ખબર

દીકરીઓને ટોકરીમાં બેસાડીને લઇ જઈ રહ્યો હતો મજુર બાપ, પોલીસે જે કર્યું એવી આશા નહોતી

કોરોના વાયરસને લીધે પુરી દુનિયામાં લોકડાઉંન જાહેર કરવામાં આવેલું છે. જેને લીધે કામ ન મળવાને લીધે મજુર લોકો પોતાના ઘરે જવા માટે મજબુર બની ગયા છે. વાહનો પણ ન મળવાને લીધે મજુર લોકો પગપાળા ચાલીને, બળદગાડા કે સાઇકલ દ્વારા ઘરે પહોંચવા માટે મજબુર થઇ ગયા છે.

Image Source

એવામાં એક આવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં એક મજુર પિતા કડકડતા તડકામાં પોતાના બંને બાળકોને પારણામાં રાખીને ખમ્ભા પર લાદીને લઇ જઈ રહ્યા હતા. આ મજુર પોતાના બાળકો માટે શ્રવણ કુમાર બન્યા હતા.

Image Source

આ મજુર પિતાનો વિડીયો ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, અને લોકો દ્વારા શેર પણ કરવામાં આવી રહ્યો છે. તસ્વીર આંધ્રપ્રદેશના કુર્નુલ જિલ્લાની છે. તસ્વીરમાં દેખાઈ રહ્યું છે કે આ વ્યક્તિ પોતાની બંન્ને દીકરીઓને ત્રાજવામાં બેસાડીને પોતાના ખમ્ભા પર લાદીને જઈ રહ્યો છે તેની આજુબાજુ અન્ય લોકો અને અમુક પોલીસકર્મીઓ પણ દેખાઈ રહ્યા છે.

Image Source

એવામાં એક કોન્સ્ટેબલે આ પરિવાર માટે પહેલા તો તેઓના ભોજનની વ્યવસ્થા અને તેઓને રોકાવાની પણ વ્યવસ્થા કરી આપી હતી, જેના પછી તેઓના માટે વાહનની વ્યવસ્થા પણ કરી આપી હતી. આ કોન્સ્ટેબલ પોતાના આ ઉમદા કામ માટે ચર્ચામાં આવી ગયા છે અને લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

Image Source

રિપોર્ટના આધારે આ મજુર પિતા છત્તીસગઢના રહેનારા છે એન તેનું નામ બિહારી જણાવવામાં આવ્યું છે. તે આંધ્રપદેશમાં મજુર તરીકે કામ કરતા હતા અને પોતાના પરિવારના આઠ સભ્યો સાથે ઘરે જવા માટે નીકળા હતા.

Image Source

જણાવી દઈએ કે મોટાભાગના રોજગાર ઠપ થઇ જવાથી વધારે સમસ્યા ગરીબ લોકો અને મજુર વર્ગને આવી રહી છે. લોકડાઉનને લીધે કામ બંધ થઈ જવાથી લાખો મજૂરોની રોજી રોટી પણ છીનવાઇ ગઇ છે, એવામાં મજૂરો પોત-પોતાના ઘરે જવા માટે મજબુર બની ગયા છે.