નેહા કક્કરે પેપરાજીને પોઝ આપવાની કહી ના, કહ્યુ- ‘હું જ્યારે ખરાબ હાલતમાં હોવ ત્યારે જ તમે લોકો…’ જુઓ વીડિયો

‘જ્યારે હું ખરાબ હાલતમાં હોવુ ત્યારે જ…’ શોપિંગ કરતા સ્પોટ થયેલી નેહા કક્કરે પેપરાજીને પોઝ આપવાની કહી દીધી ના

બોલિવુડની મશહૂર સિંગર નેહા કક્કર તેની ખાસ ઓળખ બનાવી ચૂકી છે. તેના ગીતોના દમ પર તે લાખો લોકોના દિલો પર રાજ કરે છે. નેહાના અવાજના લાખો લોકો દીવાના પણ છે. સિંગરે એકથી એક હિટ ગીતો આપ્યા છે, જે પાર્ટીનો જીવ બની જાય છે. નેહાના ચાહકો તેના સાથે જોડાયેલી બધી વાતો જાણવા આતુર પણ હોય છે. પેપરાજીઓ પણ સિંગરને ફુલ અટેન્શન આપે છે. હાલ તો નેહા તેના ઘરના ડેકોરેશનમાં વ્યસ્ત છે.

હાલમાં જ સિંગરને ડ્રીમ હાઉસની ઇંટીરિયર ડેકોર શોપિંગ કરતા મુંબઇના અંધેરીમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. નેહા ઘરના ડેકોરેશનનો સામાન ખરીદતી જોવા મળે છે. આ દરમિયાન નેહા બ્લેક આઉટફિટ પર સફેદ સ્નીકર્સ અને એક હેન્ડબેગ સાથે જોવા મળી હતી. આ દરમિયાન તેણે ચહેરા પર માસ્કર અને સનગ્લાસેસ પણ લગાવ્યા હતા.

ત્યાં જ સિંગરને જોતા પેપરાજી તેને કેમેરામાં કેદ કરવા પહોંચી ગયા હતા. પણ જ્યારે સિંગરને પેપરાજીએ પોઝ આપવાનું કહ્યુ તો તે હસતા હસતા કહેતી જોવા મળી રહી છે કે જ્યારે પણ હું ખરાબ હાલતમાં હોવું ત્યારે જ તમે લોકો મને કવર કરો છે. તે બાદ નેહા માસ્ક હટાવી ફોટો ક્લિક કરાવવાની ના કહી દે છે. સિંગર કહે છે કે સોરી સોરી હું અત્યારે પોઝીશનમાં નથી. આ વચ્ચે કેટલાક પેપરાજી નેહાને પૂછે છે કે રોહન કેમ છે તો નેહા જણાવે છે કે તે બિલકુલ ઠીક છે.

કેટલાક દિવસ પહેલા જ નેહા કક્કરે દુબઇ કોન્સર્ટ માટે એક શાનદાર બ્લેક-પિંક આઉટફિટમાં તસવીરો શેર કરી હતી. પોઇન્ટેડ વેલવેટ શુઝ, ઓપન ફિંગર ગ્લવસ અને પિંક બ્લેઝરમાં સિંગર ઘણી જ એટ્રેક્ટિવ લાગી રહી હતી. નેહાએ તસવીરો પોસ્ટ કરતા લખ્યુ હતુ- મેં આ લુક દુબઇ કોન્સર્ટ માટે ડિઝાઇન કર્યો હતો જે ઘણો સારો નીકળ્યો, તમે લોકો શું વિચારો છો ?.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઇએ કે, નેહા કક્કરે બોલિવુડ ફિલ્મોમાં ઘણા સોલો અને રિમિક્સ ગીત ગાયા છે, જે સુપર ડુપર હિટ પણ રહ્યા છે. ક્યારેક જગરાતામાં ભજન ગાનારી નેહાએ સેકેંડ હેન્ડ જવાની, દિલબર, મોરની બાંકે, આંખ મારે તેમજ કોકા-કોલા જેવા ગીતો ગાયા છે. આ દિવસોમાં નેહા વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા સાથે ઇન્ડિયન આઇડલમાં કો-જજ તરીકે નજર આવી રહી છે.

Shah Jina