ત્રિકોણીય સિરીઝની ફાઇનલમાં પહોંચેલી ભારતીય મહિલા ટીમની ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યા બાદ ડ્રેસિંગ રૂમમાં આવીને કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ગઈકાલે ન્યુઝીલેન્ડ સામેની ટી-20 મેચમાં ભારતે ખુબ જ મોટી જીત મેળવી હતી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે પહેલા બેટિંગ કરતા 234 રનનો પહાડ જેવડો લક્ષ ઉભો કર્યો હતો. જવાબમાં ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ ફક્ત 66 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ. ત્યારે ટીમ ઇન્ડિયામાં પણ જશ્નનો માહોલ જોવા મળ્યો હતો.
પરંતુ આ ઉપરાંત પણ વધુ એક ટીમ ઇન્ડિયાએ જશ્ન મનાવ્યો હતો. ટ્રાય સિરીઝમાં ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પ્રવેશી ગઈ છે અને આજે સાઉથ આફ્રિકાની મહિલા ટીમ સાથે ફાઇનલમાં ભારતીય મહિલા ટીમ ઉતરવાની છે. ત્યારે ફાઇનલમાં પ્રવેશતા પહેલા આ ત્રિકોણીય સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને હરાવી હતી. ત્યારે ટીમની મહિલા ખેલાડીઓએ ડાન્સ કરીને આ ઉત્સવની ઉજવણી કરી હતી.
મહિલા ક્રિકેટ ટીમનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાની મહિલા ખેલાડીઓ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો મહિલા ટીમની મહત્વની સભ્ય રાજેશ્વરી ગાયકવાડે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના, સ્નેહ રાણા, પૂનમ યાદવ અને જેમિમા રોડ્રિગ્સ પણ જોવા મળે છે.
View this post on Instagram
આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં મંધાના અને હરમનપ્રીતનું નામ ટોપ થ્રીમાં છે. આવી સ્થિતિમાં આજની મેચમાં આ બંને ખેલાડીઓ પાસેથી ખાસ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. ત્યારે ટીમ ઇન્ડિયાની આ જીતના વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને અત્યાર સુધી લાખો લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે. સાથે જ ફાઇનલમાં પણ જીત માટે ટીમ ઇન્ડિયાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.