મનોરંજન

2019ની એ ખરાબ ફિલ્મો કે જેને જોઈને દર્શકોએ પોતાનું માથું પકડી લીધું, 9 નંબર જોવા કરતા ડૂબી મરવું સારું

વર્ષ 2019 ખતમ થઇ ગયું છે અને પોતાની સાથે ઘણી યાદો પણ છોડી રહ્યું છે. યાદો બે પ્રકારની હોય છે – સારી અને ખરાબ. ત્યારે આજે વાત કરીએ આ વર્ષની ખરાબ યાદો વિશે કે જે ફિલ્મો સાથે જોડાયેલી છે. આ વર્ષે ઘણી એવી ફિલ્મો આવી કે જેને જોઈને ઓફસોસ થયો કે આ ફિલ્મો કેમ જોવા ગયા અને આ ફિલ્મો કેમ બની હતી. તો આજે આપણે વાત કરીએ બોલિવૂડની 2019માં રિલીઝ થયેલી એવી દસ ફિલ્મો વિશે કે જેને આપણે ખરાબ ફિલ્મોની કેટેગરીમાં મૂકી શકીએ –

Image Source

1. રંગીલા રાજા –

18 જાન્યુઆરી 2019ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ રંગીલા રાજા વર્ષ 2019ની સૌથી વાહિયાત ફિલ્મોની યાદીમાં સૌથી મોખરે આવે છે. ફિલ્મોમાં કમબેક કરીને પોતાની પહેલાની ફિલ્મો જેવી જ ફિલ્મ કરવાની ગોવિંદાની આ એક નાકામ કોશિશ કહી શકાય. આ ફિલ્મ 90ના દાયકાના ઘસાયેલા ફોર્મ્યુલા પર બનેલી છે, જેમાં Metoo અને મહિલાઓનું મજાક ઉડાવવામાં આવ્યું. જોક્સ અને ડાયલોગ્સ પણ એટલા ખરા હતા કે એના પર મીમ્સ પણ બન્યા. પહલાજ નિહલાની સેન્સરબોર્ડના ચીફના પદ પરથી હટતા જ આ ફિલ્મ બનાવી, આ ફિલ્મની રિલીઝ પહેલા તેમાં ઘણા કટ લગાવવામાં આવ્યા. પહલાજ નિહલાનીએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને એમ પણ કહ્યું હતું કે લોકો નથી ઇચ્છતા કે ગોવિંદા સફળ થાય. આ બધુ કરવા છતાં ફિલ્મ કે ગોવિંદા સફળ ન થયા.

Image Source

2. કલંક –

17 એપ્રિલ 2019 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ કલંક કરણ જોહરનો ડ્રિમ પ્રોજેક્ટ હતી, આ ફિલ્મમાં ભારે-ભરખમ સ્ટાર-કાસ્ટ છે અને આઝાદીના બેકડ્રોપમાં ચાલતી લવસ્ટોરી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા લોકોને આ ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ હતી, પણ ફિલ્મની રિલીઝ પછી ખબર પડી કે આ તો સાચે જ કલંક છે. ફિલ્મ ખૂબ જ લાંબી અને ઘણા બધા કેરેક્ટર્સ, સુંદરતા અને ભવ્યતા પર ફોક્સ રહેવાના ચક્કરમાં ફિલ્મની ફીલ મરી ગઈ. ફિલ્મના ડાયલોગ્સે પણ દર્શકોને પકાવીને મૂકી દીધા. 21 વર્ષો બાદ ફિલ્મો પડદા પર આ ફિલ્મ દ્વારા સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી જોવા મળી પણ ફિલ્મ એવો કલંક સાબિત થઇ કે કરણ જોહર કોઈની સાથે નજર મિલાવવાને લાયક ન રહયા.

Image Source

3. સ્ટુડન્ટ ઓફ ધ યર 2 –

ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરની સિક્વલ 10 મે 2019 ના રોજ રિલીઝ થઇ, જે પહેલી ફિલ્મ કરતા વધુ ખરાબ અને એનબેરેબલ સાબિત થઇ. કોઈ પણ ફિલ્મમાં ટાઇગર શ્રોફને સ્ટુડન્ટ કેવી રીતે બતાવી શકાય? ઉપરથી આ ફિલ્મની એક્ટિંગ અને પરફોર્મન્સ આ ફિલ્મને વધુ કષ્ટદાયક બનાવી દે છે. ફિલ્મનો વાસ્તવિકતા સાથે કોઈ જ સંબંધ નથી, લવસ્ટોરીના સમીકરણો બદલીને ટાઇટલની આગળ 2 લગાવી દીધું અને ફિલ્મ બનાવી દીધી. આ ફિલ્મથી અનન્યા પાંડે અને તારા સુતરીયાએ ડેબ્યુ કર્યું હતું. કદાચ બંનેએ ‘દુર્ઘટના સે દેર ભલી’ કહેવત સાંભળી નહીં હોય.

Image Source

4. કબીર સિંહ –

21 જૂન 2019ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ કબીર સિંહ 2017માં આવેલી તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની ઓફિશિયલ રીમેક હતી. આ ફિલ્મ શાહિદ કપૂરની કારકિર્દીની સૌથી મોટી બોક્સઓફિસ સક્સેસ બાંઈપણ આ ફિલ્મ વાહિયાત ફિલ્મોની યાદીમાં સામેલ છે. આ ફિલ્મમાં કેરેક્ટરને ખૂબ જ ખરાબ રીતે દર્શાવવામાં આવ્યું હતું. ફિલ્મના કેરેક્ટર સાથે ખરાબ વ્યવહાર પણ દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સબસ્ટેન્સ દુરૂપયોગ બતાવવામાં આવ્યો છે, અને આ ફિલ્મના ડિરેક્ટરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જો કોઈ કપલ એકબીજા પર હાથ નથી ઉઠાવી શકતું, તો તેમની વચ્ચેનો કોઈ પ્રેમ જોવા નથી મળતો. હાલત તો ત્યારે ખરાબ હતી કે ગલીએ ગલીએ યુવકો કબીર સિંહ બનીને ફરતા હતા.

Image Source

5. અર્જુન પટિયાલા –

આ ફિલ્મનું નામ સાંભળીને કદાચ એવું લાગે કે આવી પણ કોઈ ફિલ્મ આવી હતી, પણ હા, આ ફિલ્મ જજમેન્ટલ હૈ કયાની સાથે રિલીઝ થઇ હતી. આ ફિલ્મને જોઈને એવું જ લાગી રહ્યું હતું કે આ ફિલ્મને કોઈએ પટિયાલા લગાવીને જ બનાવી છે કે શું? એક ફિલ્મ ઓછી અને વિડીયો ગેમ વધારે લગતી હતી. દિલ જીતવાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવેલી આ ફિલ્મ બે સાંજ સુધી પણ ન ચાલી. દરેક ડાયલોગને વન લાઈનર તરીકે વાપરવી અને ખૂબ જ નબળો સ્ક્રીનપ્લે આ ફિલ્મને પાણીમાં લઈને ચાલ્યો ગયો, જ્યાં આ ફિલ્મ ડૂબી ગઈ. આ ફિલ્મને રોહિત જુગરાજે ડિરેક્ટ કરી હતી, પણ આ ફિલ્મ તેમના હાથમાંથી નીકળી ગઈ.

Image Source

6. જબરીયા જોડી –

9 ઓગસ્ટ 2019ના રોજ આવેલી ફિલ્મ જબરીયા જોડી આ ફિલ્મનું નામ ખુદ જ જણાવી રહ્યું છે કે આ ફિલ્મ કેટલી જબરી બનાવવામાં આવી હતી. ફિલ્મનો કોન્સેપટ સારો હતો પણ એની પર ધ્યાન આપવાને બદલે ડિરેક્ટર પોતાની અલગ જ ફિલ્મ બનાવવા લાગ્યા. જેથી ફિલ્મ બગાડી ગઈ, હાલત બદલાઈ ગઈ, પણ સિદ્ધાર્થ મલ્હોત્રા ન બદલાયા. જબરીયા જોડી બિહારમાં થનારા પકડઉવા વિવાહની સામાજિક કુપ્રથા પર આધારિત હતી. પણ આ ફિલ્મ આ કુપ્રથાથી થોડી જ ઓછી ખરાબ હતી. ખરાબ એક્ટિંગ, લોજિકની કમી ફિલ્મની આડે આવી ગઈ. કમાલની વાત એ છે કે આનો આઈડિયા એક પત્રકારના દિમાગમાં ઉપજી હતી અને તેમને રિસર્ચ કરી અને આના પર એક વાર્તા લખી, પણ આ ફિલ્મને એ રિસર્ચ અને એ વાર્તાને ઘણી હાનિ પહોંચાડી.

Image Source

7. સાહો –

બાહુબલી બાદ આ પ્રભાસની આ આગામી ફિલ્મ હતી, જેને બનાવવામાં ખૂબ જ પૈસા અને ખૂબ જ સમય લાગ્યો હતો. આ ફિલ્મ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હતો, જેની પાસેથી ખૂબ જ આશાઓ હતી, પણ ફિલ્મ જયારે રિલીઝ થઇ ત્યારે ફિલ્મના નામ પર જોક બની ગઈ. ફિલ્મનું નામ સાહો નહિ પણ સહો હોવું જોઈતું હતું. આ ફિલ્મમાં ઘણા બધા ટ્વીસ્ટ અને ટર્ન્સ હતા, આ ફિલ્મ હોચપોચ સિવાય બીજું કશું જ ના બાઈ શકી. એક્શન સીન્સ સારા હતા પણ એક્શનને જસ્ટીફાઈ કરનાર કોઈ કારણ પણ ન હતું. ફિલ્મના કેટલાક સીન્સ પર ચોરીના આરોપો પણ લાગ્યા હતા. આ ફિલ્મમાં ભલે પ્રભાસ હોય પણ દર્શકોનું તો નુકશાન જ થયું, તેમના પૈસા અને સમય બંનેનો વ્યવ્ય હતી આ ફિલ્મ.

Image Source

8. પ્રસ્થાનમ –

બીજી તેલુગુ ફિલ્મની હિન્દી રીમેક ફિલ્મ પ્રસ્થાનમ, જે પોલિટિકિલ થ્રિલર, જેમાં રાજનીતિ જેવો ફેમિલી એંગલ હતો, સારી સ્ટારકાસ્ટ હતી, પણ સ્પીડમાં અને ખૂબ જ ઊંડાણમાં દેખાડવાના ચક્કરમાં ફિલ્મે પોતાના પગ પર જ કુહાડી મારી દીધી. ડાયલોગ્સ ચાણક્યના નામે વોટ્સએપ પર ફરતી લાઈનો જેવા હતા. આ ફિલ્મના ગીતો પણ ખાસ ન હતા. આ વર્ષમાં સંજય દત્તની બીજી ફ્લોપ ફિલ્મ રહી આ. આ ફિલ્મને સંજય દત્તે પોતાના પ્રોડક્શન હાઉસમાં બનાવી હતી, જેને એ જેલમાંથી નીકળ્યા બાદ ઉભું કરવા માંગતા હતા, પરંતુ આ ફિલ્મ ઊંધા માથે પડી અને સંજય દત્તની ઈચ્છા અધૂરી જ રહી ગઈ.

Image Source

9. હાઉસફુલ 4 –

25 ઓક્ટોબર 2019ના રોજ રિલીઝ થયેલુ આ ફિલ્મ બોલિવૂડની સૌથી સફળ કોમેડી ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે. આ ફિલ્મની શરૂઆતની 20-30 મિનિટમાં જ કંટાળી જવાય છે. આ ફિલ્મ ખરેખરમાં દિમાગનું દહીં કરે છે. આ ફિલ્મને જોતા સમયે મગજ ઘરે મૂકીને જાય તો ચાલે એવી આ ફિલ્મ હતી. મિસૉજિનિસ્ટિક જોક્સ છે અને આ ફિલ્મમાં થર્ડ જેન્ડરનો રેગ્યુલર વપરાશ છે. દર્શકો અફસોસ કરતા થિયેટરમાંથી બહાર નીકળ્યા હતા.

Image Source

10. મરજાવા –

15 નવેમ્બર 2019 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ મરજાવામાં સિદ્ધાર્થ મલ્હોત્રાને લીધો છે અને આ ફિલ્મ 80ના દાયકામાં જે મસાલાઓ પર ફિલ્મો બનતી હતી એ જ મસાલો વાપરીને ફિલ્મ બનાવી દીધી. આ ફિલ્મના ડાયલોગ્સ સાંભળીને તમારા કાન વાગવા લાગશે. ફિલ્મનું એક્શન જોઈને જરા પણ નહિ લાગે કે આ ફિલ્મ 2019માં બની હતી. આ ફિલ્મનો હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા અને હિરોઈન તારા સુતરીયા હતી એટલે એક્ટિંગની વાત તો કરવી જ શું? ફિલ્મની રિલીઝ પછી ફિલ્મની વાર્તાથી લઈને પરફોર્મન્સ, એડિટિંગ બધી જ વસ્તુને ઝાટકી કાઢવામાં આવી.

ઠાકરે અને પીએમ નરેન્દ્ર મોદી જેવી ફિલ્મોને તો આપણે માત્ર પ્રોપગેન્ડા જ માની છે. તેમને આ લિસ્ટમાં જગ્યા આપવામાં નથી આવી. પણ જયારે આ વર્ષની ખરાબ ફિલ્મોની વાર કરીએ ત્યારે ઓછામાં ઓછું આ ફિલ્મોનું નામ તો આવવું જ જોઈએ. અને સાથે જ સલમાન ખાનની દબંગ 3થી આપણે આ વર્ષ પૂરું કરી રહયા છીએ.