મનોરંજન

મશહૂર પોપ સિંગ એપી ધિલ્લોન કરીના કપૂરના ઘરની બહાર થયો સ્પોટ, અમૃતા અરોરાના બર્થ ડે બેશમાં મચાવી ધૂમ- જુઓ તસવીરો અને વીડિયો

કરીના કપૂરની પાર્ટીમાં મલાઇકા-અર્જુન, AP ધિલ્લોન સહિત આ સ્ટાર્સ આવ્યા નજર, અંદરનો નજારો તો જુઓ કેવો વૈભવી છે…

બોલિવુડ અભિનેત્રી અને મલાઇકા અરોરાની બહેન અમૃતા અરોરાએ 31 જાન્યુઆરી એટલે કે મંગળવારે પોતાનો 45મો જન્મદિવસ મનાવ્યો. અમૃતાના જન્મદિવસ પર તેની બેસ્ટફ્રેન્ડ અને બી ટાઉનની મશહૂર અભિનેત્રી કરીના કપૂર ખાને તેના ઘરે એક શાનદાર પાર્ટી ઓર્ગનાઇઝ કરી હતી.

કરીનાના ઘરે રાખવામાં આવેલી અમૃતાના બર્થ ડેની પાર્ટીમાં મશહૂર પોપ સિંગર એપી પણ હાજર રહ્યો હતો.બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરે તેની મિત્ર અમૃતા અરોરાના જન્મદિવસને ખાસ બનાવવા માટે સિંગર અને રેપર એપીને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું. કરીના કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલની સ્ટોરીમાં અમૃતા અરોરાના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી છે.

જેમાં કરીના કપૂર સાથે એપી, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા જોવા મળે છે. આ ફોટોના કેપ્શનમાં બેબોએ લખ્યું છે કે- એપી ઇન ધ હાઉસ.કરીનાની આ ઇન્સ્ટા સ્ટોરી પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે કરીના કપૂરના ઘરે અમૃતા અરોરાના જન્મદિવસની ઉજવણીને બમણી કરવા માટે એપીએ ઘણો રંગ ઉમેર્યો હતો.

અમૃતા અરોરાના જન્મદિવસની પાર્ટીને ખાસ બનાવવા માટે કરીના કપૂરે ખાસ વ્યવસ્થા કરી હતી. આ પાર્ટીમાં એપી ઉપરાંત બી-ટાઉન કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા, ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર સહિત અન્ય જોવા મળ્યા હતા.આટલું જ નહીં, કરીના કપૂરની ઈન્સ્ટા સ્ટોરીમાં અમૃતા અરોરા સાથે કરીનાનો પતિ સૈફ અલી ખાન પણ જોવા મળ્યો હતો.

આ બર્થડે પાર્ટીમાં કરિશ્મા કપૂર પણ જોવા મળી હતી અને તેણે વન પીસ ડ્રેસ પહેર્યો હતો. મલાઈકા અરોરા બહેનની બર્થડે પાર્ટીમાં એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી હતી. મલાઈકા અરોરાના આ લુકને લોકો જોતા જ રહી ગયા હતા. અમૃતા અરોરાની બર્થડે પાર્ટીમાં કરીના કપૂર ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી.

કરીના કપૂરે તસવીરો શેર કર્યાની સાથે જ દરેક જગ્યાએ છવાઈ ગઈ હતી. આ પ્રસંગે કરીના કપૂર બ્લેક લુકમાં જોવા મળી હતી. બેબોએ ગળામાં ક્રિશ્ચિયન પેન્ડન્ટ પહેર્યું હતું. સિંગર અને રેપર એપીની વાત કરીએ તો તે આ દિવસોમાં એકથી વધુ સુપરહિટ ગીતો ગાઈ રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને ફિલ્મ સ્ટાર્સ તેમના અવાજના ચાહક બની ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)