આ મહિલાને છે લાંબી લાંબી દાઢી મૂછ, આવી ગઈ ચર્ચામાં.. કહ્યું “મારે એક બે નહિ પણ પાંચ-પાંચ છે બોયફ્રેન્ડ… જુઓ શું કહ્યું બીજું ?

પરણિત હોવા છતાં પણ 4 બોયફ્રેન્ડ, દાઢી મૂછ વાળી આ મહિલાની કહાની છે ખુબ જ રોચક, વર્લ્ડ રેકોર્ડ બનાવવાથી છે એક કદમ દૂર.. જુઓ

સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ઘણા શારીરિક તફાવતો છે. આમાંથી એક દાઢી અને મૂછ છે. સામાન્ય રીતે પુખ્ત પુરુષોના ચહેરા પર દાઢી અને મૂછ હોય છે. જ્યારે મહિલાઓમાં આવું થતું નથી. પરંતુ હાલમાં જ એક મહિલા સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ મેળવી રહી છે, જેના ચહેરા પર દાઢી અને મૂછ જોવા મળી રહી છે. આ 37 વર્ષીય મહિલાએ પોતાના અંગત જીવન વિશે ખુલાસો કર્યો છે. (Image Credit: JESSA THE BEARDED LADY/ instagram)

મહિલાનું કહેવું છે કે તે હાલમાં પાંચ લોકો સાથે બહુચર્ચિત સંબંધોમાં છે અને અદ્ભુત જીવન જીવી રહી છે. આ મહિલા સોશિયલ મીડિયા પર ‘Jessa The Bearded Lady’ તરીકે જાણીતી છે, જ્યારે તેનું અસલી નામ જેસિકા ડી Czerwinski છે. જેસિકા વિશ્વની સૌથી લાંબી દાઢી ધરાવતી મહિલા બનવાથી માત્ર થોડા જ પગલાં દૂર છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ વિવિયન વ્હીલરની દાઢી તેના કરતા માત્ર સાડા ચાર ઈંચ લાંબી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જેસિકા પાંચ લોકો સાથે સંબંધોમાં છે, પરંતુ તેણે કાયદેસર રીતે માત્ર એક જ સાથે લગ્ન કર્યા છે. જેસિકાના એક પાર્ટનરનું તેમના સંબંધો વિશે કહેવું છે, ‘અમે એકબીજાને પૂરા દિલથી સપોર્ટ કરીએ છીએ. એટલા માટે તેઓ લાંબા સમયથી સાથે છે. તેમને લાગે છે કે બહુવિધ સંબંધમાં આવ્યા પછી જીવન સાહસથી ભરેલું છે.

જેસિકા કહે છે કે તેનું જીવન સરળ નથી. યુવાનીમાં તેણે ઘણો સંઘર્ષ કર્યો છે. ઘણીવાર લોકો તેનો બહિષ્કાર કરતા અને ટ્રોલ કરતા. તેણીએ ઘરેલુ હિંસાનો પણ સામનો કરવો પડ્યો હતો અને મજબૂરીમાં લગ્ન ગોઠવી દીધા હતા, પરંતુ હવે તેણીના જીવનમાં થોડો સુધારો થયો છે. જે વસ્તુઓના કારણે જેસિકાને ચીડવવામાં આવતી હતી, તેને તેણે પોતાની તાકાત બનાવી હતી.

ખરેખર, જેસિકા પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ અને ફાઈબ્રોમીઆલ્જિયાથી પીડિત છે, જેના કારણે મહિલાઓના શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે. બીજી તરફ ફાઈબ્રોમીઆલ્જીઆ હાડકાંને નુકસાન પહોંચાડવાની સાથે કેન્સર જેવી સમસ્યાઓનું કારણ બને છે.

Niraj Patel