લેખકની કલમે

મહિલા દિવસ સ્પેશિયલ – નારી તું નારાયણી, તું હી સુંદર, તું હી સહજ ને તું જ છે શક્તિ!! આજના નારી દિવસ નિમિતે દરેક નારીને સમર્પિત…!!

ભારતીય સંસ્કૃતિમાં નારીનાં સમ્માન ને ખૂબ મહત્વ આપવામાં આવ્યુ છે. સંસ્કૃતમાં એક શ્લોક છે ‘યસ્ય પૂજ્યંતે નાર્યસ્તુ તત્ર રમન્તે દેવતા:’ અર્થાત, જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવતા નિવાસ કરે છે. પણ હાલમાં જે દશા દેખાઈ રહી છે, તેમા નારીનું દરેક જગ્યા એ અપમાન થતું જઈ રહ્યુ છે. તેને ‘ભોગની વસ્તુ’ સમજીને માણસ ‘પોતાની રીતે’ ‘ઉપયોગ’ કરી રહ્યા છે. આ ખૂબ ચિંતાજનક વાત છે. પણ આપણી સંસ્કૃતિને બનાવી રાખતા નારીનું સમ્માન કેમ કરવું જોઈએ ના પર વિચાર કરવો આવશ્યક છે.

માતાનું હમેંશા સમ્માન હોય
મા નો અર્થ માતાનાં સ્વરૂપમાં નારી, ધરતી પર પોતાના સૌથી પવિત્રતમ રૂપમાં છે. માતા એટલે જનની.મા ને ઈશ્વર થી પણ વધારે માનવામાં આવ્યા છે, કારણ કે ઈશ્વરની જન્મદાત્રી પણ નારી જ રહી છે. મા દેવકી(કૃષ્ણ) તેમજ મા પાર્વતિ (ગણપતિ/કાર્તિકેય) નાં સંદર્ભમાં આપણે જોઈ શકીએ છીએ.

પણ બદલાતા સમયનાં હિસાબથી સંતાનોએ પોતાની માતાને મહત્વ આપવાનું ઓછું કરી દીધુ છે. આ ચિંતાજનક પહેલુ છે. બધા ધન લિપ્સા અમે પોતાના સ્વાર્થમાં ડૂબતા જઈ રહ્યા છે. પણ જન્મ દેનાર માતાનાં સ્વરૂપમાં નારીનું સમ્માન અનિવાર્ય રૂપથી થવુ જોઈએ જો વર્તમાનમાં અોછુ થઈ રહ્યુ છે. આ સવાલ આજકાલ યક્ષપ્રશ્ન માફક ચોતરફ પગ પસારતા જઈ રહ્યા છે. આ વિષયમાં નવી પેઢીએ અવલોકન કરવું જોઈએ.

બાજી મારી રહી છે છોકરીઓ
જો આજકાલની છોકરીઑ પર નજર નાખીએ તો આપણે જાણીએ છીએ કે છોકરીઑ આજકાલ ખૂબ બાજી મારી રહી છે. તેને દરેક ક્ષેત્રમાં આગળ વધતી જોઈ શકાય છે.વિભિન્ન પરિક્ષાઑની મેરિટ લિસ્ટમાં છોકરીઑ ઝડપથી આગળ વધી રહી છે.કોઈક સમયે તેને નબળી સમજવામાં આવતી હતી,પરંતુ એમને પોતાની મહેનત અને મેઘા શક્તિનાં દમ પર દર ક્ષેત્રમાં પ્રવિણતા અર્જિત કરી લીધી છે.અેમનીા પ્રતિભાનું સમ્માન કરવામાં આવવુ જોઈએ. .

ખભ્ભાથી ખભ્ભા મેળવીને ચાલે છે નારી
નારીનું આખુ જીવન પુરુષ સાથે ખભ્ભાથી ખભ્ભો મેળવીને ચાલવામાં જ વિતી જાય છે.પહેલા પિતાની છત્રછાયામાં તેનુ બાળપણ વિતે છે.પિતાનાં ઘરમાં પણ તેને કામકાજ કરવાનું હોય છે અને સાથે જ ભણવાણુ પણ ચાલુ રાખવાનું હોય છે.તેનો આ ક્રમ લગ્ન સુધી ચાલતો રહે છે.

તેને આ દરમિયાન ઘરના કામકાજ સાથે લખવા વાંચવાની બેવડી જવાબદારી નિભાવવાની હોય છે,જ્યારે કે આ દરમિયાન છોકરાઑને લખવા વાંચવા સિવાય બિજુ કશુ કામ નથી હોતુ.અમુક નવયુવાન તો ઠીકથી ભણતા પણ નથી.જોકે તેને તેના સિવાય બિજુ કાઈ કામ જ નથી રહેતુ.એ નજરથી જોવામાં આવે ,તો નારી સદાય પુરુષનાં ખભ્ભાથી ખભ્ભો મેળવીને તો ચાલે જ છે,સાથે જ તેનાથી વધારે જવાબદારીઑનુ નિર્વહન પણ કરે છે.નારી આ રીતે સમ્માનનીય છે.

લગ્ન પછી
લગ્ન પછી તો મહિલાઓ પર ખૂબ ભારે જવાબદારીઓ આવી જાય છે. પતિ, સાસુ-સસરા, દેર, નણંદની સેવા પછી તેની પાસે પોતાના માટે સમય નથી બચતો. તે ખેતરનાં બળદની માફક ઘર-પરિવારમાં જ ખટતી રહે છે. સંતાનના જન્મ બાદ તો તેમની જવાબદારી વધારે વધી જાય છે. ઘર પરિવાર, ચૌકા ચૂલામાં ખટનામાં જ સામન્ય મહિલાનું જીવન કેમ વિતી જાય છે, ખબર જ નથી પડતી. ઘણીવાર એ પોતાના અરમાનોનું પણ ગળુ દબાવી દે છે ઘર પરિવાર માટે. તેને એટલો પણ સમય નથી મળી શકતો કે એ પોતાના માટે જીવે. પરિવાર માટે પોતાનું જીવન હોમી દેવામાં ભારતીય મહિલા સૌથી આગળ છે. પરિવાર પ્રત્યે એમનો આ ત્યાગ એમને સમ્માનનાં અધિકારી બનાવે છે.

બાળકોમાં સંસ્કારનું સિંચન
બાળકોમાં સંસ્કાર ભરવાનું કામ માના રૂપમાં નારી દ્વારા જ કરવામાં આવે છે. આ તો આપણે સૌ બાળપણથી જ સાંભળતા આવીએ છીએ કે બાળકોની પ્રથમ ગુરુ મા હોય છે. માનુ્ વ્યકિત્વ કૃતિત્વનું બાળકો પર સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની અસર પડે છે.

ઈતિહાર ઉઠાવીને જોઈએ તો પુતળીબાઈએ ગાંધીજી અને જીજીબાઈએ શિવાજી મહારાજમાં શ્રેષ્ઠ સંસ્કારનું બિજરોપણ કર્યુ હતુ. જેનું પરિણામ છે કે શિવાજી મહારાજ અને ગાંધીજીને આપણે આજ પણ એમના શ્રેષ્ઠ કર્મોનાં કારણે આજપણ જાણીએ. એમનું વ્યકિતત્વ વિરાટ અને અનુપમ છે. સારા સંસ્કાર આપીને બાળકને સમાજમાં ઉદાહરણ બનાવવુ, નારી જ કરી શકે છે. એટ્લે નારી સમ્માનનીય છે.

અભદ્રતાની પરાકાષ્ઠા

આજકાલ મહિલાઓ સાથે અભદ્રતાની પરાકાષ્ઠા થઈ રહી છે. આપણે રોજ પેપરમાં અને ન્યુઝ ચેનલમાં વાંચી અને જોઈએ છીએ કે મહિલાઓ સાથે છેડછાડ કરવામાં આવી કે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. આ નૈતિક પતન જ કહેવામાં આવશે. કદાચ જ કોઈ દિવસ જાય છે,જ્યારે મહિલાઑ સાથે કરવામાં આવેલ અભદ્રતાનાં સમાચાર ન હોય.

શું કારણ છે આનું? પ્રિંટ અને ઈલેકટ્રોનિક મિડિયામાં દિવસ પર દિવસ અશ્લિલતા વધતી જઈ રહી છે. આનુ નવયુવાનોનાં મન મસ્તક પર ખૂબ ખરાબ અસર પડે છે. તે તેના ક્રિયાન્યવન પર વિચાર કરવા લાગે છે. પરિણામ થાય છે દિલ્હી ગેંગરેપ જેવા જધન્ય અને ઘૃણિત અપરાધ.નારીનું સમ્માન અને તેની અસ્મિતાની રક્ષા પર વિચાર કરવો ખૂબ જરૂરી છે, સાથે જ તેના સમ્માન અને અસ્મિતાની રક્ષા કરવી પણ જરૂરી છે.

અશાલીન વસ્ત્ર પણ છે એક કારણ

કતિપય ‘આધુનિક’ મહિલાઓનો પહેરવેશ પણ શાલીન નહોતો હોતો. આ વસ્ત્રોનાં કારણે પણ યૌન અપરાધ વધતા જઈ રહ્યા છે. એ મહિલાઓનું વિચારવુ કાંઈક અલગ રીતે હતુ઼. એ વિચારતા કે અમે આધુનિક છીએ. આ વિચાર ઉચિત ન કહી શકાય. અપરાધ થવા એ વાત ઉભરીને સામે નથી આવી શકતી કે એમના વસ્ત્રોને કારણે આ અપરાધ પ્રેરિત થયો છે.

ઈતિહાસથી

દેવી અહિલ્યાબાઈ હોલકર, મધર ટેરેસા, ઈલા ભટ્ટ, મહાદેવી વર્મા, રાજકુમારી અમૃત કૌર, અરૂણા આસફ અલી, સુચેતા કૃપલાની અને કસ્તૂર બા ગાંધી વગેરા જેવા અમુક પ્રસિદ્ધ મહિલાઓએ પોતાના મન વચન અને કર્મથી આખ જગત સંસારમા પોતાનુ નામ રોશન કર્યુ છે. કસ્તૂરબા ગાંધીએ મહાત્મા ગાંધીનો ડાબો હાથ બની એમના ખભ્ભાથી ખભ્ભો મેળવી દેશને આઝાદ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ઈંદિરા ગાંધીએ પોતાના દ્રઢ સંકલ્પનાં દમ પર ભારત અને વિશ્વ રાજનિતીને પ્રભાવિત કરી છે. એમને લોહ મહિલા એમજ નથી કહેવામાં આવતા. ઈંદિરા ગાંધીએ પિતા,પતિ અમે પુત્રનાં નિધન છતા હોંસલો ન ગુમાવ્યો. મજબૂત ચટ્ટાન માફક તે પોતાના કાર્યક્ષેત્રમાં કાર્યરત રહ્યા. અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન તો એમને ‘ચતુર મહિલા’ પણ કહેતા હતા, કેમ કે ઈંદિરાજી રાજનિતી સાથે વાક ચાતુર્યમાં પણ માહેર હતા.

અંતમાં
અંતમાં આપણે આ જ કહેવુ ઠીક રહેશે કે આપણે દરેક મહિલાનું સમ્માન કરીએ. અવહેલના, ભૃણ હત્યા અને નારીનુ મહત્વ ન સમજવાનું પરિણામ સ્વરૂપ મહિલાઓની સંખ્યા પુરુષની સરખામણી એ ડધી પણ નથી રહી. માણસે એ ન ભૂલવુ જોઈએ,કે નારી દ્વારા જન્મ આપ્યા જવા પર જ તે દુનિયામાં અસ્તિત્વ બનાવી શક્યા છે અને અહી સુધી પહોચ્યા છે. તેને ઠુકરાવી કે અપમાન કરવુ સાચુ નથી. ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને દેવી, દુર્ગા અને લક્ષ્મી વગેરા યથોચિત સમ્માન આપવામાં આવ્યુ છે તો તેમને ઉચિત સમ્માન આપવુ જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks