બોલીવુડના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહરે બુધવારે તેના ઘરે એક શાનદાર પાર્ટીની અયોજન કર્યું હતું. જેમાં બોલીવુડના સેલેબ્સ અને સ્ટાર કિડ ઉમટી પડયા હતા. કરણ જોહરની આ પાર્ટીના તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
કરણ જોહર બુધવારે તેના જુડવા બાળકો યશ અને રુહીનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. કરણના આ બંને બાળકો 3 વર્ષના થ ચુક્યા છે. યશ અને રુહીના પ્રિ બર્થડેને સેલિબ્રેટ કરવા માટે કરીના કપૂર તેના પુત્ર તૈમુર, સોહા અલી ખાન તેની દીકરી ઇનાયા ખેમુ એકતા કપૂર તેના પુત્ર રવિ, અમૃતા સિંહ, આલિયા ભટ્ટ, ફરાહ ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સહીત બોલીવુડના સેલિબ્રિટીઓ પહોંચ્યા હતા.
સોશિયલ મીડિયામાં યશ અને રુહી જોહરનો એક વિડીયો સામે આવ્યો છે કે માં તૈમુર અને ઇનાયા પાર્ટીમાં એન્જોય કરતા જોવા મળે છે. તૈમુર બંને હાથમાં બોલ લઈને કૂદતો તો ઇનાયા મસ્તીના મૂડમાં નજરે આવ્યા હતા. આ વીડિયોએ યસ લાલ કલરનું હુડીમાં, રુહી પિંક આઉટફિટમાં તો તો તૈમુર બ્લુ આઉટફિટમાં નજરે આવ્યો હતો.
એકતા કપૂરના દીકરા રવિ પણ અલગ-આગ અંદાજમાં જોવા મળ્યો હતો.
અવેક મીડિયા રિપોર્ટ અનુસાર, પાર્ટીમાં શાહરુખ ખાનનો પુત્ર અબરામ ખાન, શાહિદ કપૂરની દીકરી મિશા કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન, નેહા ધુપિયાનની દીકરી મેહર ધૂપિયા પણ પહોંચ્યા હતા.
કર્ણ જોહર તેના બંને બાળકો સાથે ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતો રહે છે. કરણ જોહરે બાળકોના પહેલા બર્થડે પર લખ્યું હતું કે, મને અને મારી માતાને ય ભગવાને શાનદાર ગિફ્ટ આપી છે. જેનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું. હેપી બર્થડે રુહી અને યશ તમે અમારા માટે એક આશીર્વાદ છો.
જણાવી દઈએ કે, કરણ જોહરે 2017માં સેરોગેસીથી બંને બાળકોનો પિતા બન્યો હતો. યશ અને રૂહીનો ત્રીજો બર્થ ડે 7 ફેબ્રુઆરીએ છે. કરણે પહેલા બર્થ-ડે પાર્ટીને પ્રાઈવેટ રાખી હતી અને તેમાં ખૂબ જ અંગત લોકો જ શામેલ થયા હતા. ત્યારબાદ બીજા બર્થ-ડેમાં ગ્રાન્ડ પાર્ટી થઈ હતી અને હવે ત્રીજામાં પણ કંઈક આવી જ આશા છે.
કરણના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો ફિલ્મ ‘તખ્ત’ દ્વારા ફરી એકવાર ડિરેક્શનની ફિલ્ડમાં કમબેક કરી રહ્યો છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં રણવીર સિંહ, વિકી કૌશલ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, ભૂમિ પેંડણેકર અને અનિલ કપૂર જેવા સ્ટાર્સ જોવા મળશે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.