પોતાના ખાસ મિત્રની પત્ની સાથે જ પ્રેમ કરી બેઠી મહિલા, જીજાજીને સમલૈંગિક સંબંધો વિશે જાણ કરતા જ કર્યું એવું કે…
છેલ્લા ઘણા સમયમાં સમલૈંગિક જોડાઓની ઘણી કહાનીઓ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહી છે. જેમાં ઘણા આવા સમલૈંગિક કપલોએ લગ્ન પણ કરી લીધા છે. પરંતુ હાલ એક એવી કહાની વાયરલ થઇ રહી છે જેને લોકોને પણ હેરાન કરી દીધા છે. લગ્નના થોડા મહિના પછી એક મહિલાને તેના પતિ સાથે અણબનાવ થયો હતો. બંને અલગ થઈ ગયા. ત્યારબાદ મહિલા તેના પરિણીત પુરુષ મિત્રના ઘરે પહોંચી. (All Images Crdit:Piddu Kaur/Instagram)
અહીં પુરુષ મિત્રની પત્ની અને તે મહિલા વચ્ચે લાગણીઓ જન્મી. બાદમાં ત્રણેયે સાથે રહેવાનું નક્કી કર્યું અને ટ્રિપલ રિલેશનશિપમાં આવી ગયા. આ કહાની છે પિડુ કૌર, સ્પીતિ સિંહ અને સની સિંહની. એક વીડિયોમાં તેમણે પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. હકીકતમાં પિડુ, સ્પીતિ અને સની મૂળ ભારતીય છે. પરંતુ ઘણા સમય પહેલા અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા.
પિડુએ 2009માં એરેન્જ મેરેજ કર્યા હતા. પરંતુ થોડા મહિના પછી તેણે તેના પતિથી છૂટાછેડા લઈ લીધા. છૂટાછેડા પછી, પિડુ તેના વતન કેલિફોર્નિયાથી તેની નજીકની મિત્ર સની પાસે ઇન્ડિયાના પહોંચી હતી. સની અહીં સ્પીતિ સાથે રહેતી હતી. સનીના ઘરે અઠવાડિયાના રોકાણ દરમિયાન પિડુ અને સ્પીતિ વધુ નજીક આવી ગયા. તેમની વચ્ચે લાગણીઓ જન્મી. બંનેએ આ વાત સનીને જણાવી અને પછી સંમતિથી ત્રણેય ટ્રિપલ રિલેશનશિપમાં રહેવા લાગ્યા. તેને ચાર બાળકો પણ છે.
ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, 18 વર્ષની ઉંમરે અમેરિકા શિફ્ટ થયા પહેલા સ્પીતિ અન્ય મહિલા સાથે સંબંધમાં હતી. લગ્નના એક વર્ષ પછી, સ્પીતિએ અચકાતા જ સની સાથે તેના સમલૈંગિક સંબંધો વિશે વાત કરી, જે સનીએ સ્વીકારી લીધી. સની સાથેના પોતાના સંબંધો વિશે એક વીડિયોમાં સ્પીતિએ કહ્યું “અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. સની અને હું કિશોરવયના પ્રેમિકા હતા. પંજાબમાં જન્મ્યા બાદ સની તેના માતા-પિતા સાથે ન્યૂયોર્ક રહેવા ગઈ હતી. ત્યારે તે આઠ વર્ષના હતા. અમે વર્ષો સુધી ડેટિંગ કર્યું અને 2003માં લગ્ન કર્યા.
સ્પીતિ કહે છે કે પિડુની રિલેશનશિપમાં એન્ટ્રી બાદ તેણે શરૂઆતમાં ખૂબ જ સાવધાની રાખવી પડી હતી. લાગણીઓ પર નિયંત્રણ, ઈર્ષ્યા, રોમાન્સ માટે સમયની વહેંચણી જેવી ઘણી બાબતો હતી, જેના પર સહમત થવામાં સમય લાગ્યો. જો કે, સમય સાથે બધું સારું થયું. ત્રણેયના પરિવારજનો આ ટ્રિપલ રિલેશનશિપ અંગે સહમત ન હતા. તેને સ્વજનોના ટોણા સાંભળવા પડતા હતા.
એટલું જ નહીં, લોકોએ પોતાના પરિવારના સભ્યોને લગ્નમાં આમંત્રણ આપવાનું પણ બંધ કરી દીધું. સનીની માતા કહે છે “શરૂઆતમાં હું બાળકો અને સનીની ખુશીથી ડરતી હતી. પણ તેણે બધું સંભાળ્યું. આ ઉપરાંત સ્પીતિની માતાએ કહ્યું “મેં પહેલા ક્યારેય આવા સંબંધ વિશે સાંભળ્યું ન હતું. જો કે, જો બાળકો ખુશ હોય તો કોઈ વાંધો નથી.”