મમ્મીના નિધન બાદ મીડિયા સામે ખૂબ રડતી ગિડગિડાતી નજર આવી રાખી સાવંત, બોલી- બહુ ડિસ્ટર્બ છું, મારા લગ્ન ખતરામાં છે પણ……

બિગબોસ ફેમ અને ડ્રામા ક્વીન રાખી સાવંત છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. રાખી સાવંતે સાતેક મહિના પહેલા આદિલ ખાન સાથે ગુપચુપ રીતે નિકાહ કર્યા હતા. જો કે, પહેલા આદિલ આ લગ્ન માનવા તૈયાર નહોતો પણ આખરે તેણે લગ્ન માન્યા હતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જણાવ્યુ હતુ કે તેણે રાખી સાથે લગ્ન કર્યા છે. જો કે, લગ્ન બાદ રાખી બિગબોસ મરાઠીમાં ગઇ હતી અને તે બાદ તેને આદિલનું કોઇ સાથે અફેર હોવાની જાણ થઇ હતી. ત્યારે તેણે નિકાહની તસવીરો અને વીડિયો વાયરલ કરી આદિલ સાથે તેના લગ્નની પુષ્ટિ કરી હતી.

ત્યારથી રાખી સાવંત અને આદિલ ખાન ચર્ચામાં છે. હાલમાં જ રાખી સાવંતે તેની માતા ગુમાવી છે અને આ દુખ હજી તો ઓછુ નથી થયુ ત્યાં રાખીએ તેના લગ્ન ખતરામાં હોવાનો ખુલાસો કરી ફરી હોબાળો મચાવી દીધો છે. માતાને ગુમાવ્યા બાદ રાખી ધ્રુસકેને ધ્રુસકે રડી હતી. નિધન ત્યાં હવે માતાના નિધનના 4-5 દિવસ બાદ તે પહેલીવાર મીડિયા વચ્ચે સ્પોટ થઇ હતી. આ દરમિયાન રાખી ઘણી પરેશાન જોવા મળી અને તેણે જણાવ્યુ કે તેના લગ્ન ખતરામાં છે.

બુધવારે સાંજે રાખી મીડિયાના કેમેરામાં કેદ થઇ હતી. આ દરમિયાન તેણે જણાવ્યુ કે, મારા લગ્ન ખતરામાં છે, મારે મારા લગ્ન બચાવવાના છે. લગ્ન કોઇ મજાક કે રમત નથી. કોઇને શું મળે છે મારા જીવનમાં આવી. કોઇને શું મળે છે કે તે મારા લગ્નજીવનમાં આવી રહ્યુ છે. હું ઘણી ડિસ્ટર્બ છું. આ દરમિયાન રાખી ખૂબ રડતી નજર આવી હતી. તેણે એવું પણ કહ્યુ કે, એ ખુદા મને મારી કેમ નથી દેતો. આ વીડિયોને જોઇ રાખીના ચાહકો ચિંતિત અને ભાવુક થઇ રહ્યા છે.

તેઓ કમેન્ટ કરી રાખીને હિંમત આપી રહ્યા છે. જો કે, કેટલાક લોકો કહી રહ્યા છે કે તેની માતાના નિધનને હજી તો ત્રણ દિવસ થયા છે અને તે બીજીવાર ડ્રામા મોડમાં આવી ગઇ. તો કેટલાક યુઝર કહી રહ્યા છે કે હવે નવો ડ્રામા કર. જણાવી દઇએ કે, રાખીએ આદિલ ખાન દુર્રાની સાથે નિકાહ માટે ધર્મ બદલ્યો છે અને નામ પણ ફાતિમા કરી લીધુ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina