રાજભા ગઢવી બન્યા કિંજલ દવેના ઘરના મહેમાન, પિતા લલિત દવે સાથે બેસીને લીધું શાહી ભોજન, તસવીરો થઇ વાયરલ

કિંજલ દવેના પિતા લલિત દવેએ ડાયરા કલાકાર રાજભા ગઢવીનું પોતાના ઘરમાં કર્યું ઉષ્માભેર સ્વાગત, દેશી ભોજનનો સાથે બેસીને લીધો સ્વાદ… જુઓ તસવીરો

ગુજરાતની ધરતી પર ઘણા બધા ગાયકો થઇ ગયા છે અને તેમણે દુનિયાભરમાં પોતાના નામનો ડંકો પણ વગાડ્યો છે. તેમની ગાયિકીના ઘણા લોકો દીવાના છે અને આજે જયારે જમાનો સોશિયલ મીડિયાનો છે ત્યારે લોકો પણ પોતાના મનગમતા ગાયકોને સોશિયલ મીડિયા દ્વારા ફોલો કરતા હોય છે.

ત્યારે આ ગાયકોમાં બે નામ એવા પણ છે જેને લોકોએ ખુબ જ પ્રેમ આપ્યો છે. એ નામ છે રાજભા ગઢવી અને કિંજલ દવેનું. ત્યારે હાલમાં જ રાજભા ગઢવી કિંજલ દવેના ઘરના મહેમાન બન્યા હતા અને તેમના ઘરે શાહી ભોજનનો આનંદ પણ માણ્યો હતો. જેની તસવીરો પણ સામે આવી છે.

સામે આવેલી તસવીરોને ગુજરાતી ગાયક અને ડાયરા કલાકાર ગોપાલ સાધુએ ફેસબુકમાં શેર કરી છે. તેમણે કેપશનમાં લખ્યું છે, “ગઈકાલે કિંજલબેન દવેના પિતા લલિતભાઈ દવેના ઘરે દેશી ભોજન, હું અને રાજભા ગઢવી.” તેમના દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે ડાઇનિંગ ટેબલ પર ભાણું પીરસાઈ ગયું છે અને મધ્યમાં રાજભા ગઢવી બેઠા છે. તો સાથે ગોપાલ સાધુ અને કિંજલ દવેના પિતા લલિત દવે ઉપરાંત બીજા ઘણા મિત્રો સાથે બેસીને આ ભોજનનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. બીજી કેટલીક તસવીરોમાં ગોપાલ સાધુ અને રાજભા ગઢવી સાથે બેસીને હિંચકે ઝૂલતા પણ જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત કિંજલ દવેના પિતા લલિત દવેએ પણ બે તસવીરો તેમના ફેસબુકમાં શેર કરી છે, જેમાં તે તેમની પત્ની સાથે રાજભા ગઢવી સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત બધા સાથે ભોજનનો આનંદ માણી રહ્યા હતા તે તસવીર પણ તેમને શેર કરી છે. આ બંને તસવીરો સાથે તેમણે સરસ મજાનું કેપશન પણ આપ્યું છે.

લલિત દવેએ લખ્યું, “ખૂબ સારા સાહિત્યકાર બોલતા હોય, ત્યારે લાગે ગીરના જંગલમાં હાવજ, ગર્જના કરતો હોય જાણે એવા ભાઈ, શ્રી રાજભા ગઢવી ને સાથે ખૂબ સારા, ભજનિક ભાઈ શ્રી ગોપાલ સાધુ મારા મહેમાન બન્યા ખૂબ આનંદ થયો વાલા ! જય ચેહર સરકાર જેસંગપુર” આ તસવીરોને લોકો દ્વારા ખુબ જ પ્રેમ મળી રહ્યો છે.

આ ઉપરાંત લલિત દવેએ બીજી પણ કેટલીક તસવીરો શેર કરી છે. જે  એક કાર્યક્રમ દરમિયાનની છે અને આ તસવીરોમાં તે ઘણા બધા કલાકારો સાથે જોવા મળી રહ્યા છે. જેમાં પણ રાજભા ગઢવી ઉપરાંત કિર્તીદાન ગઢવી જેવા કલાકારો જોવા મળી રહ્યા છે, આ તસવીરો સાથે પણ તેમણે સુંદર કેપશન અને માહિતી આપી છે.

તેમણે લખ્યું છે, “મહા મુનેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠામાં પધારે રાજભા ગઢવી, ગોપાલ સાધુ
કીર્તિદાન ગઢવી અને સાગર નાયક અને વેગડ સાઉન્ડ રિધમ આર્ટિશ સાધુ, સંતો તેમજ આગેવાનો નામી અનામી મહાનુભવો આપ સહુયે આ કાર્યક્રમમાં પધારીને શોભા વધારી સાથે તમામ રાનેર ગામજનો બધાનું માન સાથે સન્માન કર્યું. નાના મોટા સહુ મળીને આખા પ્રસંગને
દિપાવ્યો એ માટે બધાનો ખૂબ દીલથી, આભાર સાથે મહાદેવને દિલથી પ્રાર્થના સર્વનું કલ્યાણ મહાદેવ. જય ચેહર સરકાર જેસંગપુર”

Niraj Patel