શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને પેપરાજીને બતાવ્યુ એટિટયૂડ તો લોકોએ લગાવી દીધી ક્લાસ, કહ્યુ- પિતા પાસે કંઇક શીખ…જુઓ વીડિયો

આર્યન ખાન પર ચઢ્યો ‘પઠાણ’નો રંગ ! શાહરૂખના લાડલાના ટશન જોઇ બગડ્યા બોલ, બોલ્યા- અરે ભાઇ, પહેલા કંઇક બની…

બોલિવુડમાં જો અત્યારે કોઇ ફિલ્મની ચર્ચા થઇ રહી છે તો તે છે પઠાણ. શાહરૂખ ખાનની આ ફિલ્મ વર્ષની પહેલી હિટ સાબિત થઇ ચૂકી છે. ફિલ્મનું કલેક્શન સતત વધી રહ્યુ છે અને ફિલ્મની પૂરી ટીમ આનાથી ખૂબ જ ખુશ છે. પરંતુ ફિલ્મની સફળતાનો નશો શાહરૂખના દીકરા આર્યન પર ચઢેલો જોવા મળી રહ્યો છે. આર્યન ખાનની સોશિયલ મીડિયા પર ખાસ્સી એવી ફેન ફોલોઇંગ છે. જેટલા લોકો શાહરૂખને પસંદ કરે છે,

એટલા જ લોકો આર્યન વિશે જાણવા પણ એક્સાઇટેડ રહે છે. જો કે, આર્યનના તેવર થોડા બદલાયેલા જોવા મળી રહ્યા છે હાલમાં આર્યનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પેપરાજી તેના પાછળ ફોટો માટે ભાગી રહ્યા છે, પણ આર્યન તેમને ઇગ્નોર કરી રહ્યો છે. આર્યન ખાનનો આ વીડિયો filmygyan નામના ઇન્સ્ટા પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કો આર્યન ક્યાંકથી નીકળે છે અને પેપરાજીના સવાલોને ઇગ્નોર કરી સીધો જ પોતાની કારમાં બેસી જાય છે.

આ દરમિયાન એક ફોટોગ્રાફર આર્યનને કહે છે કે આર્યન સર તમે બહુ ઇગ્નોર કરો છો. પેપરાજીના આ સવાલનો આર્યન કોઇ જવાબ નથી આપતો અને સીધો જ ગાડીની અંદર જઇ બેસી જાય છે. આર્યન ડ્રાઇવરની બાજુની સીટ પર પગ ઉપર કરી ઘણી એટિટયૂડમાં બેસે છે. આર્યનનો આ અંદાજ જોઇ લોકો અલગ અલગ રીતના રિએક્શન આપે છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ- કિંગ ખાનને કારણે આને ઇજ્જત અને પોપ્યુલારિટી મળી રહી છે.

અન્ય એકે લખ્યુ- પહેલા કંઇક બની જા પછી એટિટયૂડ બતાવજે. તો બીજાએ લખ્યુ- પહેલા તમે લોકોએ આની ઇમેજની ધજ્જિયા ઉડાવી હતી, હવે આ તમને ઇગ્નોર કરે છે. બીજા એકે લખ્યુ- આર્યને બરાબર કર્યુ, આવા ચિપકુ લોકોને ઇગ્નોર કરવા જોઇએ.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

જણાવી દઇએ કે, શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રીલિઝ થઇ હતી. ફિલ્મ રીલિઝ થયા પહેલા તેનો ઘણો વિરોધ થયો હતો, પણ જ્યારે ફિલ્મ સામે આવી તો દર્શકોએ ભરપુર પ્રેમ આપ્યો. આ ફિલ્મે કમાણીના મામલે ઘણા રેકોર્ડ તોડ્યા છે.

Shah Jina