કિયારા અડવાણી-સિદ્ધાર્થના લગ્નની ખબરો વચ્ચે એક અભિનેત્રી ગુપચુપ રીતે બંધાઇ લગ્નના બંધનમાં ! જુઓ લગ્નની શાહી તસવીરો

‘કુમકુમનાં પગલાં પડ્યાં’ ફેમ અભિનેતાએ ‘હમારી દેવરાની’ ફેમ અભિનેત્રી સાથે વસંત પંચમીના દિવસે પાડ્યાં પ્રભુતામાં પગલાં, જુઓ તસવીરો

હાલ બોલિવુડના ગલિયારાઓમાં અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થના લગ્નની જોરોશોરોથી ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે ટીવી શો ‘હમારી દેવરાની’ ફેમ અભિનેત્રી ક્રિષ્ના ગોકાણી લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. અભિનેત્રીએ 15 જાન્યુઆરીએ ટીવી અભિનેતા ખંજન ઠુંબર સાથે સગાઇ કરી હતી અને તે બાદ તે 26 જાન્યુઆરીના રોજ ખંજન સાથે લગ્નના બંધનમાં બંધાઇ છે. (તમામ તસવીરો સૌજન્ય : khanjan Thumbar ઇન્સ્ટાગ્રામ)

ખંજનના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની કેટલીક તસવીરો અને એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ તસવીરોમાં અભિનેત્રી પારંપારિક રેડ, વ્હાઇટ અને ગ્રીન સાડીમાં તો અભિનેતા શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં ખંજન ક્રિષ્નાની માંગમાં સિંદુર ભરતો તો એક તસવીરમાં બંને કેમેરા સામે પોઝ આપતા જોઇ શકાય છે.

ખંજનના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરોને જોડી એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, ‘ઈ ટાઈમ્સ’ના રિપોર્ટ અનુસાર ક્રિષ્નાએ કહ્યું હતુ કે- હું અને ખંજન છેલ્લા આઠ વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. અમે ઘણા સારા મિત્રો છીએ પરંતુ ક્યારેય એકબીજાને ડેટ કરવાનું વિચાર્યું નથી.

તેણે એક નાટકનું નિર્માણ, દિગ્દર્શન અને અભિનય કર્યો હતો અને હું તેમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતી. તેણે મારા પ્રત્યે લાગણીઓ વિકસાવી હતી. તેણે 1 જાન્યુઆરી 2023ના રોજ પ્રપોઝ કરીને મને આશ્ચર્યચકિત કરી દીધી હતી અને તેના પ્રપોઝનો મેં હા માં જવાબ આપ્યો હતો. તેણે આગળ કહ્યુ- કેટલીકવાર, મને લાગે છે કે વસ્તુઓ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે,

પરંતુ જે યોગ્ય છે, તે માટે રસ્તો આપોઆપ ખુલે છે. કપલે તેમની સગાઈની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે બાદ બધા ચોંકી ગયા હતા. તસવીરમાં બંને પોતાની વીંટી ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ક્રિષ્ના છેલ્લે શો ‘વો તેરી ભાભી હૈ પગલે’ (2016) માં જોવા મળી હતી.

જો કે અભિનેત્રી ટૂંક સમયમાં ફરી એકવાર સ્ક્રીન પર પરત ફરવાનું વિચારી રહી છે, પરંતુ આ વખતે અભિનેત્રી ઓટીટી પર આવવાનું વિચારી રહી છે. પોતાના કમબેક વિશે વાત કરતા તે કહે છે કે મેં નોન-સ્ટોપ કામ કર્યું, તે પહેલાં મને ઓવર-એક્સપોઝરને ટાળવા માટે ટૂંકો વિરામ લેવાનું કહેવામાં આવ્યું,

તેથી મેં બ્રેક લેવાનું નક્કી કર્યું, જે રોગચાળાને કારણે લંબાઇ ગયો. મેં ફરીથી ઓડિશન આપવાનું શરૂ કર્યું છે. જો કે, હું આ સમયે ટીવી પર પાછા ફરવાનું વિચારી રહી નથી. હું OTT માટે વધુ આતુર છું.

 

View this post on Instagram

 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)

Shah Jina