ખબર

નાનકડા ટપકા જેવડા દેશથી આખી દુનિયા કેમ થર થર કાંપે છે? આપણે શું શું શીખી શકીએ ? જાણો

દુનિયામાં સૌથી નાનો દેશઃ એક માત્ર યહુદીઓનો દેશ- રસપ્રદ માહિતી

પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા ફિલિસ્તીન ઓટોમન સામ્રાજ્યનો એક જિલ્લો હતો. પહેલા વિશ્વ યુદ્ધમાં ઓટોમન સામ્રાજ્યને બ્રિટેન અને તેના સહયોગિયોથી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા વિશ્વ યુદ્ધ બાદ ફિલિસ્તીન બ્રિટેનના નિયંત્રણ આવ્યું, ત્યારે સમસ્યા બાદ વધુ જટિલ બની શકે છે. આ વિસ્તારમાં અરબી રહે છે અને યહુદી પણ રહેવા ઇચ્છતા હતા.

હજારો વર્ષ પહેલાથી યહુદીઓના વિસ્તારથી ઐતિહાસિક અને ધાર્મિક સંબંધ રહ્યો છે. તે માને છે કે, તેમને ફિલિસ્તીનની વિસ્તારમાં રહેવાનું ઇશ્વરીય હક છે. 20મી સદીની શરુઆતમાં હજારો યહુદી ઇઝરાઇલ બનતા પહેલાથી આ વિસ્તારમાં આવવા લાગ્યા હતા. યુરોપ અને રુસમાં રહેતા યહુદીઓને યહુદી હોવાના કારણે યાતના સહન કરવી પડી હતી. બીજા વિશ્વ યુદ્ધમાં નાજીયોનો યહુદીઓ પર અત્યાચાર બાદ મોટી સંખ્યામાં યહુદીઓ આ વિસ્તારમાં એટેલે રે ઇઝરાઇલમાં આવી ગયા.

ઇઝરાઇલ દુનિયાનો એક માત્ર યહુદી દેશ છે. જેની કુલ આબાદી 85 લાખ છે. એટલે કે ભારતના બેંગ્લોર જેટલી જ સંખ્યા છે તેટલી જ ઇઝરાઇલ દેશની કુલ વસ્તી છે. ફિલિસ્તીન તૂટીને ઇઝરાઇલ દેશ બન્યો હતો. 19મી સદીમાં ફિલિસ્તીનમાં 87% મુસ્લિમ, 10% ઇસાઇ અને 3% યહુદીઓ છે. 1900માં યહુદીઓએ અલગ રાષ્ટ્રની માંગ કરી હતી.

ફિલિસ્તીન પર બ્રિટેન શાસન દરમિયાન અંગ્રેજોના ફૂટ પાડોને રાજ કરો નીતી હેઠળ યહુદીઓ માટે અલગ દેશની માંગનું સમર્થન કર્યું. 1948માં ફિલિસ્તીનના વિભાજનની સાથે ઇઝરાઇલનો જન્મ થયો પરંતુ ઇઝરાઇલ અને ફિલિસ્તીનનો વિવાદ આજે પણ ખતમ થયો નથી.

ઇઝરાઇલ દુનિનાનો 100મો સૌથી નાનો દેશ છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ઇઝરાઇલ જેવા 19 દેશ એક અલગ જ ઓળખ બનાવે છે. ઇઝરાઇલ યહુદી દેશ છે. દુનિયામાં આ એક એવો દેશ છે જ્યાં બાળકો જન્મ લેતા જ તે ઇઝરાઇલની નાગરિકતા મળી જાય છે. ભલેને પછી તે બાળકોનો જન્મ કોઇ પણ દેશમાં કેમ ન થયો હોય…બીજી છૂટ એ છે કે યહુદી કોઇપણ દેશમાં રહેતા હોય તે જ્યારે ઇચ્છે ત્યારે તે ઇઝરાઇલ આવીને કાયમ માટે વસી શકે છે.

જો કોઇ યહુદી બાળકે ભારતમાં જન્મ લીધો છે તો તે તરત જ ઇઝરાઇલનો જ નાગરિક બની જાય છે. ઇઝરાઇલમાં અત્યારે 74 ટકા યહુદીઓ વસ્તી ધરાવે છે. ઇઝરાઇલમાં યહુદી ઉપરાંત અરબ મૂળના લોકો જોવા મળે છે. ભારતમાં યહુદીઓની વસ્તી 6 હજાક છે. યહુદીઓ મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પૂર્વના રાજ્યમાં જોવા મળે છે.

દુનિયામાં ઇઝરાઇલના શક્તિશાળી સૈન્ય દેશ તરીકે માનવામાં આવે છે. ઇઝરાઇલમાં મહિલાઓ માટે પણ સૈન્યમાં કામ કરવા અનિવાર્ય છે. 85 લાખ વસ્તી ધરાવતા દેશમાં લગભગ 30 લાખ સૈનિક છે. જેટલા જ પુરુષો સેનામાં કામ કરે છે તેટલી જ મહિલાઓ પણ કામ કરે છે. 30 લાખની સેનામાં લગભગ 15 લાખ મહિલા તો 15 લાખ પુરુષ સૈનિકો છે.

15 વર્ષની ઉંમરે ઇઝરાઇલમાં બાળકોની આર્મી ટ્રેનિંગ શુરુ થઇ જાય છે. હાઇ સ્કૂલના ભણતર પૂરી કર્યા બાદ ફરજીયાત રીતે મિલેટ્રી જોઇન કરવી પડે છે. છોકરાઓ 3 વર્ષ અને છોકરીઓ 2 વર્ષ સુધી સેનામાં કામ જરુરી હોય છે. કહેવામાં આવે છે કે, ઇઝરાઇલના ઘરોમાં ઘાતક હથિયાર હોય છે. પરિવારના દરેક સદસ્યને હથિયાર ચલાવતા આવડે છે. મહિલાઓ કેવુ પણ પહેરે પરંતુ હથિયાર સાથે લઇને ચાલે છે.

ડ્રોન તો ઘણા દેશો પાસે છે પરંતુ ડ્રોનનો બાપ ઇઝરાઇલ પાસે છે. ટીપી હેરોન ડ્રોન નામ છે. ઇઝરાઇલનું ડ્રોન એક ટન વજન ઉઠાવીને 45 હજાર ફૂટની ઊંચાઇ સુધી ઉડાન ભરી શકે છે. સતત 30 કલાક ઉડાન ભરી શકે છે. પીએમ મોદી જ્યારે ઇઝરાઇલ ગયા હતા ત્યારે ભારતને ઇઝરાઇલે આ પ્રકારના 10 ડ્રોન આપ્યા હતા.

પર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલ કહે છે કે, ભારતની વિદેશ નીતિમાં પોતાના કોઇ દબાવ કામ કરતુ નથી. એક અહેવાલ અનુસાર, ભારત ઇઝરાઇલ પ્રેમ અરબ દેશોની ઉપેક્ષા કરી શકતા નથી. વાણિજ્ય મંત્રાલયના આંકડા દ્વારા સમજી શકાય છે. વ્યવસાય, સુરક્ષા, ઉર્જા અને રાજનૈતિક હિતો દ્વારા મધ્ય-પૂર્વ ભારત માટે ખુબ જ ખાસ છે. ભારતના વાણિજ્ય મંત્રાલય અનુસાર, 2016-17માં અરબ દેશોથી ભારતનો વ્યાપાર 121 અરબ ડોલરનો રહ્યો હતો.

આ ભારતની કુલ વિદેશી વ્યાપારની 18.25 ટકાનો ભાગ છે. તો ઇઝરાઇલ સાથે ભારતનો વ્યાપાર પાંચ અરબ ડોલરનો છે, જે ભારતના કુલ વ્યાપાર એક ટકા ભાગ પણ નથી. ભારતનું ઇઝરાઇલની સાથે સુરક્ષા સંબંધ વધુ મજબૂત છે જ્યારે અરબનો દેશ રોજગાર, વિદેશી મુદ્રા અને ઉર્જા માટે મહત્વપૂર્ણ છે.