વાહ આ ચિત્રકારીને સલામ…ચાલુ ટ્રેનમાં જ ટિકિટ પર બનાવી દીધી મા અને દીકરીની એવી તસવીર જે જોઈને તમે પણ વાહ વાહ કહેશો.. જુઓ વીડિયો

સ્કેચ આર્ટિસ્ટે ચાલુ ટ્રેનની અંદર પોતાની સીટ પર બેઠા બેઠા ટિકિટ પર મા-દીકરીનો બનાવ્યો એવો સ્કેચ કે લોકો પણ કરવા લાગ્યા વખાણ.. જુઓ વીડિયો

દુનિયામાં ઘણા બધા એવા લોકો હોય છે જેમનામાં ભરપૂર ટેલેન્ટ ભરેલો પડ્યો હોય છે તેઓ પોતાના આ ટેલેન્ટને ઘણીવાર જાહેરમાં પણ બહાર લાવતા હોય છે, ઘણા લોકોને તમે જાહેર રસ્તા પર, કોઈ મોલમાં કે ટ્રેન અથવા મેટ્રોમાં પણ પોતાના ટેલેન્ટને બતાવતા જોયા હશે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં લોકોના દિલ જીતી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ટ્રેનમાં બેઠા બેઠા જ ટિકિટ પર તેની સામે બેઠેલ મા-દીકરીની તસવીર બનાવે છે અને આ તસવીર એટલી શાનદાર બને છે કે લોકો પણ તેના આ ટેલેન્ટના વખાણ કરતા થાકતા નથી અને એટલે જ તેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને અભિજીત નામના યુઝરે શેર કર્યો છે. યુઝરની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોઈને લાગે છે કે આ વ્યક્તિ સ્કેચ આર્ટિસ્ટ છે અને તે સતત સ્કેચ બનાવતો રહે છે. ઓછાવત્તા અંશે એવું જ આ સમય દરમિયાન પણ બન્યું જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો અને તેની સામેની સીટ પર એક મહિલા બેઠી હતી.

આ મહિલા સીટ પર બેઠી હતી, કંઈક અંશે ઊંઘમાં હતી અને તેની બાજુમાં બેઠેલી એક છોકરી તેની માતાના ખભા પર માથું મૂકીને સૂતી હતી. સામે બેઠેલા આ કલાકારે પોતાની ટીકીટ કાઢી અને મોબાઈલની પાછળ રાખી અને ટીકીટની પાછળની બાજુએ એવું જ ચિત્ર બનાવ્યું, જે સામે દેખાઈ રહ્યું હતું. આ પછી તેણે આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.

Niraj Patel