પાલડીમાં રહેતી 43 વર્ષની મહિલાએ પોતાના દીકરાના મિત્ર સાથે રંગરેલિયા મનાવ્યા, વિવિધ હોટલમાં જઈ શારીરિક સબંધ બાંધ્યા પછી આવ્યો ખતરનાક અંજામ…

ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ, સગીરાઓ કે પરણિત મહિલાઓ પર દુષ્કર્મની ઘટના સામે આવે છે. ઘણા નરાધમો દ્વારા નોકરીની લાલચ આપી તો ઘણા દ્વારા લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવે છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતી એક પરણિતાએ તેના પુત્રના મિત્રના મિત્ર સામે બરાત્કાર અને ધમકીની ફરિયાદ નોંધાવી છે.

મહિલાનો પરિચય આરોપી સાથે પુત્રના મિત્રએ કરાવ્યો હતો અને મહિલાને પતિ સાથે ફાવતું ન હોવાને કારણે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે, પ્રેમીએ હોટલ અને ઘરમાં મહિલા પર દુષ્કર્મ દુજાર્યુ હતુ અને આ વાત મહિલાના પતિ અને પુત્રને ખબર પડતા જ તેઓ વચ્ચે ઝઘડો થવાના કારણે તે ઘરેથી નીકળી ગઈ હતી.

તે બાદ મહિલાએ પ્રેમીને લગ્ન કરવાનું કહેતા તેણે ઇનકાર કર્યા બાદ મહિલાએ પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, 43 વર્ષીય મહિલાના પુત્રના મિત્રએ એક યુવક સાથે તેની ઓળખાણ કરાવી અને પછી બને વચ્ચે મિત્રતા બંધાઈ. આ મહિલા જે પાનના ગલ્લે બેસવા જતી ત્યાં પણ તે આવતો અને પછી બંને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઇ.

તે બાદ મહિલાએ તે યુવકને જણાવ્યુ કે તેને તેના પતિ સાથે નથી બનતું અને તે બાદ યુવક મહિલાની વધુ નજીક આવ્યો અને તેને દરેક બાબતમાં અને તકલીફોમાં મહિલાને સાથ આપ્યો. જે બાદ યુવકે મહિલાને પ્રેમનો એકરાર કર્યો તો મહિલાને યુવક તેની સાથે લગ્ન કરી ખુશ રાખશે તેવી આશા જાગી હતી અને તેણે પણ યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યો. જો કે, આ યુવકે મહિલાને એક હોટલમાં મળવા બોલાવી અને ત્યાં તેને લગ્ન કરવાનું કહી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા. જો કે, અવારનવાર હોટલોમાં અને ઘરે જઈને આરોપીએ મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા.

આ દરમિયાન યુવકે 55 હજાર રૂપિયા પણ મદદના બહાને મહિલા પાસેથી ખંખેરી લીધા હતા. જો કે, મહિલાના આ પ્રેમ સંબંધની જાણ તેના પતિ અને દીકરાને થતા બધા વચ્ચે ઝઘડો થયો હતો અને તે બાદ મહિલા ઘર છોડી નીકળી ગઇ. પણ મહિલાએ પ્રેમીને લગ્નનું કહેતા તેણે ઇનકાર કરી દીધો અને તે બાદ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ જાણ પ્રેમીને થતાં તેને ધમકીઓ આપી અને તે બાદ મહિલાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

Shah Jina