શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે સાથે સાથે શનિદેવ ક્રોધના દેવતા પણ છે, શનિદેવથી સૌ કોઈ ડરતું હોય છે અને હંમેશા તેમને પ્રસન્ન રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે, શનિદેવને પ્રસન્ન રાખવામાં માટેનો એકે જ સૌથી સરળ ઉપાય છે, કોઈની સાથે અન્યાય ના કરવો, સાથે જ કેટલાક એવા કામ પણ છે જેના કારણે શનિદેવની કૃપા મેળવી શકાય છે અને શનિના દોષમાંથી બચી શકાય છે.

શનિદેવની પૂજન વિધિ શનિવારના દિવસે આ પ્રમાણે કરવી:
- સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નહિ ધોઈ ચોખ્ખા કપડાં પહેરીને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું.
- લોખંડથી બનેલી શનિદેવની મૂર્તિને પંચમૂર્ત દ્વારા સ્નાન કરાવવું.
- સ્નાન કરાવ્યા બાદ ચોખાથી બનાવેલા ચોવીસ દળના કમળ ઉપર તે મૂર્તિને સ્થાપિત કરાવી.
- ત્યારબાદ કાળા તલ, ફૂલ, ધૂપ, કાળા વસ્ત્રો અને તેલ જેવી વસ્તુઓથી તેમની પૂજા કરવી
- પૂજા કરતી વખતે શનિદેવના આ દસ નામનું પણ ઉચ્ચારણ કરવું: કોણસ્થ, કૃષ્ણ, પિપ્પલા, સૌરી, યમ, પિંગલો, રોદ્રોતકો, બભ્રુ, મંદ, શનૈશ્વર
- શનિદેવની પૂજા કર્યા બાદ પીપળાના વૃક્ષના થડ ઉપર સુતરના દોરાથી પરિક્રમા કરવી.
- ત્યારબાદ શનિદેવનો મંત્ર બોલતા પ્રાર્થના કરવી. शनैश्चर नमस्तुभ्यं नमस्ते त्वथ राहवे। केतवेअथ नमस्तुभ्यं सर्वशांतिप्रदो भव॥

શનિવારના દિવસે આ કામ ક્યારેય ના કરવા:
- જો તમે પણ શનિદેવની વિશેષ કૃપા પામવા માંગતા હોય તો શનિવારના દિવસે કેટલાક કામો ના કરવા જોઈએ જેમાં નખ કાપવા, વાળ કપાવવા, આ કામથી શનિદેવ નારાજ થઇ શકે છે.
- શનિવારના દિવસે જેટલું બની શકે એટલું દાન કરવું, મંદિર ઉપરાંત પણ જે વ્યક્તિને જરૂરિયાત હોય તેવા વ્યક્તિને સામાનનું દાન કરવું.
- શનિદેવને પ્રાણીઓ સાથે પ્રેમ છે માટે પ્રાણીઓને પણ ક્યારેય નુકશાન ના પહોંચાડવું તેમજ શનિવારે ગાય, કુતરા બકરી જેવા પશુઓને રોટલી ખવડાવી.
- શનિવારના દિવસે લોખંડની ખરીદી ના કરવી જોઈએ.