશિના જાતકોએ સમજી-વિચારીને કોઈ પણ પગલાં ભરો. આ વર્ષ દરમિયાન તમારું સંતાન તમને ખુશ રહેવાનું કારણ આપશે. કામને લઈને ઈચ્છા અનુસાર તમને ફળ આપશે. આ વર્ષ દરમિયાન પારિવારિક જવાબદારીઓ પર ધ્યાન આપવું પડશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. સંતાન તરફથી ખુશી મળશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો 2021માં લાંબા સમયથી પડેલા કામને પુરા કરશે. જીવનસાથી તમારા બધા કામમાં વર્ષ દરમિયાન સાથ આપશે. પરિવાર સાથે કોઈ અણબનાવ થઇ શકે છે. અંગત જીવનમાં લગાતાર ઉતાર-ચડાવ આવશે. પૈસા માટે આ વર્ષ સારું રહેશે. જો તમને નોકરી કરો છો તો તમને માન-સમ્માન અને તરક્કી મળશે. જો તમે ધંધો કરો છો તો તેમાં નફો મળશે. બાળકનો તણાવ તમે અમુક હદ સુધી તણાવ આપી શકે છે. વેપારમાં લાભ અને વિરોધીઓથી પરાજય થશે.

5. સિંહ – મ, ટ (Leo): આ વર્ષ નોકરી કરતા લોકોને સિનિયરનો સહયોગ મળશે. નવા વર્ષમાં પરિવાર સાથેનો સંબંધ રહેશે. ભાઈ-બહેન અને પરિવારજનો તરફથી ખુશી મળશે. બધા લોકો સાથે સારું રહેશે. પૈસા કમાવવાના ચક્કરમાં કોઈ ખોટો રસ્તો ના અપનાવો. જો તમે ધંધો કરો છો તો નફો મળી શકે છે. આ વર્ષ ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. નવેમ્બર મહિના તમારા માટે સારી ખબર લઈને આવશે. વ્યવહારમાં સૌમ્યતા રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો માટે આ વર્ષ બધી બાધાઓને દૂર કરીને પોતાનો માર્ગ બનાવવાની કોશિશ કરશે અને તેમાં તે કામયાબ રહેશે. જેટલી મહેનત કરશો તેટલું ફળ મળશે. હાર્ટ એટેકવાળા લોકોએ થોડું ધ્યાન રાખવું પડશે. વર્ષના અંતિમ સમયમાં સારી ખબર મળશે.તમારા સહકર્મીઓ સાથે કોઈ બોલચાલ ના કરો નહીં તો પરેશાની થઇ શકે છે. આ વર્ષે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશે. આ વર્ષ દરમિયાન તમારા જીવનસાથી પર કોઈ શકના કરો નહીં તો સંબંધ ખરાબ થઇ શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોને આ વર્ષે ભાગ્યનો સાથ મળશે. આખા વર્ષ દરમિયાન ફાયદો-ફાયદો થશે. ફેબ્રુઆરીમાં સંતાનને લઈને ચિંતા રહેશે. માર્ચ મહિનામાં પરિસ્થિતિ સારી રહેશે. જો તમે બિનજરૂરી ખર્ચ પર કાબુ રાખશો તો આ વર્ષ તમારા માટે ઉત્તમ રહેશે. આ વર્ષ દરમિયાન દિલ લગાવીને કામ કરો. આ વર્ષે પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. આ વર્ષ તમારો પ્રેમ સંબંધ મજબૂત થઇ શકે છે. વર્ષની શરૂઆતમાં સંબંધને લઈને સમસ્યા આવી શકે છે. આ વર્ષ દરમિયાન તમને પૈસાનો અભાવ નહીં રહે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો આ વર્ષ લાંબા સમયથી અટકેલા કામ પુરા કરશો. મિત્રો અને આસપાસના લોકો પર જરૂરીયાતથી વધુ ભરોસો હાનિકારક થઇ શકે છે. તમે તમારા જીવનસાથીને કારણે લાભ થઇ શકે છે. શેરબજાર અથવા તો પ્રોપટીમાં લગાડેલા પૈસા માટે આ વર્ષ ઉત્તમ છે. પરંતુ તેના પર નિયંત્રણ રાખવું પડશે. વૃદ્ધોને સમ્માન, સહયોગ અને ધન પ્રાપ્તિના પ્રબળ યોગ બની રહ્યા છે. મે મહિના બાદ તમારા સમય થોડો સારો રહેશે. જો ક્યાંય રોકાણ કરવું હોય તો આ મહિના બાદ જ કરો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન કામને લઈને સમ્માન મળશ. આ વર્ષ જેટલું જલદી બની શકે તેના જમીનથી જોડાયેલા કામ પુરા થઇ શકે છે જે તમારા માટે સારા રહેશે. તમારા સંબંધ સાચવી રાખવા માટે એકબીજાને સમજાવવાનો કોશિશ કરો અને સમજી વિચારીને કામ કરો. એક એવો પણ સમય આવશે જેનાથી તમારી વાતચીત બંધ થઇ શકે છે. જૂની બીમારી ફરીથી થઇ શકે છે. આ વર્ષના શરૂઆતના ત્રણ મહિના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકોને આ વર્ષ ગૃહસ્થ જીવનમાં મધુરતા આવશે. જૂનના મધ્યથી જુલાઈના અંત સુધી બધી જ વસ્તુ સારી લાગશે, અંગત લોકોથી કોઈ ફરિયાદ નહીં રહે. વર્ષના થોડા દિવસ દરમિયાન મુશ્કેલી વધી શકે છે. વેપારમાં ભાગીદાર સાથે અનેક તર્ક વિતર્ક થઇ શકે છે અને ધોખો પણ આપી શકે છે. સંતાનની પ્રગતિથી ખુશી મળશે. ઘરનો માહોલ સારો રહેશે. જો તમે નોકરી નોકરી કરો છો તો તમને માન સમ્માન મળશે અને પ્રમોશન પણ મળી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ વર્ષએ આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. આ વર્ષ તમારા માટે ખાટી-મીઠી યાદો વચ્ચે વીતી જશે. આ વર્ષ દરમિયાન કોઈ પણ રોકાણ કરી શકો છો. શેર બજારથી તમને ફાયદો થશે. હંમેશા દસ્તાવેજોને સાંભળીને રાખો જરા પણ લાપરવાહીથી ભારે જોખમ ઉઠાવવું પડી શકે છે. આ વર્ષ દરમિયાન દાંમ્પત્ય જીવનમાં મધુરતા આવશે. જો તમને જીવનસાથીને સાચો પ્રેમ કરો છો તો તેમની ભાવનાઓનું સમ્માન કરો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ વર્ષ દરમિયાન તમે વેપારમાં આગળ વધી શકશો. વિધાર્થીઓ તેના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકે છે. આજના દિવસે દ્રઢ ઈચ્છા શક્તિ અને સાહસી ગુણ આ વર્ષ તમને કામ આવશે. એપ્રિલ મહિનામાં શત્રુઓના ભયની સાથે આર્થિક લાભ થવાની શક્યતા છે. આજના દિવસે તમે જે ઈચ્છા રાખો છો તે તમે પુરી કરી શકશો. આ વર્ષ દરમિયાન તમારા લવ પાર્ટનર સાથેના સંબંધ સારા રહેશે. આ વર્ષ દરમિયાન તમે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.