અચાનક લાગેલા આ લોકડાઉનના કારણે ઘણા લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા અને આ લોકડાઉન પણ લાંબુ ચાલવાના કારણે તેમની રોજી રોટી પણ છીનવાઈ ગઈ, હવે આ સમય દરમિયાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામ કરતા મજૂરોને પોતાના વતન જવા માટેની ઈચ્છા થઇ અને ઘણા લોકો ચાલીને, ટ્રકો પાછળ લડાઈને કે કોઈએ નરીતે પોતાના વતન પહોંચવા માંગતા હતા. આવામાં ઘણા લોકોને ઘણી મજબૂરીઓનો પણ સામનો કરવો પડયો, આજસુધી જે કામ નહોતું કર્યું તે પણ કરવાનો સમય આવ્યો.

આવી જ એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં એક વ્યક્તિને સાયકલ ચોરવાની ફરજ પડી, પરંતુ એ ચોરે સાયકલ ચોરવાની સાથે એક ચિઠ્ઠી પણ લખીને ત્યાં મૂકી, જેના શબ્દો હૃદયને સ્પર્શી જાય એવા છે. આ ચિઠ્ઠી સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહી છે.

આ ઘટના બની છે રાજસ્થાનના ભરતપુર મથુરા માર્ગ પાર સ્થિત સહનાવલી ગામમાં. જ્યાં આ ગામના રહીશ સાહબ સિંહની એક સાયકલ ચોરી થઇ ગઈ. પોતાની સાયકલ ચોરી થવાના કારણે તે નિરાશ થઇ ગયા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવા માટે જતા હતા ત્યાં જ તેમને એક ચિઠ્ઠી મળી. અને ચિઠ્ઠી વાંચી તે ભાવુક થઇ ગયા, અને ફરિયાદ લખાવવાનું માંડી વાળ્યું.

એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે : “નમસ્તે જી, હું તમારી સાઇકલ લઈને જઈ રહ્યો છું, થઇ શકે તો મને માફ ક્રીઓ દેજો કારણ કે મારી પાસે કોઈ સાધન નથી, મારુ એક બાળક છે જેના માટે મારે આમ કરવું પડ્યું છે. કારણ કે તે દિવ્યાંગ છે. ચાલી નથી શકતો, અમારે બરેલી સુધી જવાનું છે. તમારો ગુનેગાર, એક યાત્રી મજદૂર અને મજબુર. મહોમ્મદ ઇકબાલ ખાન. બરેલી.”

આ ચિઠ્ઠી વાંચતા જ સાહબ સિંહ પણ ભાવુક થયા, સોશિયલ મીડિયામાં પણ આ ચિઠ્ઠી ખુબ ફેલાઈ રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.